પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાં ઓક્સિજન વૃદ્ધિ અને પ્રાપ્યતાની પ્રગતિની સમીક્ષા કરી.
અધિકારીઓએ પ્રધાનમંત્રીને દેશભરમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાની પ્રગતિ વિશે માહિતી આપી. દેશભરમાં ૧00૦૦થી વધુ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ આવી રહ્યા છે, જેમાં પીએમ કેર તેમજ વિવિધ મંત્રાલયો અને પીએસયુનું યોગદાન શામેલ છે.
દેશના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં પીએમ કેર્સના યોગદાનથી પીએસએ ઓક્સિજન પ્લાન્ટ્સ આવી રહ્યા છે. પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યું હતું કે એકવાર પીએમ કેર્સ દ્વારા આવતા પીએસએ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે, ત્યારે તે 4 લાખથી વધુ ઓક્સિજનયુક્ત પલંગોને માટે ઉપયોગી થશે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે આ પ્લાન્ટ્સ વહેલી તકે કાર્યરત કરવામાં આવે અને તે માટે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે. અધિકારીઓએ પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા કે તેઓ ઓક્સિજન પ્લાન્ટ્સના ઝડપી ટ્રેકિંગ અંગે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને ઓક્સિજન પ્લાન્ટ્સના સંચાલન અને જાળવણી અંગે હોસ્પિટલના કર્મચારીઓને પૂરતી તાલીમ મળે તે સુનિશ્ચિત કરવા કહ્યું તેમજ તેમણે દરેક જિલ્લામાં તાલીમબદ્ધ કર્મચારી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીઓને નિર્દેશ આપ્યો. અધિકારીઓએ તેમને માહિતી આપી કે નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલ એક તાલીમ મોડ્યુલ છે અને તેઓ દેશભરમાં લગભગ 8000 લોકોને તાલીમ આપવાનું લક્ષ્ય ધરાવે છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આપણે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે આ ઓક્સિજન પ્લાન્ટ્સની કામગીરી અને પ્રદર્શન પર નજર રાખવા માટે આઇઓટી જેવી અદ્યતન તકનીકની મદદ લેવી જોઈએ. અધિકારીઓએ પ્રધાનમંત્રીને ઓક્સિજન પ્લાન્ટ્સના પ્રભાવ પર નજર રાખવા માટે આઇઓટીનો ઉપયોગ કરી રહેલા પાયલટ વિશે માહિતગાર કર્યા હતા.
આ બેઠકમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, આરોગ્ય સચિવ, એમઓએચયુએ સચિવ અને અન્ય મહત્વપૂર્ણ અધિકારીઓ બેઠકમાં હાજર હતા.
Reviewed oxygen augmentation progress across the nation. Was briefed on installation of PSA Oxygen plants and using technology to track their performance. https://t.co/Z1NBGdKnLQ
— Narendra Modi (@narendramodi) July 9, 2021