પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 38મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામેલ કરીને પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર કાર્યાન્વયન માટે આઈસીટી આધારિત મલ્ટી-મોડેલ પ્લેટફોર્મ છે.
બેઠકમાં આઠ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. તેમાંથી ચાર પરિયોજનાઓ રેલવે મંત્રાલયની, બે વિદ્યુત મંત્રાલયની અને એક-એક માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલય તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયની હતી. લગભગ 50,000 કરોડ રૂપિયાના સંચયી ખર્ચવાળી આ પરિયોજનાઓ સાત રાજ્યો જેમકે ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરિયાણાને સંબંધિત છે.
અગાઉની 37 બેઠકોમાં, કુલ ખર્ચ રૂ. 14.39 લાખ કરોડના 297 પરિયોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.