પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“દતિયામાં થયેલો માર્ગ અકસ્માત હૃદયદ્રાવક છે. આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છેઃ પ્રધાનમંત્રી મોદી.
“દતિયા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાનો એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi
दतिया में हुआ सड़क हादसा हृदयविदारक है। इस दुर्घटना में जिन्होंने अपनों को खोया है, उनके परिजनों के प्रति मेरी शोक-संवेदनाएं। घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन राहत और बचाव के काम में पूरी तत्परता से जुटा है: PM Modi
— PMO India (@PMOIndia) June 28, 2023
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of those who lost their lives in the mishap in Datia. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 28, 2023