Releases book 'Lachit Borphukan - Assam's Hero who Halted the Mughals'
“Lachit Borphukan's life inspires us to live the mantra of 'Nation First'”
“Lachit Borphukan's life teaches us that instead of nepotism and dynasty, the country should be supreme”
“Saints and seers have guided our nation since time immemorial”
“Bravehearts like Lachit Borphukan showed that forces of fanaticism and terror perish but the immortal light of Indian life remains eternal”
“The history of India is about emerging victorious, it is about the valour of countless greats”
“Unfortunately, we were taught, even after independence, the same history which was written as a conspiracy during the period of slavery”
“When a nation knows its real past, only then it can learn from its experiences and treads the correct direction for its future. It is our responsibility that our sense of history is not confined to a few decades and centuries”
“We have to make India developed and make Northeast, the hub of India’s growth”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે - 'લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ'. પુસ્તકનું વિમોચન કર્યું

અજાણ્યા નાયકોને યોગ્ય રીતે સન્માનિત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, આજનો અવસર આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીના સન્માન માટે ઉજવવામાં આવે છે, જેમણે મુઘલોને હરાવ્યા હતા અને સફળતાપૂર્વક વિજય મેળવ્યો હતો. ઔરંગઝેબ હેઠળ મુઘલોની સતત વિસ્તરી રહેલી મહત્વાકાંક્ષાઓને અટકાવી હતી.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ વીર લચિત જેવા બહાદુર પુત્રો આપનાર આસામની ભૂમિ માટે તેમનો આદર વ્યક્ત કરીને શરૂઆત કરી. “અમે શૂરવીર લચિત બોરફૂકનને તેમની 400મી જન્મજયંતી પર નમન કરીએ છીએ. તેમણે આસામની સંસ્કૃતિને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી,”એમ તેમણે કહ્યું

પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારત એવા સમયે લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે જ્યારે દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે." વીર લચિતના કારનામાને આસામના ઈતિહાસનો ગૌરવશાળી અધ્યાય ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારતની શાશ્વત સંસ્કૃતિ, શાશ્વત શૌર્ય અને શાશ્વત અસ્તિત્વના તહેવારના અવસર પર હું આ મહાન પરંપરાને વંદન કરું છું." પ્રધાનમંત્રીએ ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવા અને તેના વારસા પર ગર્વ લેવાના ભારતના મૂડનો પુનરોચ્ચાર કર્યો. ભારત માત્ર તેની સાંસ્કૃતિક વિવિધતાની જ ઉજવણી નથી કરી રહ્યું પરંતુ તેના ઇતિહાસના અજાણ્યા સંકલ્પોને પરિપૂર્ણ કરવાની પ્રેરણા છે. તેઓ આપણને આપણા ઈતિહાસની ઓળખ અને ગૌરવથી પરિચિત કરાવે છે અને આપણને રાષ્ટ્રને સમર્પિત કરવા પણ પ્રોત્સાહિત કરે છે”,એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું.

