પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 82મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર (લોકસભા અને રાજ્યસભા ગૃહના વહીવટી સંચાલકો)ની પરિષદના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તથા રાજ્યસભાના ઉપાઅધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત માટે લોકશાહી તે માત્ર એક સિસ્ટમ જ નથી. લોકશાહી આપણા સ્વભાવમાં અને ભારતમાં જીવનનો એક ભાગ છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે “આપણે દેશને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે, અમે આવનારા વર્ષોમાં અસામાન્ય લક્ષ્યાંક હાંસલ કરવાના છીએ. આ સંકલ્પો માત્ર ‘સબ કા પ્રયાસ’ દ્વારા જ પૂરા થઈ શકશે.” અને લોકશાહીમાં ભારતની સંઘીય વ્યવસ્થામાં તમામ રાજ્યોની ભૂમિકા 'સબકા પ્રયાસ'નો મોટો આધાર રહેલો છે. સબ કા પ્રયાસના મહત્વ વિશે વાત જારી રાખતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તે નોર્થ ઇસ્ટની દાયકાઓ જૂની સમસ્યાના ઉકેલ હોય અથવા તો દાયકાઓથી અટકી પડેલા વિકાસના તમામ મોટા પ્રોજેક્ટની સમસ્યા હોય પણ છેલ્લા કેટલાક વર્ષમાં દેશમાં આવા ઘણા કાર્યો પૂર્ણ થયા છે. આ તમામ કાર્યો દરેકના પ્રયાસને કારણે જ પૂરા થયા છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે કોરોનાની મહામારી સામેની લડત પણ ‘સબ કા પ્રયાસ’નું સૌથી મોટું ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી વિધાનસભાના ગૃહોની પરંપરાઓ અને પ્રણાલિઓ સ્વાભાવિકપણે જ ભારતીય હોવી જોઈએ. તેમણે સરકારની નીતિઓ અને કાનૂનને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભારતીય લાગણીઓથી મજબૂત કરવાની હાકલ કરી હતી. “ સૌથી મહત્વની બાબત એ છે કે ગૃહમાં આપણી પોતાની કાર્યશૈલી ભારતીય મૂલ્યો મુજબની હોવી જોઇએ. આ આપણી તમામની જવાબદારી છે.” તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણો દેશ વિવિધતાથી ભરેલો છે. “વિકાસના હજારો વર્ષમાં આપણને સમજાયું છે કે વિવિધતાની વચ્ચે એકતાનો ભવ્ય, દિવ્ય અને અખંડ પ્રવાહ વહે છે. એકતાનો આ અખંડ પ્રવાહ, આપણી વિવિધતાને વળગી રહે છે, તેનું જતન કરે છે.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે આપણે વર્ષમાં 3-4 દિવસ ગૃહમાં, જનપ્રતિનિધિઓ માટે, સમાજ માટે કાંઈક વિશેષ કરવા, તેમના સામાજિક જીવનના આ પાસાં વિશે દેશને જણાવી શકીએ છીએ.” તેમણે જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ સાથે મળીને સમાજના અન્ય લોકો પણ તેમનામાંથી ઘણું શીખી શકે છે.
પ્રધાનમંત્રીએ એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે ગુણવત્તાસભર ચર્ચા માટે અલગ સમય નક્કી કરી શકાય કે કેમ. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ચર્ચામાં ગૌરવ અને ગંભીરતાની પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. જ્યાં કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈ સામે રાજકીય કલંક લગાવતા નથી. તે ગૃહનો તંદુરસ્ત સમય હોવો જોઇએ અને એક સ્વસ્થ દિવસ હોવો જોઇએ.
પ્રધાનમંત્રીએ એક રાષ્ટ્ર એક ધારાસભા પ્લેટફોર્મનું સૂચન કર્યું હતું. “એક પોર્ટલ હોવું જોઇએ જે આપણી સંસદીય સિસ્ટમને માત્ર જરૂરી ટેકનોલોજિકલ વેગ જ નહીં આપે પરંતુ આપણા દેશના તમામ લોકશાહી એકમોને સાંકળવાનું કાર્ય પણ કરશે.” તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે આગામી 25 વર્ષ ભારત માટે અત્યંત મહત્વના છે. આ માટે તેમણે સાંસદોને એક મંત્રને અનુસરવાનો અનુરોધ કર્યો હતો ફરજ, ફરજ, ફરજ.
