Quote"ભારતનો વૈજ્ઞાનિક સમુદાય આપણા દેશ માટે એવું સ્થાન સુનિશ્ચિત કરશે જેના માટે આપણામાં પાત્રતા છે"
Quote"21મી સદીના ભારતમાં ડેટા અને ટેકનોલોજીની વિપુલ ઉપલબ્ધતા વિજ્ઞાનને મદદરૂપ થશે"
Quote"આપણી વિચારસરણીમાં વિજ્ઞાન દ્વારા મહિલાઓને માત્ર સશક્ત બનાવવાનો જ નહીં પરંતુ મહિલાઓના યોગદાન દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનો અભિગમ પણ સામેલ છે"
Quote"મહિલાઓની વધતી ભાગીદારી એ પુરાવો આપે છે કે, દેશમાં મહિલાઓ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થઇ રહી છે"
Quote"વિજ્ઞાનના માધ્યમથી કરવામાં આવતા પ્રયાસો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે તે પ્રયોગશાળામાંથી બહાર આવે અને પાયાના પર પહોંચે તેમજ તેની અસર વૈશ્વિક સ્તરેથી પાયાના સ્તર સુધી પહોંચે, જ્યારે તેની મર્યાદા જર્નલથી જમીન સુધીની હોય અને જ્યારે સંશોધનથી વાસ્તવિક જીવનમાં પરિવર્તન દેખાતું હોય"
Quote"જો દેશ ભવિષ્યવાદી ક્ષેત્રોમાં પહેલ કરશે તો આપણે ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવીશું"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 108મા ભારતીય વિજ્ઞાન અધિવેશન (ISC)માં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ વર્ષની ISC ની ફોકલ થીમ "મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ આગામી 25 વર્ષમાં ભારતના વિકાસની ગાથામાં ભારતની વૈજ્ઞાનિક તાકાતની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે વિજ્ઞાનમાં જુસ્સાની સાથે સાથે રાષ્ટ્ર સેવાની ભાવનાનો સંચાર થાય છે, ત્યારે જે પરિણામો મળે તે અભૂતપૂર્વ હોય છે. મને ભરોસો છે કે, ભારતનો વૈજ્ઞાનિક સમુદાય આપણા દેશ માટે એક એવું સ્થાન સુનિશ્ચિત કરશે જેના માટે આપણો દેશ હંમેશા પાત્રતા ધરાવતો હતો.”

|

અવલોકન એ વિજ્ઞાનનું મૂળ છે, અને આવા અવલોકનો દ્વારા જ વૈજ્ઞાનિકો રૂપરેખાઓને અનુસરે છે અને જરૂરી પરિણામો પર પહોંચે છે તે બાબત પર ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ ડેટા એકત્ર કરવા પર અને પરિણામોનું વિશ્લેષણ કરવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 21મી સદીના ભારતમાં રહેલી ડેટા અને ટેક્નોલોજીની વિપુલ ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમાં ભારતીય વિજ્ઞાનને નવા શિખરો સુધી લઇ જવાનું સામર્થ્ય છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ડેટા વિશ્લેષણનું ક્ષેત્ર ઉલ્કા ગતિએ આગળ વધી રહ્યું છે જે માહિતીને આંતરદૃષ્ટિ અને વિશ્લેષણને કાર્યક્ષમ જ્ઞાનમાં રૂપાંતરિત કરવામાં ખૂબ મદદરૂપ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "પરંપરાગત જ્ઞાનની વાત હોય કે પછી આધુનિક ટેકનોલોજીની, વૈજ્ઞાનિક શોધમાં તે દરેક બાબત નિર્ણાયક ભૂમિકા નિભાવે છે". તેમણે સંશોધન આધારિત વિકાસની વિવિધ ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.

વૈજ્ઞાનિક અભિગમ સાથે ભારતના પ્રયાસોથી પ્રાપ્ત થતા પરિણામ વિશે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દુનિયાના ટોચના દેશોમાં ભારતની ગણતરી થાય છે કારણ કે ભારત 2015માં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 81મા સ્થાને હતું ત્યાંથી 2022માં આગળ વધીને 40માં સ્થાને પહોંચી ગયું છે. પીએચડી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સની સંખ્યાના સંદર્ભમાં પણ દુનિયા ટોચના ત્રણ દેશમાંથી એક ભારત છે.

આ વર્ષે વિજ્ઞાન અધિવેશનમાં મહિલા સશક્તિકરણની સાથે સાથે સાતત્યપૂર્ણ વિકાસને જોડતી થીમ રાખવામાં આવી છે તે અંગે ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ બંને ક્ષેત્રો વચ્ચેની પૂરકતા પર ભાર મૂક્યો હતો. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આપણી વિચારસરણીમાં વિજ્ઞાન દ્વારા મહિલાઓને માત્ર સશક્ત બનાવવાનો જ નહીં પરંતુ મહિલાઓના યોગદાન દ્વારા વિજ્ઞાનને સશક્ત બનાવવાનો અભિગમ પણ સામેલ છે."

