પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વાકાયામા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનેલી હિંસક ઘટનાની નિંદા કરી છે જ્યાં જાપાનના પ્રધાનમંત્રી શ્રી ફુમિયો કિશિદા હાજર હતા.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"જાપાનના વાકાયામા ખાતે એક સાર્વજનિક કાર્યક્રમમાં હિંસક ઘટના વિશે જાણ્યું જ્યાં મારા મિત્ર PM @Kishida230 હાજર હતા. તેઓ સુરક્ષિત છે તેનાથી રાહત મળી. તેમની સતત સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. ભારત હિંસાના તમામ કૃત્યોની નિંદા કરે છે."
Learnt of a violent incident at a public event at Wakayama in Japan where my friend PM @Kishida230 was present. Relieved that he is safe. Praying for his continued well-being and good health. India condemns all acts of violence.
— Narendra Modi (@narendramodi) April 15, 2023