પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.
કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ લખ્યું;
"કુવૈત શહેરમાં આગની દુર્ઘટના દુઃખદ છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને મદદ કરવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.”
The fire mishap in Kuwait City is saddening. My thoughts are with all those who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest. The Indian Embassy in Kuwait is closely monitoring the situation and working with the authorities there to assist… https://t.co/cb7GHN6gmX
— Narendra Modi (@narendramodi) June 12, 2024