Quoteશ્રી ટાટા એજ્યુકેશન, હેલ્થકેર, સેનિટેશન, એનિમલ વેલ્ફેર જેવા મુદ્દાઓને આગળ વધારવામાં મોખરે હતા: પ્રધાનમંત્રી
Quoteમોટા સપના જોવાના અને સમાજને પાછું આપવાનો શ્રી ટાટાનો જુસ્સો અજોડ હતું : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્રી રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ટાટા એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને એક અસાધારણ માનવી હતા, જેમણે પોતાની નમ્રતા, દયા અને આપણા સમાજને વધુ સારું બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતા વડે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા.

X પર એક થ્રેડ પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

“શ્રી રતન ટાટા જી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. સાથે , તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું જ આગળ હતું. તેમની નમ્રતા, દયા અને આપણા સમાજને યોગ્ય બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાના કારણે તેમણે ઘણા લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા હતા.”

“શ્રી રતન ટાટા જીના સૌથી અનોખા પાસાઓમાંનું એક મોટું સ્વપ્ન જોવા અને પાછું આપવા પ્રત્યેનો તેમનો જુસ્સો હતો. તેઓ શિક્ષણ, આરોગ્યસંભાળ, સ્વચ્છતા, પશુ કલ્યાણ જેવા કેટલાક કારણોને આગળ ધપાવવામાં મોખરે હતા.”

“મારું મન શ્રી રતન ટાટા જી સાથે અસંખ્ય મુલાકાતોથી ભરાયેલું છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે વિવિધ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ ખૂબ સમૃદ્ધ લાગ્યા. હું જ્યારે દિલ્હી આવ્યો ત્યાર બાદ પણ આ મુલાકાત ચાલુ રહી. તેમના નિધનથી ખૂબ જ દુઃખ થયું. આ દુઃખદ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”

 

 

 

  • Vivek Kumar Gupta December 17, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 17, 2024

    नमो .........................🙏🙏🙏🙏🙏
  • JYOTI KUMAR SINGH December 09, 2024

    🙏
  • Vishnu Mohan Bhardwaj December 03, 2024

    भारत रत्नों की मीटिंग
  • Atul Sharma November 11, 2024

    Jai shree Ram
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha November 08, 2024

    जय श्री राम
  • Avdhesh Saraswat November 04, 2024

    HAR BAAR MODI SARKAR
  • Chandrabhushan Mishra Sonbhadra November 01, 2024

    k
  • Chandrabhushan Mishra Sonbhadra November 01, 2024

    j
  • ram Sagar pandey October 30, 2024

    🌹🌹🙏🙏🌹🌹जय श्रीराम 🙏💐🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt

Media Coverage

India's Q3 GDP grows at 6.2%, FY25 forecast revised to 6.5%: Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 માર્ચ 2025
March 01, 2025

PM Modi's Efforts Accelerating India’s Growth and Recognition Globally