સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી
"ચિત્રકૂટમાં આવવું એ મારા માટે અપાર ખુશીની વાત છે"
"સંતોના કાર્ય દ્વારા ચિત્રકૂટનો મહિમા અને મહત્વ શાશ્વત રહે છે"
"આપણું રાષ્ટ્ર કેટલાક મહાન લોકોની ભૂમિ છે, જેઓ તેમની વ્યક્તિગત જાતને ઓળંગી જાય છે અને વધુ સારા માટે પ્રતિબદ્ધ રહે છે"
"બલિદાન એ વ્યક્તિની સફળતા અથવા સંપત્તિને બચાવવાનો સૌથી અસરકારક માર્ગ છે"
"જેમ જેમ મને અરવિંદભાઈના કાર્ય અને વ્યક્તિત્વની જાણ થઈ તેમ તેમ મેં તેમના મિશન માટે ભાવનાત્મક જોડાણ વિકસાવ્યું"
"આજે દેશ આદિવાસી સમુદાયોની સુખાકારી માટે સંપૂર્ણ પહેલો હાથ ધરી રહ્યો છે."

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટની સ્થાપના પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે 1968માં કરી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજથી પ્રેરિત થયા હતા અને ટ્રસ્ટની સ્થાપનામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદભાઈ મફતલાલ આઝાદી પછીના ભારતના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક હતા, જેમણે દેશની વિકાસગાથામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંતોએ ચિત્રકૂટની દિવ્ય ભૂમિને ભગવાન રામ, દેવી સીતા અને ભગવાન લક્ષ્મણનું નિવાસસ્થાન ગણાવ્યું છે. શ્રી મોદીએ થોડા સમય અગાઉ શ્રી રઘુબીર મંદિર અને શ્રી રામ જાનકી મંદિરમાં દર્શન અને પૂજા કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હેલિકોપ્ટર મારફતે ચિત્રકૂટ જતા સમયે કામતગિરી પર્વતને શ્રદ્ધાંજલિ આપવાની વાત પણ કરી હતી અને પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે શ્રી રામ અને જાનકીનાં દર્શન, સંતોનાં માર્ગદર્શન અને શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓનાં નોંધપાત્ર પ્રદર્શન બદલ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ અનુભવ જબરજસ્ત છે અને શબ્દોથી પર છે. તેમણે તમામ શોષિત, વંચિત, આદિવાસી અને ગરીબો વતી સ્વ.શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના આયોજન બદલ શ્રી સદ્ગુરુ સેવા સંઘ ટ્રસ્ટનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જાનકીકુંડ ચિકિત્સાાલયની નવી ઉદ્ઘાટન થયેલી પાંખ લાખો ગરીબોને નવું જીવન આપશે તથા ગરીબોની સેવા કરવાની વિધિ આગામી સમયમાં વધારે લંબાઈ સુધી પહોંચશે. તેમણે સ્વ. શ્રી અરવિંદભાઈ મફતલાલના માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે અપાર સંતોષ અને ગર્વની ક્ષણ છે.

 

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, પરિવાર શ્રી અરવિંદ મફતલાલનાં કાર્યને આગળ વધારી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વિવિધ વિકલ્પો હોવા છતાં ચિત્રકૂટને શતાબ્દીના સ્થળ તરીકે પસંદ કરવાની ચેષ્ટાની નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ સંતોનાં કાર્યોથી શાશ્વત બનેલા ચિત્રકૂટનાં મહિમા અને મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના અંગત જીવનમાં તેમની પ્રેરણાનો સ્વીકાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજની પ્રસિદ્ધ યાત્રાને પણ યાદ કરી હતી. તેમણે સાત દાયકા પહેલા જ્યારે આ વિસ્તાર લગભગ સંપૂર્ણપણે જંગલોમાં આવરી લેવામાં આવ્યો હતો ત્યારે તેમની સામાજિક સેવાના ઉન્નત સ્વભાવ પર ટિપ્પણી કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે એવી ઘણી સંસ્થાઓની સ્થાપના કરી છે, જે આજે પણ માનવતાની સેવા કરી રહી છે. પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજે કુદરતી આપત્તિ વખતે કરેલી સાધનાને પણ યાદ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ આપણા રાષ્ટ્રની ગુણવત્તા છે, જે મહાન આત્માઓને જન્મ આપે છે, જેઓ પોતાની જાતથી આગળ વધીને સાર્વત્રિક બની જાય છે."

