પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમને સંબોધન કકર્યું હતું. તેમણે આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રી દેવુસિંહ ચૌહાણ અને શ્રી એલ. મુરુગન અને ટેલિકોમ અને પ્રસારણ ક્ષેત્રના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સ્વ-નિર્મિત 5G ટેસ્ટ બેડ જે તેમણે આજે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, તે ટેલિકોમ ક્ષેત્રમાં જટિલ અને આધુનિક તકનીકમાં આત્મનિર્ભરતા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે IIT સહિત આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા. “દેશનું પોતાનું 5G સ્ટાન્ડર્ડ 5Giના રૂપમાં બનાવવામાં આવ્યું છે, તે દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. તે દેશના ગામડાઓમાં 5G ટેક્નોલોજી લાવવામાં મોટી ભૂમિકા ભજવશે,” એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે કનેક્ટિવિટી 21મી સદીના ભારતમાં પ્રગતિની ગતિ નક્કી કરશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5G ટેક્નોલોજી દેશના શાસનમાં, જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતામાં પણ સકારાત્મક ફેરફારો લાવવા જઈ રહી છે. આનાથી કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ મળશે. તેનાથી સગવડતા પણ વધશે અને રોજગારીની ઘણી તકો ઊભી થશે. તેમણે ઉમેર્યું હતું કે, 5Gના ઝડપી રોલ-આઉટ માટે સરકાર અને ઉદ્યોગ બંનેના પ્રયાસોની જરૂર છે.
પ્રધાનમંત્રીએ ટેલિકોમ સેક્ટરને એક ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંક્યું હતું કે કેવી રીતે આત્મનિર્ભરતા અને તંદુરસ્ત સ્પર્ધા સમાજ અને અર્થવ્યવસ્થામાં ગુણાત્મક અસર બનાવે છે. 2G યુગની નિરાશા, હતાશા, ભ્રષ્ટાચાર અને નીતિવિષયક લકવામાંથી બહાર આવીને દેશ ઝડપથી 3G થી 4G અને હવે 5G અને 6G તરફ આગળ વધી ગયો છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લા 8 વર્ષમાં ટેલિકોમ ક્ષેત્રમાં પહોંચ, સુધારણા, નિયમન, પ્રતિસાદ અને ક્રાંતિના ‘પંચામૃત’ સાથે નવી ઊર્જાનો સંચાર થયો હતો. તેમણે આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો શ્રેય TRAIને આપ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે દેશ સિલોસમાં વિચારવાથી આગળ વધી રહ્યો છે અને 'સમગ્ર સરકારી અભિગમ' સાથે આગળ વધી રહ્યો છે. આજે આપણે દેશમાં ટેલીડેન્સિટી અને ઈન્ટરનેટ યુઝર્સની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી ઝડપી વિસ્તરણ કરી રહ્યા છીએ, ટેલિકોમ સહિતના ઘણા ક્ષેત્રોએ તેમાં ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારોમાંના સૌથી ગરીબ લોકો માટે મોબાઇલ સુલભ બનાવવા માટે, દેશમાં જ મોબાઇલ ફોનના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરિણામ એ આવ્યું કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2 થી વધીને 200થી વધુ થઈ ગયા.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આજે ભારત દેશના દરેક ગામને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે 2014 પહેલા ભારતમાં 100 ગ્રામ પંચાયતોને પણ ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી ન હતી. આજે અમે લગભગ 1.75 લાખ ગ્રામ પંચાયતો સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડી છે. જેના કારણે સેંકડો સરકારી સેવાઓ ગામડાઓમાં પહોંચી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્તમાન અને ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે TRAI જેવા નિયમનકારો માટે પણ 'સમગ્ર સરકારી અભિગમ' મહત્વપૂર્ણ છે. “આજે નિયમન માત્ર એક ક્ષેત્રની સીમાઓ સુધી મર્યાદિત નથી. ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોને એકબીજા સાથે જોડે છે. તેથી જ આજે દરેક વ્યક્તિ સહયોગી નિયમનની જરૂરિયાત અનુભવી રહી છે. આ માટે જરૂરી છે કે તમામ નિયમનકારો એકસાથે આવે, સામાન્ય પ્લેટફોર્મ વિકસાવે અને વધુ સારા સંકલન માટે ઉકેલો શોધે,”એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
मुझे देश को अपना, खुद से निर्मित 5G Testbed राष्ट्र को समर्पित करने का अवसर मिला है।
— PMO India (@PMOIndia) May 17, 2022
ये टेलिकॉम सेक्टर में क्रिटिकल और आधुनिक टेक्नॉलॉजी की आत्मनिर्भरता की दिशा में भी एक अहम कदम है।
मैं इस प्रोजेक्ट से जुड़े सभी साथियों को, हमारे IITs को बहुत-बहुत बधाई देता हूं: PM
5Gi के रूप में जो देश का अपना 5G standard बनाया गया है, वो देश के लिए बहुत गर्व की बात है।
— PMO India (@PMOIndia) May 17, 2022
ये देश के गांवों में 5G टेक्नॉलॉजी पहुंचाने में बड़ी भूमिका निभाएगा: PM @narendramodi
21वीं सदी के भारत में कनेक्टिविटी, देश की प्रगति की गति को निर्धारित करेगी।
— PMO India (@PMOIndia) May 17, 2022
इसलिए हर स्तर पर कनेक्टिविटी को आधुनिक बनाना ही होगा: PM @narendramodi
5G टेक्नोलॉजी भी देश की गवर्नेंस में, ease of living, ease of doing business में सकारात्मक बदलाव लाने वाली है।
— PMO India (@PMOIndia) May 17, 2022
इससे खेती, स्वास्थ्य, शिक्षा, इंफ्रास्ट्रक्चर और logistics, हर सेक्टर में ग्रोथ को बल मिलेगा।
इससे सुविधा भी बढ़ेगी और रोज़गार के भी अनेक अवसर बनेंगे: PM @narendramodi
आत्मनिर्भरता और स्वस्थ स्पर्धा कैसे समाज में, अर्थव्यवस्था में multiplier effect पैदा करती है, इसका एक बेहतरीन उदाहरण हमारा टेलिकॉम सेक्टर है।
— PMO India (@PMOIndia) May 17, 2022
2G काल की निराशा, हताशा, करप्शन, पॉलिसी पैरालिसिस से बाहर निकलकर देश ने 3G से 4G और अब 5G और 6G की तरफ तेज़ी से कदम बढ़ाए हैं: PM
Silos वाली सोच से आगे निकलकर अब देश whole of the government approach के साथ आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) May 17, 2022
आज हम देश में tele-density और internet users के मामले में दुनिया में सबसे तेज़ी से expand हो रहे हैं तो उसमें टेलीकॉम समेत कई सेक्टर्स की भूमिका रही है: PM @narendramodi
मोबाइल गरीब से गरीब परिवार की भी पहुंच में हो, इसके लिए हमने देश में ही मोबाइल फोन की मैन्युफेक्चरिंग पर बल दिया।
— PMO India (@PMOIndia) May 17, 2022
परिणाम ये हुआ कि मोबाइल मैन्युफेक्चरिंग यूनिट्स 2 से बढ़कर 200 से अधिक हो गईं: PM @narendramodi
आज भारत देश के हर गांव तक ऑप्टिकल फाइबर से जोड़ने में जुटा है।
— PMO India (@PMOIndia) May 17, 2022
आपको भी पता है कि 2014 से पहले भारत में 100 ग्राम पंचायतें भी ऑप्टिकल फाइबर कनेक्टिविटी से नहीं जुड़ी थीं।
आज हम करीब-करीब पौने दो लाख ग्राम पंचायतों तक ब्रॉडबैंड कनेक्टिविटी पहुंचा चुके हैं: PM @narendramodi