"લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપમાં અગત્તી એરપોર્ટ પર તેમના આગમન પછી તરત જ એક જાહેર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીનું રાત્રિરોકાણ લક્ષદ્વીપમાં થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની પ્રચૂર સંભાવનાઓની નોંધ લીધી હતી અને સ્વતંત્રતા પછી લક્ષદ્વીપે જે લાંબા સમયથી ઉપેક્ષાનો સામનો કરવો પડ્યો હતો તેની તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે આ વિસ્તારની જીવનરેખા હોવા છતાં બંદરની નબળી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબત શિક્ષણ, આરોગ્ય અને પેટ્રોલ-ડીઝલને પણ લાગુ પડે છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હવે સરકારે તેના વિકાસનું કાર્ય યોગ્ય ગંભીરતાથી ઉપાડ્યું છે. તેમણે કહ્યું હતું કે, "અમારી સરકાર દ્વારા આ તમામ પડકારોને દૂર કરવામાં આવી રહ્યા છે."

 

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન અગત્તીમાં અનેક વિકાસલક્ષી પરિયોજનાઓ પૂર્ણ થઈ હોવાની જાણકારી આપી હતી અને ખાસ કરીને માછીમારો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ હકીકતને પણ સ્પર્શી હતી કે હવે અગત્તી પાસે એરપોર્ટ તેમજ આઇસ પ્લાન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આને કારણે સીફૂડની નિકાસ અને સીફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત ક્ષેત્ર માટે નવી શક્યતાઓ ઊભી થઈ છે. તેમણે લક્ષદ્વીપમાંથી ટુના માછલીની નિકાસની શરૂઆતનો ઉલ્લેખ કર્યો હતો, જેણે લક્ષદ્વીપનાં માછીમારોની આવક વધારવાનો માર્ગ પણ મોકળો કર્યો છે.

આજની વિકાસ પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપની વીજળી અને ઊર્જાની અન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌર પ્લાન્ટ અને ઉડ્ડયન ઇંધણ ડેપોના ઉદઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અગત્તી ટાપુ પર તમામ ઘરોમાં પાણીના જોડાણોની સંતૃપ્તિ વિશે માહિતી આપી હતી અને ગરીબો માટે ઘર, શૌચાલયો, વીજળી અને રાંધણ ગેસ સુનિશ્ચિત કરવા માટે સરકારનાં પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો. "ભારત સરકાર અગત્તી સહિત સમગ્ર લક્ષદ્વીપના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે." એમ શ્રી મોદીએ લક્ષદ્વીપના લોકો માટે વધુ વિકાસ યોજનાઓ માટે કાવારટ્ટીમાં આયોજિત આવતીકાલના કાર્યક્રમનો ઉલ્લેખ કરીને તેમના ભાષણના સમાપનમાં જણાવ્યું હતું.

પાર્શ્વ ભાગ

લક્ષદ્વીપની તેમની આ યાત્રામાં પ્રધાનમંત્રી 1150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

 

એક પરિવર્તનકારી પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન (કેએલઆઈ - એસઓએફસી) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઇન્ટરનેટ ગતિના પડકારને પહોંચી વળવાનો સંકલ્પ કર્યો હતો અને લાલ કિલ્લા પર ઓગસ્ટ 2020 માં સ્વતંત્રતા દિવસના ભાષણમાં તેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદઘાટન પ્રધાનમંત્રી કરશે. તેનાથી ઈન્ટરનેટ સ્પીડમાં 100 ગણો (1.7 જીબીપીએસથી 200 જીબીપીએસ સુધીનો) વધારો થશે. આઝાદી પછી પહેલીવાર લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઇબર કેબલના માધ્યમથી જોડવામાં આવશે. સમર્પિત સબમરીન ઓએફસી લક્ષદ્વીપ ટાપુઓમાં સંચાર માળખાગત સુવિધામાં આમૂલ પરિવર્તનની ખાતરી આપશે, જે ઝડપી અને વધારે વિશ્વસનીય ઇન્ટરનેટ સેવાઓ, ટેલિમેડિસિન, ઇ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલો, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ ચલણનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ બનાવશે.

પ્રધાનમંત્રી કદમત ખાતે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (એલટીટીડી) પ્લાન્ટ દેશને અર્પણ કરશે. જેનાથી દરરોજ 1.5 લાખ લીટર શુદ્ધ પીવાનું પાણી પેદા થશે. પ્રધાનમંત્રી અગત્તી અને મિનિકોય ટાપુઓનાં તમામ ઘરોમાં ફંક્શનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન્સ (એફએચટીસી) પણ દેશને અર્પણ કરશે. લક્ષદ્વીપના ટાપુઓમાં પીવાલાયક પાણીની ઉપલબ્ધતા હંમેશા પડકારરૂપ રહી છે, કારણ કે પરવાળાનો ટાપુ હોવાને કારણે તેની પાસે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ખૂબ જ મર્યાદિત છે. આ ડ્રિન્કિંગ પ્રોજેક્ટ્સ ટાપુઓની પ્રવાસન ક્ષમતાને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે, જે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.

રાષ્ટ્રને સમર્પિત અન્ય પ્રોજેક્ટ્સમાં કાવારટ્ટી ખાતેનો સૌર ઊર્જા પ્લાન્ટ સામેલ છે, જે લક્ષદ્વીપનો સૌપ્રથમ બેટરી-સમર્થિત સૌર ઊર્જા પ્રોજેક્ટ છે. તે કવારત્તી ખાતે ઇન્ડિયા રિઝર્વ બટાલિયન (આઇઆરબીએન) કોમ્પ્લેક્સમાં ડિઝલ-આધારિત પાવર જનરેશન પ્લાન્ટ અને નવા વહીવટી બ્લોક અને 80 મેન બેરેક પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

 

પ્રધાનમંત્રી કલ્પેનીમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાના નવીનીકરણ અને એન્ડ્રોથ, ચેતલટ, કદમત, અગત્તી અને મિનિકોયના પાંચ ટાપુઓ પર પાંચ આદર્શ આંગણવાડી કેન્દ્રો (નંદ ઘર)ના નિર્માણ માટે શિલારોપણ કરશે.

 

 

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."