મારું સદભાગ્ય છે કે આજે મને કાશીમાં અનેક વિવિધ કાર્યોનો શિલાન્યાસ કહો, લોકાર્પણ કહો, પ્રોત્સાહન કહો, તે અવસર મળ્યો છે. આજે એક દિવસમાં જ આશરે લગભગ ૨૧૦૦ કરોડ રૂપિયાના જુદા જુદા પ્રોજેક્ટ્સ કાશીને મળી રહ્યા છે. આજે ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટીએ ગરીબમાં ગરીબ પરિવારને પણ દવાખાનામાં સારી સારવાર મળે, તેના આરોગ્ય માટે આધુનિક સંસાધનોનો તેને લાભ મળે, આજે ઈએસઆઈસીના હોસ્પિટલનું આધુનિકરણ કરવું, પહેલા તેની જેટલી ક્ષમતા હતી તેના કરતા લગભગ બેગણી કરતા પણ વધારે કરવી, આધુનિકતાની સાથે ગરીબમાં ગરીબ સામાન્ય મજૂરી કરવાવાળી વ્યક્તિ, કારખાનામાં જિંદગી ગુજારનારી વ્યક્તિઓ, આવા લોકોને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થાય. તે માટે ભારત સરકારે આ સમગ્ર પ્રોજેક્ટને પોતાના હાથમાં લઈને અહીંના ગરીબ, મજૂરની સુવિધા વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અને મને વિશ્વાસ છે કે આ જે વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે, વિસ્તાર થઇ રહ્યો છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીને તેની સાથે જોડવાનો પ્રયાસ થઇ રહ્યો છે, તે આ ક્ષેત્રના આરોગ્યની દ્રષ્ટીએ એક નવું નજરાણું બની રહેશે.
હમણાં હું કાશી વિશ્વ વિદ્યાલયમાં ગયો હતો. ત્યાં એક કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટનો શિલાન્યાસ કર્યો. આ સમગ્ર ક્ષેત્રમાં કેન્સરની બીમારી હોય તો મુંબઈ જવું પડે છે. અને આપણે જાણીએ છીએ કે મુંબઈની અંદર હોસ્પિટલમાં કેટલા સમય પછી નંબર લાગે છે. મુંબઈમાં જે કેન્સરની હોસ્પિટલ છે તેવું જ, અને તેવી જ સુવિધાઓ સાથેની ઉત્તમથી ઉત્તમ સારવાર કરનારી હોસ્પિટલ ઉત્તર પ્રદેશમાં કેમ ના હોય. ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં હોય. જેનો લાભ પડોશમાં ઝારખંડ અને બિહારના લોકોને પણ મળે. એક ઘણો મોટો પ્રોજેક્ટ, જેનો શિલાન્યાસ આજે મેં કાશી વિશ્વ વિદ્યાલયના કાર્યક્રમમાં કર્યો છે. તે સમગ્ર ક્ષેત્રને તેનાથી ઘણો મોટો ફાયદો થવાનો છે. આપણે એ જાણીએ છીએ કે આરોગ્યના ક્ષેત્રમાં જાહેર ખાનગી ભાગીદારીનું મોડલ પણ એટલું જ મહત્વ ધરાવે છે. ખાનગી હોસ્પિટલ્સ પણ આ ક્ષેત્રમાં ઘણી મોટી સંખ્યામાં કામ કરી રહી છે. ભારતના જ સંતાન શ્રીમાન શેટ્ટીજી છે, તો કર્ણાટકના પણ વસી ગયા છે ગલ્ફ દેશોમાં. પણ તેમણે આરોગ્યના ક્ષેત્રમાં, હેલ્થના ક્ષેત્રમાં ઘણું વિસ્તારપૂર્વક તેમનું કામ કર્યું છે. અનેક જગ્યાએ તેમની હોસ્પિટલ ચાલે છે. તેઓ પણ કાશીથી આકર્ષાઈને પોતાની એક ખાનગી હોસ્પિટલ કાશીમાં ખોલવા જઈ રહ્યા છે. આજે મને તેનું પણ લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. ૫૦૦ પથરીની આટલી મોટી હોસ્પિટલ કાશીમાં બને એ કાશીને બહુ મોટું નજરાણું છે. ગરીબ બીમાર લોકો માટે ૫૦૦માંથી ૨૦૦ પથારીઓ તો સંપૂર્ણ રીતે ગરીબોને જ સમર્પિત હશે. બાકી જે ૩૦૦ પથારીઓ છે. તે સુપર સ્પેશિયાલિટી સેવાઓ માટે હશે. તો એક રીતે ગરીબોનું ભલું કરનારી જ હશે. અને આ ક્ષેત્રમાં આટલી મોટી હોસ્પિટલ બનવાના લીધે હજારો નવયુવાનોને નવી રોજગારી મળવાની સંભાવના ઉત્પન્ન થશે. આરોગ્ય સેક્ટરમાં કામ કરનારી સુવિધાનો વિકાસ થશે. પેરામેડીકલનો સ્ટાફ હોય, નર્સિંગનો સ્ટાફ હોય, હોસ્પિટલની સાચવણી થાય, તો એક ઘણા મોટા રોકાણને લીધે આ ક્ષેત્રને પણ લાભ થવાનો છે.
