પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા આયોજિત પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સંબોધવામાં આવેલ આ આઠમું પોસ્ટ-બજેટ વેબિનાર છે. વેબિનારની થીમ 'મેક ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ' હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બજેટમાં આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા માટે ઘણી મહત્વની જોગવાઈઓ છે. તેમણે કહ્યું કે એ સ્વીકાર્ય નથી કે ભારત જેવો દેશ માત્ર એક બજાર બની જાય. તેમણે મેક ઇન ઇન્ડિયાના નિર્ણાયક મહત્વને રેખાંકિત કરવા માટે રોગચાળા અને અન્ય અનિશ્ચિતતાઓ દરમિયાન સપ્લાય ચેઇન વિક્ષેપ તરફ ધ્યાન દોર્યું. બીજી તરફ, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે, યુવા અને પ્રતિભાશાળી વસતીનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ, લોકશાહી સેટઅપ, કુદરતી સંસાધનો જેવા સકારાત્મક પરિબળોએ પણ આપણને નિર્ધાર સાથે મેક ઇન ઇન્ડિયા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે ઝીરો ડિફેક્ટ-ઝીરો ઇફેક્ટ મેન્યુફેક્ચરિંગ માટેના તેમના કોલનો પણ ઉલ્લેખ કર્યો હતો જે તેમણે લાલ કિલ્લા પરથી આપ્યો હતો. તેમણે કહ્યું કે, જો આપણે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રિઝમથી જોઈએ તો આત્મનિર્ભરતા વધુ મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, વિશ્વ ભારતને એક મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકે જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરિંગ એ ભારતના જીડીપીનો 15 ટકા છે, પરંતુ મેક ઈન ઈન્ડિયા પહેલા અસંખ્ય શક્યતાઓ છે અને આપણે ભારતમાં એક મજબૂત ઉત્પાદન આધાર બનાવવા માટે સંપૂર્ણ તાકાત સાથે કામ કરવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ સેમી-કન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોમાં નવી માગ અને તકોના ઉદાહરણો આપ્યા હતા જ્યાં ઉત્પાદકોએ વિદેશી સ્ત્રોતો પરની નિર્ભરતાને દૂર કરવાની ભાવના સાથે આગળ વધવું જોઈએ. એ જ રીતે, સ્ટીલ અને તબીબી સાધનો જેવા ક્ષેત્રો પર સ્વદેશી ઉત્પાદન માટે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે, તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ બજારમાં ભારતમાં બનેલી પ્રોડક્ટની ઉપલબ્ધતાના વિરોધમાં ઉત્પાદનની ઉપલબ્ધતા વચ્ચેના તફાવત પર ભાર મૂક્યો હતો. તેમણે તેમની નિરાશાને પુનરોચ્ચાર કર્યો કે ભારતના વિવિધ તહેવારો માટેના ઘણા પુરવઠા વિદેશી પ્રદાતાઓ જોઈ રહ્યા છે જ્યારે તેઓ સ્થાનિક ઉત્પાદકો દ્વારા સરળતાથી પૂરા પાડી શકાય છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ‘વોકલ ફોર લોકલ’ની મર્યાદા દિવાળી પર ‘દીવાઓ’ ખરીદવાથી આગળ વધે. તેમણે ખાનગી ક્ષેત્રને તેમના માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પ્રયાસોમાં સ્થાનિક અને આત્મનિર્ભર ભારત માટે અવાજના પરિબળોને આગળ વધારવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે “તમારી કંપની જે ઉત્પાદનો બનાવે છે તેના પર ગર્વ લો અને તમારા ભારતીય ગ્રાહકોમાં પણ આ ગર્વની ભાવના જગાડો. આ માટે કેટલાક સામાન્ય બ્રાન્ડિંગને પણ ધ્યાનમાં લઈ શકાય છે”,
પ્રધાનમંત્રીએ સ્થાનિક ઉત્પાદનો માટે નવા સ્થળો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ખાનગી ક્ષેત્રને R&D પર ખર્ચ વધારવા અને તેમના ઉત્પાદન પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ અને અપગ્રેડ કરવા માટે આગ્રહ કર્યો. 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઘોષિત કરવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે “વિશ્વમાં બાજરીનીમાંગ વધી રહી છે. વિશ્વના બજારોનો અભ્યાસ કરીને, આપણે મહત્તમ ઉત્પાદન અને પેકેજિંગ માટે આપણી મિલોને અગાઉથી તૈયાર કરવી જોઈએ."
પ્રધાનમંત્રીએ ખાણકામ, કોલસો અને સંરક્ષણ જેવા ક્ષેત્રો ખોલવાને કારણે નવી સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો, પ્રધાનમંત્રીએ સહભાગીઓને નવી વ્યૂહરચના તૈયાર કરવા જણાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમારે વૈશ્વિક ધોરણો જાળવવા પડશે અને તમારે વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધા કરવી પડશે",
આ બજેટમાં ધિરાણ સુવિધા અને ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા MSMEને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સરકારે MSME માટે રૂ. 6,000 કરોડના RAMP પ્રોગ્રામની પણ જાહેરાત કરી છે. બજેટમાં ખેડૂતો, મોટા ઉદ્યોગો અને MSME માટે નવા રેલવે લોજિસ્ટિક્સ ઉત્પાદનો વિકસાવવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પોસ્ટલ અને રેલવે નેટવર્કના એકીકરણથી નાના સાહસો અને દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટીની સમસ્યાઓ હલ થશે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વ ક્ષેત્ર માટે જાહેર કરાયેલ PM DevINE મોડેલનો ઉપયોગ કરીને પ્રાદેશિક ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવી શકાય છે. તેવી જ રીતે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટમાં સુધારાથી નિકાસને વેગ મળશે.
શ્રી મોદીએ સુધારાની અસર વિશે પણ વિગતવાર જણાવ્યું. તેમણે કહ્યું કે મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે PLIમાં ડિસેમ્બર 2021માં 1 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનનું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું હતું. PLIની અન્ય ઘણી યોજનાઓ અમલીકરણના મહત્વપૂર્ણ તબક્કામાં છે.
પ્રધાનમંત્રીએ 25 હજાર અનુપાલન દૂર કરવા અને લાયસન્સના સ્વતઃ નવીકરણનો ઉલ્લેખ કર્યો, જેનાથી અનુપાલન બોજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, એ જ રીતે, ડિજિટાઇઝેશન નિયમનકારી માળખામાં ઝડપ અને પારદર્શિતા લાવી શકાય છે. "કોમન સ્પાઈસ ફોર્મથી લઈને નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ સુધી કંપનીની સ્થાપના કરવા માટે, હવે તમે દરેક પગલા પર અમારો વિકાસ મૈત્રીપૂર્ણ અભિગમ અનુભવો છો", તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ મેન્યુફેક્ચરિંગના કપ્તાનોને કેટલાક ક્ષેત્રો પસંદ કરવા અને તેમાં વિદેશી નિર્ભરતાને દૂર કરવા માટે કામ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આવા વેબિનારો એ નીતિના અમલીકરણમાં હિસ્સેદારોના અવાજને સામેલ કરવા અને સારા પરિણામો માટે બજેટ જોગવાઈઓના યોગ્ય, સમયસર અને સીમલેસ અમલીકરણ માટે સહયોગી અભિગમ વિકસાવવા માટે અભૂતપૂર્વ શાસન પગલાં છે.