પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી દુર્ઘટનામાં થયેલી દુ:ખદ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"હિમાચલ પ્રદેશના ઉનામાં એક ફેક્ટરીમાં થયેલ અકસ્માત દુઃખદ છે. આમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે, હું અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું: PM"
"PMNRF તરફથી હિમાચલ પ્રદેશમાં ફેક્ટરી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને દરેકને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM"