પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પ્રત્યેક લોકોના નજીકના સ્વજનને રૂ. 2 લાખ અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50000ની આર્થિક સહાય આપવાની ઘોષણા પણ કરી છે.
પીએમઓ દ્વારા કરાયેલા શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ કહ્યું,
“હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. તેમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઈલાજની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હું તેઓ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરૂં છું. PM @narendramodi
હિમાચલ પ્રદેશના કિન્નૌરની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના નજીકના પરિજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50000 આપવામાં આવશે. PM @narendramodi
हिमाचल प्रदेश के किन्नौर में भूस्खलन से हुआ हादसा अत्यंत दुखद है। इसमें जान गंवाने वाले लोगों के परिजनों के प्रति मेरी हार्दिक संवेदनाएं। दुर्घटना में घायल हुए लोगों के इलाज की पूरी व्यवस्था की जा रही है। मैं उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2021