Quoteભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે: પ્રધાનમંત્રી
Quoteતેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી પદો પર પણ સેવા આપી હતી, જેમણે વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી: પ્રધાનમંત્રી
Quoteઆપણા પ્રધાનમંત્રી તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, "ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંના એક, ડૉ. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે." પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. મનમોહન સિંહ એક સાધારણ પરિવારમાંથી આવીને એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. આપણા પ્રધાનમંત્રી તરીકે ડૉ. મનમોહન સિંહે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતા ડો. મનમોહન સિંહજીની ખોટ પર શોક વ્યક્ત કરે છે. સાધારણ પૃષ્ઠભૂમિમાંથી ઉભરીને, તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી પદો પર પણ સેવા આપી હતી, જેમણે વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમનો હસ્તક્ષેપ પણ ઘણો જ વ્યવહારિક હતો. આપણા પ્રધાનમંત્રી તરીકે તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા.

 

“ડૉ. મનમોહન સિંહજી જ્યારે પ્રધાનમંત્રી હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે નિયમિત રીતે વાતચીત કરતા હતા. અમે ગવર્નન્સ સંબંધિત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરતાં. તેમની શાણપણ અને નમ્રતા હંમેશા દેખાતી હતી.

દુઃખની આ ઘડીમાં મારી સંવેદના ડૉ. મનમોહન સિંહજીના પરિવાર, તેમના મિત્રો અને અસંખ્ય પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."

 

  • Jitendra Kumar March 09, 2025

    🙏🇮🇳
  • Adithya March 09, 2025

    🪷🪷🪷
  • Preetam Gupta Raja March 08, 2025

    जय श्री राम
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • kranthi modi February 22, 2025

    ram ram modi ji🚩🙏
  • Vivek Kumar Gupta February 13, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta February 13, 2025

    नमो ...........................🙏🙏🙏🙏🙏
  • Bhushan Vilasrao Dandade February 10, 2025

    जय हिंद
  • Dr Mukesh Ludanan February 08, 2025

    Jai ho
  • Suraj lasinkar February 08, 2025

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission