પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર આજે સત્તાવાર મુલાકાતે બંદર સેરી બેગવાન પહોંચ્યા હતા.
ભારતીય પ્રધાનમંત્રી દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રીની ઐતિહાસિક મુલાકાત ભારત અને બ્રુનેઈ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 40મી વર્ષગાંઠ સાથે સુસંગત છે.
બંદર સેરી બેગવાનમાં આગમન પર, પ્રધાનમંત્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને બ્રુનેઈના વડા પ્રધાન કાર્યાલયમાં તેમના રાજવી પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાહ, ક્રાઉન પ્રિન્સ અને વરિષ્ઠ મંત્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્રુનેઈ ભારતની 'એક્ટ ઈસ્ટ' નીતિ અને ઈન્ડો-પેસિફિક વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને બ્રુનેઈ મૈત્રીપૂર્ણ સંબંધોનો આનંદ માણે છે જે દ્વિપક્ષીય અને બહુપક્ષીય મુદ્દાઓ પર પરસ્પર આદર અને સમજણ દ્વારા ચિહ્નિત થયેલ છે. બંને દેશો સહસ્ત્રાબ્દીમાં ફેલાયેલા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાથી જોડાયેલા છે.
Landed in Brunei Darussalam. Looking forward to strong ties between our nations, especially in boosting commercial and cultural linkages. I thank Crown Prince His Royal Highness Prince Haji Al-Muhtadee Billah for welcoming me at the airport. pic.twitter.com/azcZywzjCh
— Narendra Modi (@narendramodi) September 3, 2024
Tiba di Brunei Darussalam. Menantikan hubungan yang kukuh antara negara kita, terutamanya dalam meningkatkan hubungan komersial dan budaya. Saya berterima kasih kepada ialah Duli Yang Teramat Mulia Paduka Seri Pengiran Muda Mahkota Haji Al-Muhtadee Billah kerana mengalu-alukan… pic.twitter.com/3mzcb4PV3y
— Narendra Modi (@narendramodi) September 3, 2024