પ્રધાનમંત્રી શ્રીએ કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમાન જસ્ટિન ટ્રુડો સાથે 10મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી ટ્રુડોએ ભારતના G20 પ્રેસિડન્સીની સફળતા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત-કેનેડા સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસનનું સન્માન અને લોકો-થી-લોકોના મજબૂત સંબંધોમાં જોડાયેલા છે. તેમણે કેનેડામાં ઉગ્રવાદી તત્વોની ભારત વિરોધી ગતિવિધિઓ ચાલુ રહેવા અંગે સખત ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેઓ અલગતાવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે અને ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા ભડકાવી રહ્યા છે, રાજદ્વારી જગ્યાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના ધર્મસ્થાનોને ધમકી આપી રહ્યા છે. સંગઠિત અપરાધ, ડ્રગ સિન્ડિકેટ અને માનવ તસ્કરી સાથેના આવા દળોની સાંઠગાંઠ કેનેડા માટે પણ ચિંતાનો વિષય હોવો જોઈએ. આવા ખતરાનો સામનો કરવા માટે બંને દેશોએ સહયોગ કરવો જરૂરી છે.
પ્રધાનમંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારત-કેનેડા સંબંધોની પ્રગતિ માટે પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત સંબંધ જરૂરી છે.
Met PM @JustinTrudeau on the sidelines of the G20 Summit. We discussed the full range of India-Canada ties across different sectors. pic.twitter.com/iP9fsILWac
— Narendra Modi (@narendramodi) September 10, 2023