પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પર બસ-ટેન્કરની ટક્કરમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ ભોગ બનનારાઓ માટે પ્રાઈમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)માંથી આર્થિક સહાય પણ મંજૂર કરી છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું;
“રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પર બસ-ટેન્કરની ટક્કરમાં લોકોએ જીવ ગુમાવ્યા એ દુઃખદાયક છે. આ શોકગ્રસ્ત સ્થિતિમાં, મારી સંવેદનાઓ વ્યથિત પરિવારો સાથે છે.
હું પ્રાર્થના કરૂં છું કે ઘાયલો ત્વરિત સ્વસ્થતા પ્રાપ્ત કરેઃ PM @narendramodi
રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પરના અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા છે એ પ્રત્યેકના પરિજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50,000 આપવામાં આવશે. PM @narendramodi”
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who lost their lives due to the accident at the Barmer-Jodhpur Highway in Rajasthan. The injured would be given Rs. 50,000 each: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 10, 2021