મહામહિમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના મિત્રો,

નમસ્તે!

સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.

તેમના પહેલા કાર્યકાળમાં અમે જે ઉત્સાહ, ઉર્જા અને જે પ્રતિબદ્ધતા સાથે સાથે કામ કર્યું હતું. તે જ ઉત્સાહ, એ જ ઉર્જા અને એ જ પ્રતિબદ્ધતા મને આજે પણ અનુભવાઈ છે. આજની ચર્ચાઓ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાનની આપણી સિદ્ધિઓ અને ઊંડા પરસ્પર વિશ્વાસ પ્રત્યે સંતોષનો સેતુ હતો. નવા લક્ષ્યો હાંસલ કરવાનો સંકલ્પ પણ હતો. અમારું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની એકતા અને સહયોગ એક યોગ્ય વિશ્વને બનાવવામાં આકાર આપી શકે છે.

 

|

મિત્રો,

અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, "મેક અમેરિકા ગ્રેટ અગેઇન" અથવા "MAGA" થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047માં વિકસિત ભારતનો સંકલ્પ લઈને વારસો અને વિકાસના માર્ગ પર ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે.

અમેરિકન ભાષામાં જણાવું તો, વિકસિત ભારતનો અર્થ થાય છે મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન એટલે કે "મીગા" છે. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે "માગા" પ્લસ "મીગા", ત્યારે તે બને છે - "મેગા" એટલે કે સમૃદ્ધિ માટેની ભાગીદારી. અને આ જ મેગા સ્પીરીટ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.

મિત્રો,

આજે આપણે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધુ વધારીને $500 બિલિયન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમારી ટીમો ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરશે.

ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે ઓઈલ અને ગેસના વેપાર પર ભાર મૂકીશું. ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ વધશે. પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં અમે નાના મોડ્યુલર રિએક્ટર્સ તરફ સહયોગ વધારવા વિશે પણ વાત કરી હતી.

મિત્રો,

ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના ટ્રાન્સફર તરફ સક્રિયપણે આગળ વધી રહ્યા છીએ.

 

|

આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને સાધનો આપણી ક્ષમતાઓમાં પણ વધારો કરશે. અમે ઓટોનોમસ સિસ્ટમ્સ ઇન્ડસ્ટ્રી એલાયન્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

આગામી દાયકા માટે સંરક્ષણ સહયોગ માળખું બનાવવામાં આવશે. સંરક્ષણ આંતર-કાર્યક્ષમતા, લોજિસ્ટિક્સ, સમારકામ અને જાળવણી પણ તેના મુખ્ય ભાગો હશે.

મિત્રો,

એકવીસમી સદી ટેકનોલોજી આધારિત સદી છે. લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખતા દેશો વચ્ચે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગાઢ સહયોગ સમગ્ર માનવતાને નવી દિશા, શક્તિ અને તક આપી શકે છે.

ભારત અને અમેરિકા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ, બાયોટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં સાથે મળીને કામ કરશે.

આજે આપણે TRUST એટલે કે ટ્રાન્સફોર્મિંગ રિલેશનશિપ યુટિલાઈઝીંગ સ્ટ્રેટેજીક ટેક્નોલોજી પર સંમત થયા છીએ. આ અંતર્ગત ક્રિટિકલ મિનરલ, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકવામાં આવશે. લિથિયમ અને રેયર અર્થ જેવા વ્યૂહાત્મક ખનિજો માટે પુનઃપ્રાપ્તિ અને પ્રક્રિયા પહેલ શરૂ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અવકાશના ક્ષેત્રમાં અમારો અમેરિકા સાથે ગાઢ સહયોગ રહ્યો છે. "ઇસરો" અને "નાસા"ના સહયોગથી બનેલ "NISAR" ઉપગ્રહ ટૂંક સમયમાં ભારતીય લોન્ચ વ્હીકલ પર અંતરિક્ષમાં ઉડાન ભરશે.

મિત્રો,

ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી લોકશાહી અને લોકતાંત્રિક મૂલ્યો અને પ્રણાલીઓને મજબૂત બનાવે છે. આપણે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીશું. આમાં QUADની ખાસ ભૂમિકા રહેશે.

 

|

મિત્રો,

આ વર્ષે ભારતમાં યોજાનારી QUAD સમિટમાં અમે ભાગીદાર દેશો સાથે નવા ક્ષેત્રોમાં સહયોગ વધારીશું. "આઈ-મેક" અને "આઈ-ટુ-યુ-ટુ" હેઠળ આપણે આર્થિક કોરિડોર અને કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાથે મળીને કામ કરીશું.
આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા મજબૂતીથી સાથે ઉભા રહ્યા છે. અમે સંમત છીએ કે સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે.
હું રાષ્ટ્રપતિનો આભારી છું કે તેમણે 2008માં ભારતમાં નરસંહાર કરનાર ગુનેગારને હવે ભારતને સોંપવાનો નિર્ણય લીધો છે. ભારતીય અદાલતો યોગ્ય પગલાં લેશે.

મિત્રો,

અમેરિકામાં રહેતો ભારતીય સમુદાય આપણા સંબંધોમાં એક મહત્વપૂર્ણ કડી છે. આપણા લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે, અમે ટૂંક સમયમાં લોસ એન્જલસ અને બોસ્ટનમાં ભારતના નવા કોન્સ્યુલેટ ખોલીશું.

 

|

અમે અમેરિકન યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને ભારતમાં ઓફશોર કેમ્પસ ખોલવા આમંત્રણ આપ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ,

તમારી મિત્રતા અને ભારત પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતા બદલ હું તમારો આભાર માનું છું. ભારતના લોકો હજુ પણ તમારી 2020ની મુલાકાત યાદ કરે છે, અને આશા રાખે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર તેમની મુલાકાત લેશે.

140 કરોડ ભારતીયો વતી હું તમને ભારત આવવાનું આમંત્રણ આપું છું.

ખૂબ ખૂબ આભાર.

 

  • Ravi Dhakad March 25, 2025

    🚩🚩🚩
  • Jitendra Kumar March 18, 2025

    🙏🇮🇳
  • ABHAY March 15, 2025

    नमो सदैव
  • Vivek Kumar March 08, 2025

    Jai shree ram
  • கார்த்திக் March 03, 2025

    Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🚩Jai Shree Ram🙏🏻
  • Dinesh sahu March 03, 2025

    पहली अंजली - बेरोजगार मुक्त भारत। दूसरी अंजली - कर्ज मुक्त भारत। तीसरी अंजली - अव्यवस्था मुक्त भारत। चौथी अंजली - झुग्गी झोपड़ी व भिखारी मुक्त भारत। पांचवी अंजली - जीरो खर्च पर प्रत्याशी का चुनाव हो और भ्रष्टाचार से मुक्त भारत। छठवीं अंजली - हर तरह की धोखाधड़ी से मुक्त हो भारत। सातवीं अंजली - मेरे भारत का हर नागरिक समृद्ध हो। आठवीं अंजली - जात पात को भूलकर भारत का हर नागरिक एक दूसरे का सुख दुःख का साथी बने, हमारे देश का लोकतंत्र मानवता को पूजने वाला हो। नवमीं अंजली - मेरे भारत की जन समस्या निराकण विश्व कि सबसे तेज हो। दसमी अंजली सौ फ़ीसदी साक्षरता नदी व धरती को कचड़ा मुक्त करने में हो। इनको रचने के लिये उचित विधि है, सही विधान है और उचित ज्ञान भी है। जय हिंद।
  • अमित प्रेमजी | Amit Premji March 03, 2025

    nice👍
  • Gurivireddy Gowkanapalli March 03, 2025

    jaisriram
  • Vivek Kumar Gupta March 01, 2025

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Dheeraj Thakur February 28, 2025

    जय श्री राम जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2025
March 26, 2025

Empowering Every Indian: PM Modi's Self-Reliance Mission