પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“મધ્યપ્રદેશના ડિંડોરીમાં જે માર્ગ અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. આ સાથે જ હું ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ સહાય કરવા તત્પર છે: PM @narendramodi. ”
मध्य प्रदेश के डिंडोरी में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं सभी घायल लोगों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव…
— PMO India (@PMOIndia) February 29, 2024