પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ GeM પ્લેટફોર્મ પર વિક્રેતાઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા બદલ બિરદાવ્યા છે.
GeM પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2022-2023 માટે 29મી નવેમ્બર 2022 સુધી રૂ. 1 લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્યને પાર કર્યું છે..
કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલની ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ઉત્તમ સમાચાર! @GeM_India ભારતના ઉદ્યોગસાહસિક ઉત્સાહને પ્રદર્શિત કરવા અને પારદર્શિતાને આગળ વધારવાની વાત આવે ત્યારે એક ગેમ ચેન્જર છે. આ પ્લેટફોર્મ પર તેમની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું અને અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરું છું."
Excellent news! @GeM_India is a game changer when it comes to showcasing India’s entrepreneurial zeal and furthering transparency. I laud all those who are displaying their products on this platform and urge others to do the same. https://t.co/O2gioaxxrL
— Narendra Modi (@narendramodi) November 29, 2022