પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગુરુ શ્રી તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીની પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ જ્યારે 400 રાગીએ શબદ/કિર્તન કર્યા ત્યારે પ્રાર્થનામાં લીન થઇ ગયા હતા. આ પ્રસંગે શીખ અગ્રણીઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મૃતિ સિક્કો અને એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુઓની કૃપાથી આજે દેશ આદરણીય ગુરુઓના ઉપદેશ પ્રમાણે આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગુરુઓના ચરણોમાં વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાના ઐતિહાસિક મહત્વનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો કારણ કે, આ કિલ્લો ગુરુ તેગ બહાદુરજીની શહાદતનો સાક્ષી છે અને તે રાષ્ટ્રના ઇતિહાસ તેમજ આકાંક્ષાઓનું પ્રતિબિંબ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૃષ્ઠભૂમિમાં આ ઐતિહાસિક સ્થળ પરનો આજે યોજવામાં આવેલો કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેંકડો વર્ષોની ગુલામીમાંથી ભારતની સ્વતંત્રતાને તેની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સફરથી અલગ કરી શકાય નહીં. આથી જ, દેશ અત્યારે એક સરખા સંકલ્પ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અને ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની એક સાથે ઉજવણી કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા ગુરુઓએ હંમેશા સમાજ અને સંસ્કૃતિની જવાબદારી ઉપાડી હતી અને સાથે સાથે જ્ઞાન તેમજ આધ્યાત્મિકતાની પણ જવાબદારી લીધી હતી. તેમણે શક્તિને સેવાનું માધ્યમ બનાવી હતી.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારતની આ ભૂમિ માત્ર એક દેશ નથી પરંતુ આ આપણો મહાન વારસો અને આપણી મહાન પરંપરા છે. આપણા ઋષિમુનિઓ અને ગુરુઓએ હજારો વર્ષોની તપસ્યા અને પોતાના વિચારોના સંવર્ધનથી તેનું પોષણ કર્યું છે.” શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, નજીકમાં જ ગુરુદ્વારા શેશગંજ સાહિબ આવેલું છે, જે ગુરુ તેગ બહાદુરજીના અમર બલિદાનનું પ્રતિક છે, તે આપણને ગુરુ તેગ બહાદુરજીના બલિદાનની વિશાળતાની યાદ અપાવે છે. પ્રધાનમંત્રીએ તે સમયગાળા દરમિયાન ધર્મના નામે હિંસાનો આશરો લેનારા ધાર્મિક કટ્ટરતા અને ભારે અત્યાચારોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તે સમયે, ગુરુ તેગ બહાદુરજીના રૂપમાં ભારત માટે તેની ઓળખ બચાવવા માટે એક મોટી આશા ઉભરી આવી હતી. ઔરંગઝેબની દમનકારી વિચારસરણી સામે ગુરુ તેગ બહાદુરજી, ‘હિન્દ દી ચાદર’ તરીકે તેની સામે ખડકની જેમ ઊભા રહ્યા હતા.” ગુરુ તેગ બહાદુરજીએ આપેલા બલિદાને ભારતની કેટલીય પેઢીઓને તેમની સંસ્કૃતિના સન્માન અને તેમના આદર તેમજ માનનું રક્ષણ કરવા માટે જીવવા અને મરવાની પ્રેરણા આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, મોટી શક્તિઓ ક્યાંય અદૃશ્ય થઇ ગઇ છે, મોટાં તોફાનો પણ શાંત પડી ગયા છે, પરંતુ ભારત હજુ પણ અમર છે, આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે વિશ્વ ફરી એકવાર ભારત તરફ આશા અને અપેક્ષા સાથે જોઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે ‘નવા ભારત’ની આભામાં દરેક જગ્યાએ ગુરુ તેગ બહાદુરજીના આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યા છીએ.”
