પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે, જેઓ રામ મંદિર અભિષેક સમારંભ અને કાશી વિશ્વનાથ ધામના સમર્પણ સમારંભમાં ઉપસ્થિત હતા.
શ્રી મોદીએ આચાર્યને 'કાશીની વિદ્વતાપૂર્ણ પરંપરાના એક પ્રસિદ્ધ વ્યક્તિ' ગણાવ્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
દેશના મહાન વિદ્વાન અને સંગવેદ વિદ્યાલયના યજુર્વેદ શિક્ષક લક્ષ્મીકાંત દીક્ષિતના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. દીક્ષિતજી કાશીની વિદ્વતાપૂર્ણ પરંપરાના યશપુરુષ હતા. કાશી વિશ્વનાથ ધામ અને રામ મંદિરના લોકાર્પણ પર્વ પર મને તેમનું સાનિધ્ય મળ્યું. તેમના નિધનથી સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.”
देश के मूर्धन्य विद्वान और साङ्गवेद विद्यालय के यजुर्वेदाध्यापक लक्ष्मीकान्त दीक्षित जी के निधन का दुःखद समाचार मिला। दीक्षित जी काशी की विद्वत् परंपरा के यशपुरुष थे। काशी विश्वनाथ धाम और राम मंदिर के लोकार्पण पर्व पर मुझे उनका सान्निध्य मिला। उनका निधन समाज के लिए अपूरणीय क्षति…
— Narendra Modi (@narendramodi) June 22, 2024