આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાનો મોટો આધાર ભારતીય ઉદ્યોગજગત પર છેઃ પ્રધાનમંત્રી
એક સમયે ભારતમાં વિદેશી રોકાણને શંકાની નજરે જોવામાં આવતું હતું, અત્યારે તમામ પ્રકારના રોકાણ માટે લાલ જાજમ પાથરવામાં આવે છેઃ પ્રધાનમંત્રી
અત્યારે દેશવાસીઓને ભારતમાં બનેલા ઉત્પાદનોમાં વિશ્વાસ છેઃ પ્રધાનમંત્રી
આ દેશના આપણા ઉદ્યોગમાં વિશ્વાસનું પરિણામ છે કે, વેપારવાણિજ્યની પ્રક્રિયા સરળ થઈ છે અને જીવનની સરળતા વધી છે. કંપની ધારામાં પરિવર્તનોનો લાભ થઈ રહ્યો છેઃ પ્રધાનમંત્રી
અત્યારે દેશમાં એવી સરકાર છે, જે દેશના હિતમાં સૌથી મોટું જોખમ ખેડવા પણ સજ્જ છે, અગાઉની સરકારો રાજકીય જોખમો ખેડવાનું સાહસ દાખવી શકી નહોતીઃ પ્રધાનમંત્રી
આ સરકાર મુશ્કેલ સુધારાઓ હાથ ધરવા સક્ષમ છે, કારણ કે આ સરકાર માટે સુધારા આવશ્યકતા નથી, પણ કટિબદ્ધતા છેઃ પ્રધાનમંત્રી
પશ્ચાતવર્તી કરવેરાને રદ કરવાથી સરકાર અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસ વધશેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)ની વાર્ષિક સભા 2021ને આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. આ બેઠક દરમિયાન ઉદ્યોગજગતના આગેવાનોએ ભારતીય અર્થતંત્રનું કદ વધારીને 5 ટ્રિલિયન ડોલર કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવા વિવિધ ક્ષેત્રોમાં પ્રધાનમંત્રીની સુધારાલક્ષી કટિબદ્ધતાની પ્રશંસા કરી હતી. ‘ઇન્ડિયા@75: સરકાર અને વ્યવસાય આત્મનિર્ભર ભારત માટે ખભેખભો મિલાવીને કામ કરે’ થીમ પર બોલતા તેમણે માળખાગત પડકારોનું સમાધાન કરવા, ઉત્પાદન ક્ષમતા વધારવા, નાણાકીય ક્ષેત્રને વધારે વાઇબ્રન્ટ બનાવવા, ટેકનોલોજી ક્ષેત્રમાં લીડરશિપ પોઝિશન હાંસલ કરવા ભારતની ટેકનિકલ ક્ષમતા વધારવા જેવા વિવિધ મુદ્દાઓ પર સૂચનો અને ઉપયોગી જાણકારીઓ આપી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીઆઇઆઈની આ બેઠક 75મા આઝાદી દિવસ અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું , આ ભારતીય ઉદ્યોગ માટે નવા સંકલ્પો લેવા અને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા માટેની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા પ્રદર્શિત કરવા બદલ ભારતીય ઉદ્યોગજગતની પ્રશંસા કરી હતી.

શ્રી મોદીએ ઉદ્યોગને ભારતના વિકાસ અને ક્ષમતા માટે વિશ્વાસના વાતાવરણનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરી હતી. વર્તમાન સરકારના અભિગમ અને વર્તમાન માળખાની કાર્યશૈલીમાં પરિવર્તનની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું નવું ભારત નવી દુનિયા સાથે તાલ મેળવવા સજ્જ છે. એક સમયે ભારતમાં વિદેશી રોકાણને શંકાની નજરે જોવામાં આવતું હતું, પણ અત્યારે તમામ પ્રકારના રોકાણ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે. એ જ રીતે કરવેરા સાથે સંબંધિત નીતિઓ રોકાણકારો વચ્ચે નિરાશા પેદા કરતી હતી. અત્યારે એ જ ભારત વિશ્વનાં સૌથી વધુ સ્પર્ધાત્મક કોર્પોરેટ કરવેરા માળખા અને ફેસલેસ કરવેરા વ્યવસ્થા પર ગર્વ લઈ શકે છે. અમલદારશાહી ભૂતકાળ થઈ ગઈ છે અને એનું સ્થાન વેપારવાણિજ્યમાં સરળતાએ લીધું છે, જેમાં નોંધપાત્ર વધારો તયો છે. એ જ રીતે અનેક શ્રમ કાયદાઓને તર્કબદ્ધ કરીને 4 શ્રમસંહિતા બનાવવામાં આવી છે. એક સમયે કૃષિને આજીવિકાનું માધ્યમ ગણવામાં આવતું હતું, જેને હવે સુધારાઓ દ્વારા બજાર સાથે જોડી દેવામાં આવ્યું છે. પરિણામે ભારતને રેકોર્ડ એફડીઆઈ (પ્રત્યક્ષ વિદેશી રોકાણ) અને એફપીઆઈ મળે છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, વિદેશી હૂંડિયામણ સર્વકાલિન ઊંચી સપાટી પર છે.