દેશના દરેક શેરી- નાકા અને ખૂણે ખૂણામાં ગુરુઓના પ્રભાવ અને તેમના ચાતુર્યના પ્રકાશ પર સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુ નાનક દેવજીએ આખા દેશને એક તાતણે બાંધ્યો હતો. ગુરુ તેગ બહાદુરજીના અનુયાયીઓ દરેક જગ્યાએ હતા. પટણામાં પવિત્ર પટના સાહિબ અને દિલ્હીમાં રકાબગંજ સાહિબનો ઉલ્લેખ કરીને, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આપણે ગુરુઓના ચાતુર્ય અને આશીર્વાદના રૂપમાં સર્વત્ર ‘એક ભારત’ને જોઇ રહ્યા છીએ.” શીખ વારસાની ઉજવણી કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને સ્પર્શતા પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ગયા વર્ષે સરકારે પોતે જ 26 ડિસેમ્બરના રોજ શાહિબઝાદાની મહાન શહાદતની સ્મૃતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા શીખ પરંપરાના તીર્થસ્થાનોને જોડવાના પ્રયાસો પણ એકધારા કરવામાં આવી રહ્યા છે. કરતાર સાહેબની પ્રતિક્ષા પૂરી થઇ ગઇ છે અને ઘણી સરકારી યોજનાઓની મદદથી આ પવિત્ર સ્થળોની યાત્રાને સરળ અને સુલભ બનાવવામાં આવી છે. સ્વદેશ દર્શન યોજના હેઠળ એક તીર્થધામ સર્કિટની શરૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં આનંદપુર સાહિબ અને અમૃતસર સાહિબ સહિતના સંખ્યાબંધ મુખ્ય સ્થળોને આવરી લેવામાં આવશે. હેમકુંટ સાહિબ ખાતે રોપ-વેની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. ગુરુ ગ્રંથ સાહિબની કિર્તીને વંદન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “શ્રી ગુરુ ગ્રંથ સાહિબજી આપણા માટે આત્મજ્ઞાનની સાથે સાથે ભારતની વિવિધતા અને એકતામાં રહેવા માટેની માર્ગદર્શિકા પણ છે. આથી, અફઘાનિસ્તાનમાં કટોકટીની સ્થિતિ ઊભી થઈ ત્યારે સરકારે કોઇપણ કસર છોડી ન હતી અને ગુરુ ગ્રંથ સાહિબના પવિત્ર ‘સ્વરૂપ’ને પૂરા સન્માન સાથે લાવવામાં આવ્યા હતા.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ દ્વારા, પડોશી દેશોમાં આવતા શીખો અને લઘુમતીઓ માટે નાગરિકતાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
ભારતના તત્વચિંતનના મૂળ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત ક્યારેય કોઇ દેશ કે સમાજ માટે જોખમ બનીને ઊભું રહ્યું નથી. આજે પણ આપણે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચાર કરીએ છીએ. જ્યારે આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર વિશ્વની પ્રગતિને પણ સૌથી આગળ રાખીએ છીએ. આજનું ભારત વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ સંપૂર્ણ સ્થિરતા સાથે શાંતિ માટે પ્રયાસો કરી રહ્યું છે અને સાથે સાથે દેશના સંરક્ષણ તેમજ સુરક્ષા માટે પણ ભારત એટલું જ મક્કમ છે.” તેમણે ઉમેર્યું હતું કે, આપણી સમક્ષ ગુરુઓએ આપેલી મહાન શીખ પરંપરા છે.
ગુરુઓએ જુની બીબાઢાળ રૂઢીઓને બાજુમાં મૂકીને આપણને નવા વિચારો આપ્યા છે. આ વિચારોને તેમના શિષ્યોએ અપનાવ્યા અને તેમાંથી શીખ્યા છે. નવી વિચારસરણીનું આ સામાજિક અભિયાન વિચારના સ્તરે એક નવીનતા હતું. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “નવી વિચારસરણી, સતત સખત પરિશ્રમ અને 100% સમર્પણ, આજે પણ આપણા શીખ સમાજની ઓળખ છે. આઝાદી કા અમૃત મહોત્સવના સમયમાં આજે દેશનો આ સંકલ્પ છે. આપણને આપણી ઓળખ પર ગૌરવ હોવું જોઇએ. આપણે આપણા સ્થાનિક પર ગૌરવ લેવાનું છે, આપણે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાનું છે.