શ્રી મોદીએ પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજના માર્ગદર્શનમાં પોતાનું જીવન સમર્પિત કરી સેવાના સંકલ્પમાં પરિવર્તિત કરતાં સંતોની સંગતના મહિમાનું ઉદાહરણ તરીકે અરવિંદ મફતલાલના જીવનનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આ પ્રસંગે અરવિંદભાઈની પ્રેરણાને આત્મસાત કરવી જોઈએ. તેમણે અરવિંદ ભાઈનાં સમર્પણ અને પ્રતિભાને યાદ કરીને કહ્યું હતું કે, તેમણે જ દેશનો પ્રથમ પેટ્રોરસાયણ પ્રોજેક્ટ સ્થાપિત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઉદ્યોગ અને કૃષિમાં તેમના યોગદાન પર ભાર મૂક્યો હતો. સ્વ.શ્રી મફતલાલે પરંપરાગત કાપડ ઉદ્યોગની ગરિમાને પુનર્જીવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમના યોગદાન માટે તેઓ વૈશ્વિક સ્તરે જાણીતા હતા.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બલિદાન એ વ્યક્તિની સફળતા કે સંપત્તિનું સંરક્ષણ કરવાનો સૌથી અસરકારક માર્ગ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અરવિંદ ભાઈ મફતલાલે તેને એક મિશન બનાવ્યું છે અને તેમણે સમગ્ર જીવન દરમિયાન કામ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ, મફતલાલ ફાઉન્ડેશન, રઘુબીર મંદિર ટ્રસ્ટ, શ્રી રામદાસ હનુમાનજી ટ્રસ્ટ, જે જે ગ્રૂપ ઓફ હોસ્પિટલ્સ, બ્લાઇન્ડ પીપલ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓ આ જ સિદ્ધાંત સાથે કામ કરી રહી છે અને 'સેવા' અથવા સેવાનાં આદર્શોને આગળ ધપાવી રહી છે. તેમણે શ્રી રઘુબીર મંદિરનો ઉલ્લેખ કર્યો હતો, જે લાખો લોકોને ભોજન પીરસે છે અને લાખો સંતો માટે માસિક રાશનની વ્યવસ્થા કરે છે. તેમણે જાનકી ચિકિત્સાલયમાં હજારો બાળકોને શિક્ષણ પ્રદાન કરવા અને લાખો દર્દીઓની સારવારમાં ગુરુકુળનાં પ્રદાન વિશે પણ વાત કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આ ભારતની શક્તિનો પુરાવો છે, જે અવિરતપણે કામ કરવા માટે ઊર્જા પ્રદાન કરે છે." તેમણે ગ્રામીણ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને આપવામાં આવતી તાલીમ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ સદગુરુ નેત્ર ચિકિત્સાાલયને દેશ અને વિદેશમાં આંખની ટોચની હોસ્પિટલોમાં સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી તથા દર વર્ષે 12-પથારી ધરાવતી હોસ્પિટલથી 15 લાખ દર્દીઓની સારવાર માટે થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. કાશીમાં સંસ્થા દ્વારા સંચાલિત સ્વસ્થ દ્રષ્ટિ સમૃદ્ધિ કાશી અભિયાન વિશે પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વારાણસી અને તેની આસપાસ 6 લાખથી વધારે લોકોનાં ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ, જેમાં સર્જરી અને આંખનાં કેમ્પની મુલાકાત સામેલ છે. શ્રી મોદીએ સારવારનો લાભ લેનાર તમામ લોકો વતી સદગુરુ નેત્રા ચકિત્સાલયનો આભાર માનવાની તક ઝડપી લીધી હતી.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે સેવા માટે સંસાધનો મહત્ત્વપૂર્ણ છે, ત્યારે સમર્પણ સર્વોપરી છે. તેમણે શ્રી અરવિંદની જમીન પર કામ કરવાની ગુણવત્તાને યાદ કરી હતી તથા આદિવાસીઓની ભિલોડા અને દાહોદની કામગીરીને યાદ કરી હતી. શ્રી મોદીએ તેમની સેવા અને નમ્રતા માટે ઉત્સાહનું વર્ણન પણ કર્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "જેમ જેમ મને તેમના કાર્ય અને વ્યક્તિત્વની જાણકારી મળી તેમ તેમ મેં તેમના મિશન માટે ભાવનાત્મક જોડાણ વિકસાવ્યું છે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચિત્રકૂટ નાનાજી દેશમુખનું કાર્યસ્થળ છે અને આદિવાસી સમાજની સેવા કરવાનાં એમનાં પ્રયાસો તમામ માટે મોટી પ્રેરણા પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ તે આદર્શોને અનુસરીને આદિવાસી સમાજના કલ્યાણ માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યો છે અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી પર ઉજવવામાં આવતા જનજ્ઞાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આદિવાસી સમાજના યોગદાન અને વારસાને મહિમાવાન કરવા માટે આદિવાસી સંગ્રહાલયોના વિકાસ, આદિવાસી બાળકોના શિક્ષણ માટે એકલવ્ય નિવાસી શાળાઓ અને વન સંપદા અધિનિયમ જેવા નીતિગત નિર્ણયો વિશે પણ વાત કરી હતી. "આદિવાસી સમાજને અપનાવનારા ભગવાન શ્રી રામના આશીર્વાદ પણ આપણા આ પ્રયત્નો સાથે જોડાયેલા છે. આ આશીર્વાદ આપણને સંવાદી અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ દોરી જશે."

 

આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઇ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રી સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના ચેરમેનશ્રી શિવરાજસિંહ ચૌહાણ, શ્રી વિશદ પી મફતલાલ અને શ્રી રઘુબીર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી રૂપલ મફતલાલ ઉપસ્થિત રહ્યા હતા.

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."