"માનવ અસ્તિત્વના હજાર વર્ષ જૂના ઈતિહાસમાં", પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે પૃથ્વી પર ચાલતી અનેક સંસ્કૃતિઓ હતી, જે ઘણી અવિનાશી લાગતી હતી, પરંતુ તે સમયનું ચક્ર હતું જેણે તેઓ ઘૂંટણિયે લાવ્યા હતા. અન્ય સંસ્કૃતિઓ અને ભારત વચ્ચેના તફાવતો દર્શાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ આજે આવી સંસ્કૃતિઓના અવશેષોના આધારે ઇતિહાસનું મૂલ્યાંકન કરે છે, પરંતુ ભારત જેણે ઇતિહાસમાં અણધારી પ્રતિકૂળતાઓનો સામનો કર્યો અને વિદેશી આક્રમણકારોના અકલ્પનીય આતંકનો સામનો કર્યો તે ઊર્જા અને ચેતના આજે પણ અમર છે. આવું એટલા માટે થયું કારણ કે જ્યારે પણ કોઈ કટોકટી આવે છે, ત્યારે તેનો સામનો કરવા માટે કોઈક વ્યક્તિત્વ ઉભરી આવે છે. યુગમાં, સંતો અને વિદ્વાનો ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખના રક્ષણ માટે આવ્યા હતા. લચિત બોરફૂકન જેવા બહાદુરોએ બતાવ્યું કે કટ્ટરતા અને આતંકની શક્તિઓ નાશ પામે છે પરંતુ ભારતીય જીવનનો અમર પ્રકાશ શાશ્વત રહે છે,એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આસામના ઈતિહાસ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતની સાંસ્કૃતિક યાત્રાના અમૂલ્ય વારસાનો છે. તે વિચાર અને વિચારધારા, સમાજ અને સંસ્કૃતિ અને માન્યતાઓ અને પરંપરાઓનું મિશ્રણ છે. આસામ અને પૂર્વોત્તરની ભૂમિની અજોડ બહાદુરી પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ભૂમિના લોકોએ અસંખ્ય પ્રસંગોએ તુર્ક, અફઘાન અને મુઘલોને ભગાડતા જોયા છે. મુઘલોએ ગુવાહાટી પર કબજો કર્યો હોવા છતાં, તે લચિત બોરફૂકન જેવા બહાદુરો હતા જેમણે મુઘલ સામ્રાજ્યના અત્યાચારી શાસકોની ચુંગાલમાંથી આઝાદી મેળવી હતી. સરાઈઘાટ ખાતે વીર લચિત બોરફૂકન દ્વારા બતાવવામાં આવેલ બહાદુરીનું કાર્ય માત્ર માતૃભૂમિ પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું ઉદાહરણ નહોતું પરંતુ તેમની પાસે સમગ્ર આસામ પ્રદેશને એક કરવાની શક્તિ પણ હતી જ્યાં દરેક નાગરિક જરૂર પડ્યે માતૃભૂમિની રક્ષા કરવા તૈયાર હતો. "લચિત બોરફૂકનની બહાદુરી અને નિર્ભયતા આસામની ઓળખ છે", એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.

"ભારતનો ઈતિહાસ માત્ર ગુલામીનો નથી", પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારતનો ઈતિહાસ વિજયી બનવાનો છે, તે અસંખ્ય મહાન લોકોની બહાદુરીનો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતનો ઈતિહાસ અભૂતપૂર્વ બહાદુરી અને હિંમત સાથે જુલમ સામે ઊભા રહેવાનો છે. “દુર્ભાગ્યવશ, આપણને આઝાદી પછી પણ એ જ ઈતિહાસ શીખવવામાં આવ્યો જે ગુલામીના સમયગાળામાં ષડયંત્ર તરીકે લખવામાં આવ્યો હતો. આઝાદી પછી, આપણને ગુલામ બનાવનારા વિદેશીઓના એજન્ડાને બદલવાની જરૂર હતી, જો કે, તેમ કરવામાં આવ્યું ન હતું”,એમ તેમણે કહ્યું. દેશના દરેક ભાગમાં જુલમ સામેના ઉગ્ર પ્રતિકારની વાર્તાઓને જાણી જોઈને દબાવી દેવામાં આવી હતી. "દમનના લાંબા સમયગાળા દરમિયાન જુલમ પર વિજયની અસંખ્ય વાર્તાઓ છે. તે ઘટનાઓને મુખ્ય પ્રવાહમાં ન આપવાની ભૂલ હવે સુધારવામાં આવી રહી છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના દિલ્હીમાં થઈ રહી છે તે હકીકત આ પરિવર્તનનું પ્રતિબિંબ છે.

