પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમેરિકાના મહામહિમ રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર અમેરિકાની મુલાકાત માટે વોશિંગ્ટન ડીસી (22 સપ્ટેમ્બર 2021, સ્થાનિક સમય) પહોંચ્યા.
પ્રધાનમંત્રીનું અમેરિકાની સરકાર તરફથી સંચાલન અને સંસાધનોના નાયબ સચિવ શ્રી ટી.એચ. બ્રાયન મેકકેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
એન્ડ્રુઝ એરબેઝ પર પ્રવાસી ભારતીયો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
Landed in Washington DC. Over the next two days, will be meeting @POTUS @JoeBiden and @VP @KamalaHarris, Prime Ministers @ScottMorrisonMP and @sugawitter. Will attend the Quad meeting and would also interact with leading CEOs to highlight economic opportunities in India. pic.twitter.com/56pt7hnQZ8
— Narendra Modi (@narendramodi) September 22, 2021