પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 29 મે, 2021ના રોજ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ એવા બાળકોને મદદ કરવાનો હતો, જેમણે 11 માર્ચ, 2020થી શરૂ થયેલા ગાળા દરમિયાન કોવિડ-19 મહામારીમાં માતાપિતા બંને કે કાયદેસર સંરક્ષક કે દત્તક માતાપિતા કે જીવિત માતાપિતા ગુમાવી દીધા હોય. આ યોજનાનો આશય સાતત્યપૂર્ણ રીતે બાળકોની સઘન સારસંભાળ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે તથા તેમને હેલ્થ વીમાનું કવચ પ્રદાન કરવાનો, શિક્ષણ દ્વારા તેમને સક્ષમ બનાવવાનો અને 23 વર્ષની વય સુધી નાણાકીય મદદ સાથે આત્મનિર્ભર બનાવવા સહાય કરવાનો છે.
કેન્દ્રીય સ્તરે આ યોજનાની નોડલ એજન્સી મહિલા અને બાળવિકાસ મંત્રાલય હશે. રાજ્યમાં પ્રાદેશિક સ્તરે સ્થાપિત જુવેનાઇલ જસ્ટિસનું કામ કરતી રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારનો વિભાગ પ્રાદેશિક સ્તરે આ યોજનાના અમલ માટે નોડલ એજન્સી હશે. આ યોજનાના અમલ માટે જિલ્લા સ્તરે નોડલ ઓથોરિટી જિલ્લા મેજિસ્ટ્રેટ હશે.
આ યોજના ઓનલાઇન પોર્ટલ દ્વાર સુલભ છેઃ https://pmcaresforchildren.in.
આ પોર્ટલ 15.07.21ના રોજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રસ્તુત કરવામાં આવી છે તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પોર્ટલ પર લાયકાત ધરાવતા બાળકોની ઓળખ અને નોંધણી કરવાની સૂચના આપવામાં આવી છે. કોઈ પણ નાગરિક પોર્ટલ દ્વારા આ યોજના અંતર્ગત સહાયને પાત્ર કોઈ પણ બાળક સાથે સંબંધિત જાણકારી વહીવટીતંત્રને આપી શકે છે.