પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીએનએના વરિષ્ઠ નેતા આર. સમ્પંથનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
શ્રી મોદીએ કહ્યું કે આર. સમ્પંથનને શ્રીલંકાના તમિલ નાગરિકો માટે શાંતિ, સુરક્ષા, સમાનતા, ન્યાય અને સન્માનનું જીવન મળે તે માટે અથાક પ્રયાસો કર્યા.
પ્રધાનમંત્રીએ એક X પોસ્ટમાં કહ્યું;
“ટીએનએના વરિષ્ઠ નેતા આર. સમ્પંથનના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની સાથે થયેલી મુલાકાતની યાદો હંમેશા યાદ રહેશે. તેમણે શ્રીલંકાના તમિલ નાગરિકો માટે શાંતિ, સલામતી, સમાનતા, ન્યાય અને ગૌરવનું જીવન મળી રહે તે માટે અથાક પ્રયાસો કર્યા. શ્રીલંકા અને ભારતમાં તેના મિત્રો અને અનુયાયીઓ તેમને ખૂબ જ યાદ કરશે.”
My deepest condolences to the family and friends of veteran TNA leader R. Sampanthan. Will always cherish fond memories of meetings with him. He relentlessly pursued a life of peace, security, equality, justice and dignity for the Tamil nationals of Sri Lanka. He will be deeply… pic.twitter.com/vMLPFaofyK
— Narendra Modi (@narendramodi) July 1, 2024