આજે જે પ્રોજેક્ટનો મેં શિલાન્યાસ કર્યો હતો, અને વર્તમાનમાં આપણા મંત્રી મહોદયા સ્મૃતિ ઈરાનીજી ઘણી મહેનત કરીને ઘણી ઝીણવટથી આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે તન તોડ મહેનતથી લાગેલા છે. અને તેમના નિરંતર પ્રયાસોનું પરિણામ છે કે આટલા ઓછા સમયમાં તેના પ્રથમ તબક્કાનું આજે ઉદ્ઘાટન કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હું સ્મૃતીજીને અને તેમની આખી ટીમને અને તેની પહેલા આ વિભાગના જે મંત્રી હતા ગંગવારજી તે સૌને હૃદય પૂર્વક ખુબ ખુબ અભિનંદન પાઠવું છું કે જે ઉત્તમ રીતનું કાર્ય થયું છે, જેટલી ઝડપથી કામ થયું છે, આજે નિર્ધારિત સમયમાં પ્રથમ તબક્કો, આજે આ કાશીના લોકોને માટે નથી, તે આખા વિસ્તાર માટે છે. આ રીતે કામ કરવાવાળા લોકોને આનો લાભ મળવાનો છે. કાશી એક યાત્રાધામ છે, પ્રવાસન સ્થળ પણ છે. ત્યાં આ પ્રકારની વ્યવસ્થા. કાશીની એક વૈશ્વિક ઓળખ બનાવવાનો એક ઘણો મોટો આધાર બની શકે તેમ છે. હવે કાશીમાં જે પણ લોકો આવે તેમને ત્યાં લઇ જવા જોઈએ. અહીંના રિક્ષાવાળાઓ હશે, અહીંના ટેકસીવાળાઓ હશે તેમને પણ ખબર હોવી જોઈએ. ત્યાં તેઓ જોઈ પણ શકે છે કે આ ક્ષેત્રના લોકોના હાથમાં કેવો કસબ છે. કેવી કેવી વસ્તુઓનું તેઓ નિર્માણ કરે છે. અને તેની એક વૈશ્વિક ઓળખાણ બને, ઉત્પાદનની પણ ઓળખ બને, પ્રક્રિયાની પણ ઓળખ બને. અને ભારતની આ મહાન વિરાસત કાશીના લોકોએ કઈ રીતે સંભાળીને રાખી છે તેની દુનિયાને જાણ થાય એ એક ઉત્તમ કાર્ય આ ટ્રેડ સેન્ટર, મ્યુઝિયમ જેના લીધે બન્યું છે. ગઈ કાલ રાતના કેટલાક ફોટા મને અહીંના લોકોએ મોકલ્યા હતા. એટલો અદભૂત નજારો લાગતો હતો કે કાશીની ધરતી ઉપર આવું પણ નિર્માણ કાર્ય થઇ શકે છે અને તે પણ આટલા ઓછા સમયમાં થઇ શકે છે. આ પ્રાચીન શહેરની સાથે આ આધુનિક ઈમારત પ્રાચીન કલા કારીગરીની સાથે આધુનિક ઓળખ. આવા એક શુભ યોગની સાથે આજે ટેકસટાઇલની દુનિયા, જે કાશીની એક વિશેષ ઓળખ છે, આંગળીઓના જોરે નરમાશપૂર્વક એક આખી નવી જ વસ્તુ નિર્માણ કરવાનું જે સામર્થ્ય આ ધરતીમાં છે તેને દુનિયા બહુ સારી રીતે જોશે, ઓળખશે.
