પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી સાથે જોગબની-વિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)નું ઉદઘાટન કર્યુ હતું.
જોગબની-વિરાટનગરએ બંને દેશ વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે. આ ICPને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી છે.
જોગબની-વિરાટનગર ખાતે આ બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું નિર્માણ ભારત-નેપાળ સરહદ પર વેપાર અને લોકોના અવર-જવરને સુગમ બનાવવા માટે ભારતની સહાયતાથી કરવામાં આવ્યું છે.
બંને પ્રધાનમંત્રીઓએ વીડિયો કોન્ફરન્સ મારફતે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘ભારત નેપાળના સર્વાંગી વિકાસમાં ભારત વિશ્વસનિય ભાગીદારની ભૂમિકા ભજવતું આવ્યું છે.’
તેમણે જણાવ્યું હતું કે, ‘પડોશી પ્રથમ એ મારી સરકારની મુખ્ય નીતિ રહી છે અને સરહદપારના જોડાણમાં સુધારો કરવો તેનું એક મહત્વપૂર્ણ પાસું છે.’
શ્રી મોદીએ કહ્યું હતું કે, સરહદી જોડાણનો મુદ્દો ત્યારે વધારે મહત્વપૂર્ણ બની જાય છે જ્યારે વાત ભારત અને નેપાળને લગતી હોય, કારણ કે આપણા સંબંધો માત્ર પડોશી તરીકેના નથી પરંતુ ઇતિહાસ અને ભૂગોળે આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ, પરિવારો, ભાષા, વિકાસ અને ઘણી અન્ય બાબતોથી જોડ્યા છે. મારી સરકાર તમામ મૈત્રીપૂર્ણ દેશો સાથે સારી પરિવહન સુવિધાઓને વિકસિત કરવા માટે અને તેનાથી વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે ક્ષેત્રે સંબંધોનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત નેપાળમાં સરહદ પારના વિસ્તારને જોડતી પરિયોજનાઓ, માર્ગ, રેલવે અને ટ્રાન્સમિશન લાઇન્સની પરિયોજનાઓ પર કામ કરી રહ્યું છે.
બંને પ્રધાનમંત્રીઓ આ સાથે જ નેપાળમાં ભૂકંપ બાદ ભારતની મદદથી શરૂ કરવામા આવેલા આવાસોની પુર્નનિર્માણ પરિયોજનામાં થયેલી નોંધપાત્ર પ્રગતિના સાક્ષી બન્યા હતા.
નેપાળમાં 2015માં આવેલા ભૂકંપની વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યુ હતું કે, ‘ભારતે રાહત અને બચાવ અભિયાનમાં સૈથી પહેલા પ્રતિભાવ આપવાની ભૂમિકા ભજવી હતી અને હવે નેપાળના પુર્નનિર્માણમાં પોતાના મિત્રની સાથે તે ખભેથી ખભે મિલાવીને ઉભું છે.’
ગોરખા અને નુવાકોટ જિલ્લામાં 50,000 ઘરોનું નિર્માણ કરવાની ભારતે વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા પૈકી 45,000 ઘરોનું નિર્માણ સંપન્ન થઇ ચૂક્યુ છે.
આ પ્રસંગે નેપાળના પ્રધાનમંત્રી શ્રી. કે.પી. શર્મા ઓલીએ ભારતનો તેના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.
सबसे पहले ओली जी और नेपाल में हमारे सभी मित्रों को नववर्ष 2020 की शुभकामनाएं देता हूं: PM @narendramodi pic.twitter.com/Xyg1dc6cb6
— PMO India (@PMOIndia) January 21, 2020
Neighborhood में सारे मित्र देशों के साथ आवागमन को सरल और सुचारू बनाने, और हमारे बीच व्यापार, संस्कृति, शिक्षा, इत्यादि क्षेत्रों में संपर्क को और सुगम बनाने के लिए भारत प्रतिबद्ध है: PM @narendramodi pic.twitter.com/R35y7XR2ao
— PMO India (@PMOIndia) January 21, 2020
भारत और नेपाल कई cross-border connectivity projects जैसे रोड, रेल और transmission lines पर काम कर रहे हैं। हमारे देशों के बीच सीमा के प्रमुख स्थानों पर Integrated Check Posts आपसी व्यापार और आवागमन को बहुत सुविधाजनक बना रही हैं: PM @narendramodi pic.twitter.com/N1fhDPH1TH
— PMO India (@PMOIndia) January 21, 2020
2015 का भूंकप एक दर्दनाक हादसा था। भूकंप जैसी प्राकृत आपदाएं मनुष्य की दृढ़ता और निश्चय की परीक्षा लेती हैं। हर भारतीय को गर्व है कि इस त्रासदी के दुःखद परिणामों का सामना हमारे नेपाली भाइयों और बहनों ने साहस के साथ किया: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 21, 2020
यह बहुत संतोष का विषय है कि भारत-नेपाल सहयोग के अंतर्गत पचास हज़ार में से पैतालीस हज़ार घरों का निर्माण हो चुका है। हमारी आशा है कि बाकी घरों का निर्माण भी शीघ्र पूरा होगा। और इन घरों को नेपाली भाइयों और बहनों को जल्दी ही समर्पित किया जा सकेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 21, 2020
यह बहुत संतोष का विषय है कि भारत-नेपाल सहयोग के अंतर्गत पचास हज़ार में से पैतालीस हज़ार घरों का निर्माण हो चुका है। हमारी आशा है कि बाकी घरों का निर्माण भी शीघ्र पूरा होगा। और इन घरों को नेपाली भाइयों और बहनों को जल्दी ही समर्पित किया जा सकेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 21, 2020
मेरी कामना है कि नए वर्ष में आपके सहयोग और समर्थन से हम अपने संबंधों को और ऊँचाई पर ले जाएं। और यह नया दशक भारत-नेपाल संबंधों का स्वर्णिम दशक बने: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 21, 2020