પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ત્રિપુરાના ચાના બગીચાના કામદાર શ્રી અર્જુન સિંહ, જેઓ પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા, નિઃશુલ્ક શૌચાલયના લાભાર્થી છે, તેમનું જીવન બદલાઈ ગયું, કારણ કે તેમણે 1.3 લાખ રૂપિયાની સહાયનો લાભ લીધા પછી કાચા ઘરથી પાકા મકાનમાં સ્થળાંતર કર્યું હતું અને ચુલ્હામાંથી ગેસ સ્ટવ પર સ્થળાંતરિત થયા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમનાં ગામ અને નજીકનાં વિસ્તારોમાં મોદી કી ગેરન્ટી કી ગાડી વિશેનાં ઉત્સાહ વિશે જાણકારી આપી હતી. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, લાભાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.