પ્રધાનમંત્રીએ આસામ સરકારની તેના નાયકોના વારસાની ઉજવણી કરવા માટે પગલાં લેવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે આસામના નાયકોના સન્માન માટે મ્યુઝિયમ અને સ્મારક જેવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આવા પગલાથી યુવા પેઢીને બલિદાન અને બહાદુરીનો ઈતિહાસ જાણવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “લચિત બોરફૂકનનું જીવન આપણને 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને જીવવા માટે પ્રેરણા આપે છે. તેમનું જીવન આપણને સ્વથી ઉપર ઉઠવા અને રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવાની પ્રેરણા આપે છે. તેમનું જીવન આપણને શીખવે છે કે ભત્રીજાવાદ અને વંશવાદને બદલે દેશ સર્વોચ્ચ હોવો જોઈએ. વીર લચિત બોરફૂકનના જીવનનો દાખલો લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, "કોઈ વ્યક્તિ કે સંબંધ રાષ્ટ્રથી ઉપર નથી".

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે કોઈ રાષ્ટ્ર તેના વાસ્તવિક ભૂતકાળને જાણે છે, ત્યારે જ તે તેના અનુભવોમાંથી શીખી શકે છે અને તેના ભવિષ્ય માટે યોગ્ય દિશામાં આગળ વધી શકે છે. "તે આપણી જવાબદારી છે કે આપણી ઇતિહાસની સમજ થોડા દાયકાઓ અને સદીઓ સુધી સીમિત ન રહે", તેમ તેમણે કહ્યું હતું. ભારત રત્ન ભૂપેન હજારિકાની પંક્તિઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વારંવાર યાદ કરીને જ આપણે આવનારી પેઢીને ઈતિહાસનું સાચું ચિત્ર આપી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજના તર્જ પર લચિત બોરફૂકન પર એક ભવ્ય થિયેટર નાટક બનાવવા અને તેને દેશના ખૂણે ખૂણે લઈ જવાનું સૂચન કર્યું. આનાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના સંકલ્પને ખૂબ જ પ્રોત્સાહન મળશે. “આપણે ભારતને વિકસિત બનાવવું છે અને ઉત્તરપૂર્વને ભારતના વિકાસનું કેન્દ્ર બનાવવું છે. મને ખાતરી છે કે વીર લચિત બોરફુકનની 400મી જયંતિની ભાવના આપણા સંકલ્પને બળ આપશે અને રાષ્ટ્ર તેના લક્ષ્યો હાંસલ કરશે”, એમ જણાવી પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

સમારોહમાં આગમન બાદ, પ્રધાનમંત્રીએ વિજ્ઞાન ભવનના પશ્ચિમ પ્રાંગણમાં ચિત્રિત કરવામાં આવેલ ગ્રામીણ આસામ સેટ-અપનો નજારો લીધો અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય પરના પ્રદર્શનની મુલાકાત પણ લીધી ત્યારબાદ પ્રધાનમંત્રીએ દીપ પ્રગટ્ય કરી અને લચિત બોરફૂકનના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી.

આસામના રાજ્યપાલ, પ્રોફેસર જગદીશ મુખી, આસામના મુખ્યમંત્રી, ડૉ. હિમંતા બિસ્વા શર્મા, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, સંસદના સભ્યો, ન્યાયાધીશ (નિવૃત્ત) રંજન ગોગોઈ, શ્રી ટોપન કુમાર ગોગોઈ અને આસામ સરકારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીના સતત પ્રયાસ રહ્યા છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિ તરીકે ઉજવી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

લચિત બોર્ફૂકન (24મી નવેમ્બર 1622 - 25મી એપ્રિલ 1672) અસમના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ હતા જેમણે મુઘલોને હરાવ્યા હતા અને ઔરંગઝેબ હેઠળ મુઘલોની સતત વિસ્તરી રહેલી મહત્વાકાંક્ષાઓને સફળતાપૂર્વક અટકાવી હતી. લચિત બોરફૂકને 1671માં લડાયેલા સરાઈઘાટના યુદ્ધમાં આસામી સૈનિકોને પ્રેરણા આપી અને મુઘલોને કારમી અને અપમાનજનક હાર આપી. લચિત બોર્ફૂકન અને તેની સેનાની પરાક્રમી લડાઈ એ આપણા દેશના ઈતિહાસમાં પ્રતિકારના સૌથી પ્રેરણાદાયી લશ્કરી પરાક્રમોમાંનું એક છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”