પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા બર્લિન પહોંચ્યા હતા, જ્યાં તેઓ જર્મન ચાન્સેલર સાથે વાતચીત કરશે અને અન્ય મુલાકાતોમાં ભાગ લેશે.
ટ્વિટર પર પીએમ મોદીએ કહ્યું, "બર્લિનમાં ઉતર્યા. આજે હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે વાતચીત કરીશ, બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરીશ અને એક કોમ્યુનિટી પ્રોગ્રામને સંબોધિત કરીશ. મને વિશ્વાસ છે કે આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેની મિત્રતાને વેગ આપશે."