પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ભારે વરસાદ તથા પૂરના લીધે જીવ ગુમાવનારા લોકોના નજીકના સ્વજન માટે રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. તેમણે ઈજાગ્રસ્તો માટે પણ રૂ. 50000ની સહાય મંજૂર કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટમાં કહ્યું, “PM @narendramodiએ મધ્યપ્રદેશના ભારે વરસાદ તથા પૂરના લીધે જીવ ગુમાવનારા દરેક લોકોના નજીકના સ્વજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને રૂ. 50000 આપવામાં આવશે.”
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to rains and floods in Madhya Pradesh. Rs. 50,000 would be given to the injured.
— PMO India (@PMOIndia) August 4, 2021