પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને પ્રવર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યની સમીક્ષા કરવા માટે CCS બેઠકની અધ્યક્ષતા કરી હતી.
પ્રધાનમંત્રીને સરહદી વિસ્તારોમાં તેમજ દરિયાઈ અને હવાઈ ક્ષેત્રમાં ભારતની સુરક્ષા સજ્જતાના નવીનતમ વિકાસ અને વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રીને યુક્રેનમાં ભારતના પડોશી દેશોના કેટલાક નાગરિકો સાથે ભારતીય નાગરિકોને બહાર લાવવા માટેના ઓપરેશન ગંગાની વિગતો સહિત યુક્રેનની નવીનતમ ઘટનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ નિર્દેશ આપ્યો હતો કે ખાર્કિવમાં મૃત્યુ પામેલા નવીન શેખરપ્પાના નશ્વર અવશેષોને પરત લાવવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવે.