પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન અમૃત સરોવરની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે જે ઝડપે દેશભરમાં અમૃત સરોવરનું નિર્માણ થઈ રહ્યું છે તે અમૃત કાળ માટેના આપણા સંકલ્પોમાં નવી ઊર્જા ભરવા જઈ રહ્યું છે.
એક ટ્વીટમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે માહિતી આપી હતી કે 40 હજારથી વધુ અમૃત સરોવર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે 15 ઓગસ્ટ 2023 સુધીમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય છે.
કેન્દ્રીય મંત્રીના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;
ખૂબ અભિનંદન! દેશભરમાં જે ઝડપે અમૃત સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે તે અમૃત કાળ માટેના આપણા સંકલ્પોમાં નવી ઊર્જાનો સંચાર કરશે."
बहुत-बहुत बधाई! जिस तेजी से देशभर में अमृत सरोवरों का निर्माण हो रहा है, वो अमृतकाल के हमारे संकल्पों में नई ऊर्जा भरने वाली है। https://t.co/fdox1ia77m
— Narendra Modi (@narendramodi) April 5, 2023