भारत के लिए लोकतन्त्र सिर्फ एक व्यवस्था नहीं है।
— PMO India (@PMOIndia) November 17, 2021
लोकतन्त्र तो भारत का स्वभाव है, भारत की सहज प्रकृति है: PM @narendramodi
हमें आने वाले वर्षों में, देश को नई ऊंचाइयों पर लेकर जाना है, असाधारण लक्ष्य हासिल करने हैं।
— PMO India (@PMOIndia) November 17, 2021
ये संकल्प ‘सबके प्रयास’ से ही पूरे होंगे।
और लोकतन्त्र में, भारत की संघीय व्यवस्था में जब हम ‘सबका प्रयास’ की बात करते हैं तो सभी राज्यों की भूमिका उसका बड़ा आधार होती है: PM
चाहे पूर्वोत्तर की दशकों पुरानी समस्याओं का समाधान हो,
— PMO India (@PMOIndia) November 17, 2021
दशकों से अटकी-लटकी विकास की तमाम बड़ी परियोजनाओं को पूरा करना हो,
ऐसे कितने ही काम हैं जो देश ने बीते सालों में किए हैं, सबके प्रयास से किए हैं।
अभी सबसे बड़ा उदाहरण हमारे सामने कोरोना का भी है: PM @narendramodi
हमारे सदन की परम्पराएँ और व्यवस्थाएं स्वभाव से भारतीय हों,
— PMO India (@PMOIndia) November 17, 2021
हमारी नीतियाँ, हमारे कानून भारतीयता के भाव को, ‘एक भारत, श्रेष्ठ भारत’ के संकल्प को मजबूत करने वाले हों,
सबसे महत्वपूर्ण, सदन में हमारा खुद का भी आचार-व्यवहार भारतीय मूल्यों के हिसाब से हो
ये हम सबकी ज़िम्मेदारी है: PM
हमारा देश विविधताओं से भरा है।
— PMO India (@PMOIndia) November 17, 2021
अपनी हजारों वर्ष की विकास यात्रा में हम इस बात को अंगीकृत कर चुके हैं कि विविधता के बीच भी, एकता की भव्य और दिव्य अखंड धारा बहती है।
एकता की यही अखंड धारा, हमारी विविधता को संजोती है, उसका संरक्षण करती है: PM
क्या साल में 3-4 दिन सदन में ऐसे रखे जा सकते हैं जिसमें समाज के लिए कुछ विशेष कर रहे जनप्रतिनिधि अपना अनुभव बताएं, अपने समाज जीवन के इस पक्ष के बारे में भी देश को बताएं।
— PMO India (@PMOIndia) November 17, 2021
आप देखिएगा, इससे दूसरे जनप्रतिनिधियों के साथ ही समाज के अन्य लोगों को भी कितना कुछ सीखने को मिलेगा: PM
हम Quality Debate के लिए भी अलग से समय निर्धारित करने के बारे में सोच सकते हैं क्या?
— PMO India (@PMOIndia) November 17, 2021
ऐसी डिबेट जिसमें मर्यादा का, गंभीरता का पूरी तरह से पालन हो, कोई किसी पर राजनीतिक छींटाकशी ना करे।
एक तरह से वो सदन का सबसे Healthy समय हो, Healthy Day हो: PM @narendramodi
मेरा एक विचार ‘वन नेशन वन लेजिस्लेटिव प्लेटफॉर्म’ का है।
— PMO India (@PMOIndia) November 17, 2021
एक ऐसा पोर्टल जो न केवल हमारी संसदीय व्यवस्था को जरूरी technological boost दे, बल्कि देश की सभी लोकतान्त्रिक इकाइयों को जोड़ने का भी काम करे: PM @narendramodi
अगले 25 वर्ष, भारत के लिए बहुत महत्वपूर्ण हैं।
— PMO India (@PMOIndia) November 17, 2021
इसमें हम एक ही मंत्र को चरितार्थ कर सकते हैं क्या - कर्तव्य, कर्तव्य, कर्तव्य: PM @narendramodi