એક સમયે વિદેશી ચીજવસ્તુઓને શ્રેષ્ઠ ગણવામાં આવી હતી અને શ્રેષ્ઠતાનો પર્યાય હતી. ઉદ્યોગના દિગ્ગજો આ પ્રકારની માનસિકતાના પરિણામો સારી રીતે સમજે છે. સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે, અતિ મહેનત સાથે બનાવવામાં આવેલી સ્વદેશી બ્રાન્ડ્સનો પ્રચાર પણ વિદેશી નામો સાથે કરવામાં આવતો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અત્યારે દેશવાસીઓ ભારતમાં બનેલા ઉત્પાદનો પર ભરોસો રાખે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે દરેક ભારતીય ભારતમાં બનેલા ઉત્પાદનો અપનાવવા ઇચ્છે છે, આ ઉત્પાદનો બનાવતી કંપની ભારતીય હોય એ જરૂરી નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારતીય યુવા પેઢી રોજગારીના ક્ષેત્રમાં ઉતરે છે, ત્યારે તેઓ ખચકાટ અનુભવતા નથી. તેઓ મહેનત કરવા, જોખમ લેવા અને પરિણામો મેળવવા આતુર છે. તેમણે જણાવ્યું હતું કે, યુવા પેઢી ભારતીય હોવા પર ગર્વ અનુભવી રહી છે. એવો જ આત્મવિશ્વાસ ભારતના આજના સ્ટાર્ટઅપ્સમાં જોવા મળે છે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, અત્યારે ભારત 60 યુનિકોર્ન ધરાવે છે, જે 6થી 7 વર્ષ અગાઉ 3થી 4 જ હતા. આ 60 યુનિકોર્નમાંથી 21 છેલ્લાં થોડા મહિનાઓમાં બહાર આવ્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ યુનિકોર્ન્સ ભારતમાં દરેક સ્તરે થઈ રહેલા પરિવર્તનોનો સંકેત છે. આ સ્ટાર્ટઅપ્સ માટે રોકાણકારોનો પ્રતિભાવ પ્રોત્સાહનજનક છે અને આ સંકેત છે કે, ભારત વૃદ્ધિ માટે અસાધારણ તકો ધરાવે છે.

તેમણે કહ્યું હતું કે, આ આપણા ઉદ્યોગમાં દેશના વિશ્વાસનું પરિણામ છે. દેશમાં વેપારવાણિજ્યની પ્રક્રિયા સરળ થઈ છે અને જીવનની સરળતામાં પણ વધારો થયો છે. તેમણે આના ઉત્તમ ઉદાહરણ તરીકે કંપની કાયદામાં કરેલા ફેરફારો ટાંક્યા હતા.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, સરકાર મુશ્કેલ સુધારાઓ હાથ ધરવા સક્ષમ છે, કારણ કે આ સરકાર માટે સુધારા આવશ્યકતા નથી, પણ કટિબદ્ધતા છે. સંસદના સત્ર દરમિયાન ધ ફેક્ટરિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ જેવી હાથ ધરવામાં આવેલી પહેલોનો સંદર્ભ ટાંકીને તેમણે કહ્યું હતું કે, એનાથી નાના વેપારીઓને ધિરાણ મેળવવામાં મદદ મળશે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન એમેન્ડમેન્ટ બિલ નાનાં થાપણદારોના હિતોનું રક્ષણ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યં હતું કે, આ પ્રકારના પગલાં સરકારના પ્રયાસોને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉની ભૂલોને સુધારીને સરકારે પશ્ચાતવર્તી કરવેરાના માળખાને રદ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પહેલ સરકાર અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસને વધારશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અત્યારે દેશમાં એવી સરકાર છે, જે દેશના હિતમાં સૌથી મોટું જોખમ લેવા પણ તૈયાર છે. તેમણે ભાર મૂક્યો હતો કે, જીએસટી ઘણા વર્ષ સુધી અટવાઈ ગયો હતો, કારણ કે અગાઉની સરકારોએ રાજકીય જોખમ લેવાની હિમ્મત દાખવી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, અમે જીએસટીનો અમલ કરવાની સાથે અત્યારે રેકોર્ડ જીએસટી કલેક્શન પણ કરી રહ્યાં છીએ. (@PMOIndia) August 11, 2021

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."