પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જે રીતે ઝુમોઈર અને ચાના બગીચાના કલ્ચર સાથે લોકોનો વિશેષ સંબંધ છે, તેવી જ રીતે તેઓ પણ આ જ પ્રકારનો સંબંધ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ઝુમોઈર નૃત્ય કરતા આટલી મોટી સંખ્યામાં કલાકારો એક વિક્રમ સર્જશે. વર્ષ 2023માં આસામની તેમની મુલાકાતને યાદ કરીને જ્યારે બિહુ નૃત્યની રજૂઆત કરતા 11,000 કલાકારોને જોડીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તેમના માટે અવિસ્મરણીય સ્મૃતિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ પ્રકારની રોમાંચક કામગીરીની અપેક્ષા રાખતા હતા. તેમણે આસામ સરકાર અને તેનાં મુખ્યમંત્રીને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આજનો દિવસ આસામ માટે ગર્વનો દિવસ છે, જેમાં ટી કોમ્યુનિટી અને આદિવાસી લોકો આ ઉજવણીમાં સહભાગી થયા છે. તેમણે આ ખાસ દિવસે દરેકને શુભકામનાઓ પાઠવી હતી.

 

|

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમો આસામનાં ગૌરવનો પુરાવો હોવાની સાથે ભારતની મહાન વિવિધતાને પણ પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, એક સમય હતો, જ્યારે વિકાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ આસામ અને ઉત્તરપૂર્વનાં દેશોની અવગણના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે તેઓ પોતે પૂર્વોત્તર સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ આસામનાં કાઝીરંગામાં રોકાનારા પ્રથમ પ્રધાનમંત્રી છે અને દુનિયામાં તેની જૈવવિવિધતાને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, થોડાં મહિના અગાઉ આસામી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, આ માન્યતાની ;eયુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે, જે તેમની સરકારનાં પ્રયાસોને આભારી છે.

 

|

આસામનાં ગૌરવ વિશે વાત કરતાં મુઘલો સામે આસામની સંસ્કૃતિ અને ઓળખનું રક્ષણ કરનાર બહાદુર યોદ્ધા લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં તેમનાં ટેબ્લોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આસામમાં લચિત બોરફૂકનની 125 ફૂટની કાંસાની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજની ધરોહરને વધાવવા માટે જનજાતીય ગૌરવ દિવસની શરૂઆતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી બહાદુરોનાં યોગદાનને અમર બનાવવા માટે દેશભરમાં આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના થઈ રહી છે.

 

|

તેમની સરકાર આસામનો વિકાસ કરી રહી છે અને 'ટી ટ્રાઈબ્સ' સમુદાયની સેવા કરી રહી છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ આસામ ચા નિગમનાં કામદારોને તેમની આવક વધારવા માટે બોનસની જાહેરાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ચાના બગીચાઓમાં આશરે 1.5 લાખ મહિલાઓને આપવામાં આવતી સહાય પર ભાર મૂક્યો હતો, જેમને ગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે રૂ. 15,000 મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત આસામ સરકાર ચાના બગીચાઓમાં 350થી વધારે આયુષ્યમાન આરોગ્ય મંદિરો પરિવારોના સ્વાસ્થ્ય માટે ખોલી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ટી ટ્રાઈબ્સનાં બાળકો માટે 100થી વધારે આદર્શ ચાનાં બગીચાની શાળાઓ ખોલવામાં આવી છે, જેમાં અન્ય 100 શાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ટી ટ્રાઈબ્સના યુવાનો માટે ઓબીસી ક્વોટામાં 3 ટકા અનામતની જોગવાઈ અને આસામ સરકાર દ્વારા આપવામાં આવતી સ્વરોજગારી માટે ₹25,000ની સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ચા ઉદ્યોગ અને એનાં કામદારોનો વિકાસ આસામનાં સંપૂર્ણ વિકાસને વેગ આપશે અને પૂર્વોત્તરને નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે તમામ સહભાગીઓને તેમના આગામી પ્રદર્શન માટે આભાર માન્યો અને તેમને શુભેચ્છા પાઠવી.

 

|

આ કાર્યક્રમમાં આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, આસામના મુખ્યમંત્રી શ્રી હિમંત બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રીઓ ડૉ. એસ. જયશંકર, શ્રી સર્બાનંદ સોનોવાલ, ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી પવિત્ર માર્ગેરીતા સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

 

|

પાર્શ્વ ભાગ

ઝુમોઇર બિનંદિની (મેગા ઝુમોઇર) 2025, એક અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ છે જેમાં 8,000 કલાકારો ઝુમોઇર નૃત્યમાં ભાગ લે છે, જે આસામના ટી ટ્રાઈબ્સ અને આદિવાસી સમુદાયોનું લોકનૃત્ય છે જે સમાવેશીતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને મૂર્તિમંત કરે છે, અને આસામના સમન્વયાત્મક સાંસ્કૃતિક મિશ્રણનું પ્રતીક છે. મેગા ઝુમોઇર કાર્યક્રમ ચા ઉદ્યોગના 200 વર્ષ અને આસામમાં ઔદ્યોગિકીકરણના 200 વર્ષનું પણ પ્રતીક છે.

 

|
|

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi’s reforms yields a billion tonne of domestic coal for firing up India growth story

Media Coverage

PM Modi’s reforms yields a billion tonne of domestic coal for firing up India growth story
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reaffirms commitment to Water Conservation on World Water Day
March 22, 2025

The Prime Minister, Shri Narendra Modi has reaffirmed India’s commitment to conserve water and promote sustainable development. Highlighting the critical role of water in human civilization, he urged collective action to safeguard this invaluable resource for future generations.

Shri Modi wrote on X;

“On World Water Day, we reaffirm our commitment to conserve water and promote sustainable development. Water has been the lifeline of civilisations and thus it is more important to protect it for the future generations!”