આપણી પાસે જૂની પરંપરાના જે સાધનો રહેલા છે તેમાં પરિવર્તન જરૂરી હોય છે. ટેકનોલોજીકલ દખલગીરી જરૂરી હોય છે, સંશોધન જરૂરી હોય છે. આજે કેટલાક સાથીઓને હાથશાળના કામ માટે સહાયતા આપવાનો મને અવસર મળ્યો. અલગ અલગ નિર્માણ કાર્યમાં હાથશાળનો જે ઉપયોગ થાય છે, તેમાંથી આધુનિક ટેકનોલોજીના કારણે આધુનિક વ્યવસ્થાના કારણે તેમની સરળતા પણ વધશે, આવક પણ વધશે. તે વસ્તુઓમાં તેમાં ભાર મુકવાનો પ્રયાસ કર્યો છે. આખા દેશમાં આ ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને એક ઓળખપત્ર આપવાનું અભિયાન ચાલ્યું છે. આપણા દેશની પાસે આટલું મોટું સામર્થ્ય છે. પણ વિખેરાયેલું પડ્યું છે. નતો ક્યારેય તેના કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ થાય છે કે ક્યારેય તેની ઓળખ થાય છે. એક ખોવાયેલું આપણું સામર્થ્ય. તે પણ આપણી માટે કોઈ કોઈવાર ઘણા મોટા નુકસાનનું કારણ બની જતું હોય છે. અને જેની ઓળખ બની જાય છે તેની એક બ્રાન્ડ બની જાય છે, તો તેની કિંમત આપોઆપ વધી જતી હોય છે. શા માટે ભારતનો ગરીબમાં ગરીબ કે જેની પાસે કૌશલ્ય છે, હુન્નર છે, કામ કરવાની ધગશ છે તેની પોતાની પણ એક ઓળખ કેમ ના હોય, તેની આઇડેન્ટિટી શા માટે ના હોય? તે પોતે જ એક બ્રાન્ડ છે. આપણા દેશમાં આવું કામ કરવાવાળા કોટી કોટી લોકો પોતાનામાં જ એક બ્રાન્ડ છે. આ બ્રાન્ડ દુનિયાને હજુ સુધી આપણે બતાવી નથી શક્યા. આ ઓળખાણના માધ્યમથી તેમના સામર્થ્યને જાણવું, તેમના સામર્થ્યને પ્રોત્સાહન આપવું, આ જ ક્ષેત્રમાં વિકાસ કરવો હોય તો તાત્કાલિક કરી શકીએ છીએ કે ચાલો ભાઈ આ ઓળખમાં આટલા લોકો છે. તેમના માટે યોજના બનાવો. તેમના માટે અવસર આપો. એકદમથી તે કામને પ્રોત્સાહન મળી શકે છે. તો આધુનિક ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓની ઓળખ કરતા કરતા તેમના સામર્થ્યને ઢંઢોળતા, તેમનું બ્રાન્ડીંગ કરતા કરતા, આ જે ઓળખ પત્ર આપવાની યોજના છે તેનો પણ આજે મને અવસર મળ્યો છે. જે લોકો ચટ્ટાઈ બનાવનારા છે, તેમને આધુનિક નવી લૂમ જેની મદદથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન, એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉત્પાદન, જેના લીધે આપણી ચટ્ટાઈની નિકાસ કરવાની સુવિધા વધશે. અને ઉપયોગમાં તો આપણે ઉત્તમમાં પણ ઉત્તમ બનાવી શકીએ છીએ આ રીતે લૂમનો ઉપયોગ કરીને. અને ઉત્તમથી પણ ઉત્તમ વસ્તુઓ બનાવીને આપણે દુનિયાને આપી શકીએ છીએ. તેનું પણ આજે વિતરણ કરવાનો મને અવસર મળ્યો.
અહીં કેટલાક નવયુવાનો જેમને રમતગમતની કીટ આપવાનો મને અવસર મળ્યો છે, આમ તો આ પહેલવાનોની ધરતી છે, પણ જરૂરી છે કે રમતગમત એ આપણા દેશના નવયુવાનોના જીવનનો એક ભાગ બનવો જોઈએ. આપણા સમાજ જીવનનું ચરિત્ર બનવું જોઈએ. ખેલ છે તો જ આપણે ત્યાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય છે. સ્પોર્ટ્સમેન સ્પીરીટ બધાને ગમે છે. પરંતુ રમત વગર રમતની ખેલદિલી લાવવી શક્ય નથી હોતી. અને એટલા માટે રમતગમતને પ્રોત્સાહન આપવું, નવયુવાનોને અવસર આપવો, અને ભારતમાં જે સામર્થ્ય છે અને વિવધતા ભર્યું એક જ રમત સાથે નહીં, અનેક પ્રકારની રમતો છે, અનેક પ્રકારના કૌશલ્યો છે, તેમને વધારવાની દિશામાં અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. આજે મને ખુશી છે કે આપ સૌની વચ્ચે આવા અનેક વિવિધ પ્રોજેક્ટ્સ સમર્પિત કરવાનો મને અવસર મળ્યો છે. મને વિશ્વાસ છે કે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે, તે પ્રોજેક્ટ સમયમર્યાદામાં અને બની શકે તો સમયની પહેલા આપણે તેને પૂર્ણ કરીશું. અને અહીંની જનતા જનાર્દનની સેવામાં તેને સમર્પિત કરીશું. હું આપ સૌનો ખુબ ખુબ આભારી છું. ધન્યવાદ.
If someone is suffering from cancer, why should one go far for treatment. We decided a cancer research institute should come up here: PM
— PMO India (@PMOIndia) December 22, 2016
This land of Kashi is of spiritual importance and has tremendous tourism potential. It is also a trade centre: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 22, 2016
Let us make sports an essential part of our lives: PM @narendramodi in Varanasi
— PMO India (@PMOIndia) December 22, 2016