માનનીય પ્રધાનમંત્રીએ 20-21 નવેમ્બર, 2021ના રોજ લખનૌ ખાતે 56મી DGsP/IGsP કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યો/UTsના 62 DGsP/IGsP અને CAPFs/CPOsના DGs એ લખનઉમાં હાજરી આપી હતી. દેશભરની IB કચેરીઓમાંથી વર્ચ્યુઅલ રીતે કોન્ફરન્સમાં વિવિધ રેન્કના 400થી વધુ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ પરિષદ દરમિયાન ચર્ચામાં ભાગ લીધો અને મૂલ્યવાન સૂચનો આપ્યા. કોન્ફરન્સના ભાગરૂપે, રાષ્ટ્રીય સુરક્ષાના મુખ્ય પાસાઓ જેમકે જેલ સુધારણા, આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, સાયબર-ક્રાઇમ્સ, નાર્કોટિક્સની હેરફેર, એનજીઓનું વિદેશી ભંડોળ, ડ્રોન સંબંધિત બાબતો, સરહદી ગામોનો વિકાસ વગેરે જેવા મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવા માટે - DGP sના વિવિધ કોર જૂથોની રચના કરવામાં આવી હતી.
આજે બપોરે કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ પોલીસ સંબંધિત તમામ ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને તેને સંસ્થાકીય શિક્ષણ પદ્ધતિ બનાવવા માટે કેસ સ્ટડી વિકસાવવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કોન્ફરન્સના હાઇબ્રિડ ફોર્મેટની પ્રશંસા કરી કારણ કે તે વિવિધ રેન્ક વચ્ચે મુક્ત પ્રવાહની માહિતીને મંજૂરી આપે છે. તેમણે આંતર-સંચાલિત તકનીકોના વિકાસનું સૂચન કર્યું જેનાથી સમગ્ર દેશમાં પોલીસ દળોને ફાયદો થશે. તેમણે ગ્રાસ રૂટ પોલીસિંગ જરૂરિયાતો માટે ભાવિ તકનીકોને અપનાવવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનના નેતૃત્વ હેઠળ ઉચ્ચ-શક્તિ પોલીસ તકનીકી મિશનની રચના કરવાનું આહ્વાન કર્યું હતું. સામાન્ય લોકોના જીવનમાં ટેક્નોલોજીના મહત્વને ટાંકીને પ્રધાનમંત્રીએ CoWIN, GeM અને UPIના ઉદાહરણો આપ્યા. તેમણે સામાન્ય લોકો, ખાસ કરીને કોવિડ પછી પોલીસના વલણમાં આવેલા સકારાત્મક પરિવર્તનની પ્રશંસા કરી. તેમણે લોકોના હિત માટે ડ્રોન ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે 2014 માં રજૂ કરાયેલ SMART પોલીસિંગ ખ્યાલની સમીક્ષા પર ભાર મૂક્યો અને પોલીસ દળોમાં તેના સતત પરિવર્તન અને સંસ્થાકીયકરણ માટે રોડમેપ વિકસાવવાનું સૂચન કર્યું. પોલીસ દ્વારા સામનો કરવામાં આવતા કેટલાક નિયમિત પડકારોનો સામનો કરવા માટે, તેમણે હેકાથોન દ્વારા તકનીકી ઉકેલો શોધવા માટે ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાનોને સામેલ કરવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ IB કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ એનાયત કર્યા હતા. પ્રથમ વખત, પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર, વિવિધ રાજ્યોના IPS અધિકારીઓએ સમકાલીન સુરક્ષા મુદ્દાઓ પર લેખો રજૂ કર્યા હતા, જેણે કોન્ફરન્સમાં વધુ મૂલ્ય ઉમેર્યું હતું.
અગાઉ, 19 નવેમ્બર, 2021ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે દેશના ત્રણ-શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોને ટ્રોફી એનાયત કરી હતી. ગૃહમંત્રીએ તમામ ચર્ચામાં ભાગ લીધો હતો અને તેમના મૂલ્યવાન સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.