अभी शबद कीर्तन सुनकर जो शांति मिली, वो शब्दों में अभिव्यक्त करना मुश्किल है।
— PMO India (@PMOIndia) April 21, 2022
आज मुझे गुरू को समर्पित स्मारक डाक टिकट और सिक्के के विमोचन का भी सौभाग्य मिला है।
मैं इसे हमारे गुरूओं की विशेष कृपा मानता हूं: PM @narendramodi
मुझे खुशी है आज हमारा देश पूरी निष्ठा के साथ हमारे गुरुओं के आदर्शों पर आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) April 21, 2022
इस पुण्य अवसर पर सभी दस गुरुओं के चरणों में नमन करता हूँ।
आप सभी को, सभी देशवासियों को और पूरी दुनिया में गुरुवाणी में आस्था रखने वाले सभी लोगों को प्रकाश पर्व की हार्दिक बधाई देता हूँ: PM
ये लालकिला कितने ही अहम कालखण्डों का साक्षी रहा है।
— PMO India (@PMOIndia) April 21, 2022
इस किले ने गुरु तेग बहादुर जी की शहादत को भी देखा है और देश के लिए मरने-मिटने वाले लोगों के हौसले को भी परखा है: PM @narendramodi
ये भारतभूमि, सिर्फ एक देश ही नहीं है बल्कि हमारी महान विरासत है, महान परंपरा है।
— PMO India (@PMOIndia) April 21, 2022
इसे हमारे ऋषियों, मुनियों, गुरुओं ने सैकड़ों-हजारों सालों की तपस्या से सींचा है, उसके विचारों को समृद्ध किया है: PM @narendramodi
ये भारतभूमि, सिर्फ एक देश ही नहीं है बल्कि हमारी महान विरासत है, महान परंपरा है।
— PMO India (@PMOIndia) April 21, 2022
इसे हमारे ऋषियों, मुनियों, गुरुओं ने सैकड़ों-हजारों सालों की तपस्या से सींचा है, उसके विचारों को समृद्ध किया है: PM @narendramodi
उस समय देश में मजहबी कट्टरता की आँधी आई थी।
— PMO India (@PMOIndia) April 21, 2022
धर्म को दर्शन, विज्ञान और आत्मशोध का विषय मानने वाले हमारे हिंदुस्तान के सामने ऐसे लोग थे जिन्होंने धर्म के नाम पर हिंसा और अत्याचार की पराकाष्ठा कर दी थी: PM @narendramodi
यहाँ लालकिले के पास में ही गुरु तेगबहादुर जी के अमर बलिदान का प्रतीक गुरुद्वारा शीशगंज साहिब भी है!
— PMO India (@PMOIndia) April 21, 2022
ये पवित्र गुरुद्वारा हमें याद दिलाता है कि हमारी महान संस्कृति की रक्षा के लिए गुरु तेगबहादुर जी का बलिदान कितना बड़ा था: PM @narendramodi
गुरु तेग बहादुर जी के बलिदान ने, भारत की अनेकों पीढ़ियों को अपनी संस्कृति की मर्यादा की रक्षा के लिए, उसके मान-सम्मान के लिए जीने और मर-मिट जाने की प्रेरणा दी है।
— PMO India (@PMOIndia) April 21, 2022
बड़ी-बड़ी सत्ताएँ मिट गईं, बड़े-बड़े तूफान शांत हो गए, लेकिन भारत आज भी अमर खड़ा है, आगे बढ़ रहा है: PM
गुरु नानकदेव जी ने पूरे देश को एक सूत्र में पिरोया।
— PMO India (@PMOIndia) April 21, 2022
गुरु तेगबहादुर जी के अनुयायी हर तरफ हुये।
पटना में पटना साहिब और दिल्ली में रकाबगंज साहिब, हमें हर जगह गुरुओं के ज्ञान और आशीर्वाद के रूप में ‘एक भारत’ के दर्शन होते हैं: PM @narendramodi
पिछले वर्ष ही हमारी सरकार ने, साहिबजादों के महान बलिदान की स्मृति में 26 दिसंबर को वीर बाल दिवस मनाने का निर्णय लिया।
— PMO India (@PMOIndia) April 21, 2022
सिख परंपरा के तीर्थों को जोड़ने के लिए भी हमारी सरकार निरंतर प्रयास कर रही है: PM @narendramodi
श्री गुरुग्रंथ साहिब जी हमारे लिए आत्मकल्याण के पथप्रदर्शक के साथ साथ भारत की विविधता और एकता का जीवंत स्वरूप भी हैं।
— PMO India (@PMOIndia) April 21, 2022
इसलिए, जब अफ़ग़ानिस्तान में संकट पैदा होता है, हमारे पवित्र गुरुग्रंथ साहिब के स्वरूपों को लाने का प्रश्न खड़ा होता है, तो भारत सरकार पूरी ताकत लगा देती है: PM
भारत ने कभी किसी देश या समाज के लिए खतरा नहीं पैदा किया।
— PMO India (@PMOIndia) April 21, 2022
आज भी हम पूरे विश्व के कल्याण के लिए सोचते हैं।
हम आत्मनिर्भर भारत की बात करते हैं, तो उसमें पूरे विश्व की प्रगति लक्ष्य का सामने रखते हैं: PM @narendramodi
नई सोच, सतत परिश्रम और शत प्रतिशत समर्पण, ये आज भी हमारे सिख समाज की पहचान है।
— PMO India (@PMOIndia) April 21, 2022
आजादी के अमृत महोत्सव में आज देश का भी यही संकल्प है।
हमें अपनी पहचान पर गर्व करना है।
हमें लोकल पर गर्व करना है, आत्मनिर्भर भारत का निर्माण करना है: PM @narendramodi