જન ઔષધી લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે પ્રધાનમંત્રી મોદીએ લોકોને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ અંગેની અફવાઓથી દૂર રહો અને આ સંબંધો તબીબોની સલાહનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે લોકોને કહ્યું હતું કે, કોઇની પણ સાથે હાથ મિલાવવાનું ટાળો અને “નમસ્તે” દ્વારા અભિવાદન કરો.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો નિષ્ણાત તબીબોની ટીમોની મદદથી આ વાઇરસને ફેલાતો રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ લોકોને કેટલાક સરળ પગલાં અનુસારવાની અપીલ કરી હતી જે નીચે મુજબ છે:
શક્ય હોય ત્યાં સુધી સામૂહિક મેળાવડાથી દૂર રહો.
સાબુથી એકદમ સારી રીતે હાથ ધોવા.
તમારા ચહેરા, નાક અને મોંને વારંવાર સ્પર્શવાનું ટાળો.
જો તમને સતત ઉધરસ કે છીંક આવે તો નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવો.
છીંક ખાતી વખતે અથવા ઉધરસ આવે ત્યારે અન્ય લોકો પર છાંટા ઉડે નહીં તેનું ધ્યાન રાખો.
માસ્ક, હાથ મોજાં પહેરો અને અન્ય લોકોથી દૂર રહો.
જો તમે માસ્ક પહેરો તો, માત્ર ચોખ્ખા હાથથી તેને બરાબર ગોઠવો.