પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ તેત્રીસમી વાર પ્રગતિ જે – પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે આઇસીટી આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો શામેલ છે તેમાં ક્રિયાપ્રતિક્રિયા આપી હતી.
આજની પ્રગતિ બેઠકમાં અનેક પ્રોજેક્ટ્સ, ફરિયાદો અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યા હતા તે રેલવે મંત્રાલય, MORTH, DPIIT અને પાવર મંત્રાલયના હતા. કુલ રૂ 1.41 લાખ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દાદરા અને નગર હવેલી સહિત દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી સંબંધિત હતા. પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારના સંબંધિત સચિવો અને રાજ્ય સરકારોના મુખ્ય સચિવોને કહ્યું કે તેઓ સમય પહેલા કામ પૂર્ણ થાય તેની ખાતરી કરે.
બેઠક દરમિયાન કોવિડ –19 અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ) ને લગતી ફરિયાદો લેવામાં આવી હતી. પીએમ સ્વનિધિ, કૃષિ સુધારણા અને નિકાસ કેન્દ્ર તરીકે જિલ્લાઓના વિકાસની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યોને રાજ્ય નિકાસ વ્યૂહરચના વિકસાવવા પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ફરિયાદ નિવારણના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે આવા નિવારણોના આંકડા પર જ નહીં, પરંતુ ગુણવત્તા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે એમ પણ ટીપ્પણી કરી કે સુધારણા ત્યારે જ ફાયદાકારક હોય છે જ્યારે કોઈ એક વ્યક્તિ તેનું અમલીકરણ કરે અને તે દેશના પરિવર્તન માટે આગળનો રસ્તો ચીંધે.
અગાઉની 32 બેઠકોમાં રૂ. 12.5 લાખ કરોડના કુલ 275 પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી છે, સાથે 47 કાર્યક્રમો / યોજનાઓ અને 17 ક્ષેત્રોમાં ફરિયાદો લેવામાં આવી હતી.