પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ એકબીજાને નવરોજની શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ તહેવાર બંને દેશોની સમાન પરંપરા અને સાંસ્કૃતિક સંબંધોનો પ્રતીક છે.
બંને નેતાઓએ ખાસ કરીને કોવિડ-19 મહામારીને લઇને વિસ્તારમાં પેદા થયેલી પરિસ્થિતિ પર ચર્ચા અને સહયોગમાં વધારો કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.