In an interdependent and interconnected world, no country is immune to the effect of global disasters: PM
Lessons from the pandemic must not be forgotten: PM
Notion of "resilient infrastructure" must become a mass movement: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આપત્તિ પ્રતિરોધક માળખાગત સુવિધા અંગે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદના શુભારંભ કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. ફિજીના પ્રધાનમંત્રી, ઇટાલીના પ્રધાનમંત્રી, યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. વિવિધ દેશોની સરકારોના સહભાગીઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનોના નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રોએ પણ આ પરિષદમાં ભાગ લીધો હતો.

પ્રવર્તમાન પરિસ્થિતિને અભૂતપૂર્વ ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે એવી ઘટનાના સાક્ષી બની રહ્યાં છીએ જે સો વર્ષમાં એકાદ વખત આવતી આપત્તિ તરીકે ગણવામાં આવે છે. કોવિડ-19 મહામારીએ આપણને શીખવ્યું છે કે, એકબીજા પર નિર્ભર અને એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં કોઇ, કોઇપણ દેશ, ભલે તે ગરીબ હોય કે તવંગર, પૂર્વમાં હોય કે પશ્ચિમમાં કે પછી ઉત્તરમાં હોય કે દક્ષિણમાં – તે વૈશ્વિક આપત્તિઓ સામે પોતાનું રક્ષણ કરવા માટે આંતરિક શક્તિ ધરાવતો નથી.”

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મહામારીએ આપણને એ બતાવી દીધું છે કે, આખી દુનિયા કેવી રીતે એકજૂથ થઇ શકે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “મહામારીએ આપણને બતાવ્યું છે કે, વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ગમે ત્યાંથી આવિષ્કારો આવી શકે છે.” આ માટે, શ્રી મોદીએ એવી વૈશ્વિક ઇકોસિસ્ટમને આગળ વધારવાનું આહ્વાન કર્યું હતું જે દુનિયાના તમામ ભાગોમાં આવિષ્કારને સહકાર આપે અને સૌથી વધુ જરૂરિયાત હોય તેવા સ્થળોએ તેને મોકલે. વર્ષ 2021 મહામારીમાંથી ઝડપથી રિકવરી થવાનું વર્ષ રહેશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ સૌને ચેતવ્યા હતા કે, મહામારીએ આપણને જે બોધપાઠ શીખવ્યો છે તે ક્યારેય ભૂલવો જોઇએ નહીં. તે માત્ર જાહેર આરોગ્ય આપત્તિઓને જ લાગુ પડે છે એવું નથી પરંતુ અન્ય આપત્તિઓમાં પણ તે લાગુ પડે છે. તેમણે કહ્યું હતું કે, આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા માટે તે ટકાઉક્ષમ અને નક્કર પ્રયાસો કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે ભારત જેવા જે દેશો માળખાગત સુવિધાઓમાં ખૂબ જ મોટાપાયે રોકાણ કરી રહ્યાં છે તેઓ અવશ્યપણે સુનિશ્ચિત કરે કે, આ રોકાણ પ્રતિરોધક હોય અને કોઇપણ પ્રકારે જોખમમાં ના હોય. સંખ્યાબંધ માળખાગત પ્રણાલીઓ જેમ કે, ડિજિટલ માળખાગત સુવિધા, શિપિંગ લાઈન્સ, ઉડ્ડયન નેટવર્ક વગેરે આખી દુનિયાને આવરી લે છે અને દુનિયાના કોઇ એક હિસ્સામાં આપત્તિના કારણે કોઇ અસર થાય તો, તે ઝડપથી આખી દુનિયામાં ફેલાઇ શકે છે. વૈશ્વિક પ્રણાલીની પ્રતિરોધકતા સુનિશ્ચિત કરવા માટે પારસ્પરિક સહકાર ખૂબ જ આવશ્યક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક દક્ષિણમાં સ્થિત થયેલું વૈશ્વિક સહકાર વ્યવસ્થાતંત્ર CDRI આ એજન્ડાને આગળ ધપાવવા માટે એક અનુકૂળ મંચ પૂરો પાડે છે. માળખાગત સુવિધા લાંબાગાળાને અનુલક્ષીને વિકસાવવામાં આવે છે.”

પ્રધાનમંત્રીએ એ મુદ્દો પણ ટાંક્યો હતો કે, વર્ષ 2021 વિશેષ મહત્વ ધરાવે છે. આપણે પેરિસ સરકારના દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો અને સેન્ડાઇ માળખાના મધ્ય બિંદુએ પહોંચી રહ્યાં છીએ. આ વર્ષના પાછલા ચરણમાં UK અને ઇટાલીના યજમાનપદે યોજાઇ રહેલી COP-26 પાસેથી ખૂબ જ મોટી અપેક્ષાઓ છે. તેમણે કહ્યું હતું કે, પ્રતિરોધક માળખાગત સુવિધા માટેની આમાંથી કેટલીક અપેક્ષાઓ પૂરી કરવામાં મદદ માટે આ ભાગીદારી અવશ્યપણે તેની મહત્વની ભૂમિકા નિભાવે.

પ્રધાનમંત્રીએ કેટલાક મુખ્ય ક્ષેત્રો વિશે વિગતવાર સમજાવ્યું હતું. સૌપ્રથમ તો, CDRI અવશ્યપણે દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યના મુખ્ય વચનને સાકાર કરે જેમાં "કોઇપણ પાછળ ના રહે”ની ભાવના સમાવેલી છે. આનો અર્થ એવો થાય છે કે, આપણે સૌથી વધુ નિઃસહાય દેશો અને સમુદાયોની ચિંતા કરવાની છે. બીજું કે, આપણે અવશ્યપણે કેટલાક મુખ્ય માળખાગત સુવિધા ક્ષેત્રો, જેમાં ખાસ કરીને આરોગ્ય માળખાગત સુવિધા અને ડિજિટલ માળખાગત સુવિધાની કામગીરીની સ્થિતિ સમજીએ કારણ કે આ ક્ષેત્રોએ મહામારી દરમિયાન મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ક્ષેત્રોમાંથી શું બોધપાઠ શીખવા મળ્યાં? અને કેવી રીતે આપણે ભવિષ્ય માટે તેને વધુ લવચિક બનાવી શકીએ? ત્રીજું કે, પ્રતિરોધકતા માટેની આપણી ઇચ્છામાં, કોઇપણ ટેકનોલોજીકલ પ્રણાલીને ખૂબ જ પાયાની અથવા અતિશય આધુનિક ના માનવી જોઇએ. CDRI અવશ્યપણે ટેકનોલોજીના અમલીકરણની પ્રદર્શન અસરોને મહત્તમ કરે. અને અંતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રતિરોધક માળખાગત સુવિધા”નો વિચાર અવશ્યપણે એવો વિશાળ ચળવળ બનવો જોઇએ જેમાં માત્ર નિષ્ણાતો જ નહીં પરંતુ ઔપચારિક સંસ્થાઓની ઉર્જાને પણ વેગ આપવામાં આવે.

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi