પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતનાં ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી અને ટ્રસ્ટની કામગીરી સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર ચર્ચા થઈ હતી.
તેમણે એવી પણ સમીક્ષા કરી છે કે, મંદિર સંકુલને અત્યાધુનિક ટેકનોલોજી કેવી રીતે લાભ આપી શકે છે, જેથી યાત્રાધામનો અનુભવ વધુ યાદગાર બની રહે.
પ્રધાનમંત્રીએ એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે,;
"ગાંધીનગરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. મંદિર સંકુલ માટે આપણે કેવી રીતે નવીનતમ તકનીકનો લાભ લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી યાત્રાનો અનુભવ વધુ યાદગાર બને. ટ્રસ્ટ દ્વારા લેવામાં આવતા વિવિધ પર્યાવરણને અનુકૂળ પગલાઓની પણ સમીક્ષા કરી હતી. "
Chaired a meeting of the Shree Somnath Trust in Gandhinagar. We discussed various aspects relating to the working of the Trust. Reviewed how we can leverage latest technology for the Temple complex so that the pilgrimage experience will be even more memorable. Also took stock of… pic.twitter.com/A21iyVg1qo
— Narendra Modi (@narendramodi) October 30, 2023