પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય-L1 તેના ગંતવ્ય સ્થાને પહોંચતાં આનંદ વ્યક્ત કર્યો હતો.
આ સિદ્ધિને આપણા વૈજ્ઞાનિકોના સમર્પણનું પ્રમાણપત્ર ગણાવતા તેમણે કહ્યું કે અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખીશું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ
"ભારતે વધુ એક સીમાચિહ્ન બનાવ્યું છે. ભારતની પ્રથમ સૌર વેધશાળા આદિત્ય-L1 તેના ગંતવ્ય પર પહોંચે છે. તે સૌથી જટિલ અને અટપટા અવકાશ મિશનને સાકાર કરવામાં આપણા વૈજ્ઞાનિકોના અવિરત સમર્પણનો પુરાવો છે. હું આ અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં રાષ્ટ્રને સાથે જોડું છું. અમે માનવતાના લાભ માટે વિજ્ઞાનની નવી સીમાઓ પર આગળ વધવાનું ચાલુ રાખીશું."
India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…
— Narendra Modi (@narendramodi) January 6, 2024