ભારતને G-20ની અધ્યક્ષતા કરવાની તક સાંપડી છે તેની માહિતી આપતાં, પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, મહિલાઓના નેતૃત્વ સાથે વિકાસ એ ભારતની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ અગ્રતા આપવામાં આવેલા વિષયોમાંથી એક છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં ભારતે સુશાસનથી માંડીને સમાજ સુધીના અસાધારણ કાર્યો હાથ ધર્યા છે જેની આજે સમગ્ર દુનિયામાં ચર્ચા થઇ રહી છે. નાના ઉદ્યોગો અને વ્યવસાયોમાં ભાગીદારીની વાત હોય કે પછી સ્ટાર્ટ-અપ જગતમાં નેતૃત્વની વાત હોય, આ ક્ષેત્રોમાં અગ્રણી રહેલી મહિલાઓ વિશ્વ સમક્ષ પોતાની શક્તિ દર્શાવી રહી છે તેનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ મુદ્રા યોજનાનું ઉદાહરણ આપ્યું જે ભારતની મહિલાઓના સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. તેમણે બાહ્ય સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં મહિલાઓની સહભાગીતા બમણી કરવા તરફ પણ સૌનું ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, "મહિલાઓની વધતી જતી સહભાગી એ પુરાવો છે કે દેશમાં મહિલાઓ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થઇ રહી છે".

|

પ્રધાનમંત્રીએ જ્ઞાનને કાર્યક્ષમ અને મદદરૂપ ઉત્પાદનોમાં પરિવર્તિત કરવા માટે વૈજ્ઞાનિકો સમરક્ષ રહેલા પડકાર વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “વિજ્ઞાનના માધ્યમથી કરવામાં આવતા પ્રયાસો ત્યારે જ મહાન સિદ્ધિઓમાં પરિવર્તિત થઇ શકે છે જ્યારે તે પ્રયોગશાળામાંથી બહાર આવે અને પાયાના પર પહોંચે તેમજ તેની અસર વૈશ્વિક સ્તરેથી પાયાના સ્તર સુધી પહોંચે, જ્યારે તેની મર્યાદા જર્નલથી જમીન (પાયાના સ્તરે દૈનિક જીવન) સુધીની હોય અને જ્યારે સંશોધનથી વાસ્તવિક જીવનમાં પરિવર્તન દેખાતું હોય.” તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વિજ્ઞાનની સિદ્ધિઓ લોકોના અનુભવો અને પ્રયોગો વચ્ચેનો અંતરાય પૂરો કરે છે, ત્યારે તે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે અને યુવા પેઢીને પ્રભાવિત કરે છે, જેઓ વિજ્ઞાનની ભૂમિકા વિશે પ્રતીતિ પામે છે. પ્રધાનમંત્રીએ આવા યુવાનોને મદદ કરવા માટે સંસ્થાકીય માળખાની જરૂરિયાત હોવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે આવું સક્ષમ સંસ્થાકીય માળખું વિકસાવવા માટે કામ કરવા માટે તમામ ઉપસ્થિતોને આહ્વાન કર્યું હતું. તેમણે ટેલેન્ટ હન્ટ અને હેકાથોન્સ જેવા ઉદાહરણો આપ્યા હતા જેના દ્વારા વૈજ્ઞાનિક પ્રકૃતિ ધરાવતા બાળકોને શોધી શકાય છે. પ્રધાનમંત્રીએ રમતગમતના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ વિશે વાત કરી હતી અને આ ક્ષેત્રમાં દેશને મળેલી સફળતાનો શ્રેય ઊભરતાં મજબૂત સંસ્થાકીય તંત્ર તેમજ ગુરુ-શિષ્ય પરંપરાને આપ્યો. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, આ પરંપરા વિજ્ઞાનના ક્ષેત્રમાં સફળતાનો મંત્ર બની શકે છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રમાં વિજ્ઞાનના વિકાસનો માર્ગ મોકળો કરી શકે તેવા મુદ્દાઓ તરફ સૌનું ધ્યાન દોરતાં ટિપ્પણી કરી હતી કે, ભારતની જરૂરિયાતોને પૂરી કરવાનો સંકલ્પ સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય માટે તમામ પ્રકારની પ્રેરણાના મૂળમાં હોવો જોઇએ. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સમગ્ર દુનિયામાં રહેલી માનવ વસ્તીના 17-18 ટકા લોકો ભારતમાં રહે છે અને આવા વૈજ્ઞાનિક વિકાસથી સમગ્ર વસ્તીને લાભ મળવો જોઇએ અને કહ્યું હતું કે, "ભારતમાં વિજ્ઞાને દેશને આત્મનિર્ભર બનાવવો જોઇએ". તેમણે સમગ્ર માનવજાત માટે મહત્વના વિષયો પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દેશની વધતી જતી ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત અત્યારે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન પર કામ કરી રહ્યું છે અને તેને સફળ બનાવવા માટે ભારતમાં ઇલેક્ટ્રોલાઇઝર જેવા જટિલ ઉપકરણોનું ઉત્પાદન કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ નવી નવી સામે આવી રહેલી બીમારીઓનો સામનો કરવાની પદ્ધતિઓ વિકસાવવામાં વૈજ્ઞાનિક સમુદાયની ભૂમિકા અને નવી રસીઓ તૈયાર કરવા માટે સંશોધનને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બીમારીઓની સમયસર શોધ માટે એકીકૃત રોગ દેખરેખ પ્રણાલી વિશે વાત કરી હતી. આ માટે, તેમણે તમામ મંત્રાલયોના સંકલિત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેવી જ રીતે, LiFE એટલે કે જીવનશૈલી ફોર એન્વાયરમેન્ટ ઝુંબેશને વૈજ્ઞાનિકો દ્વારા ઘણી મદદ મળી શકે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દરેક નાગરિક માટે એ ગૌરવની વાત છે કે ભારતે આહ્વાન કર્યુ એટલે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘બાજરીનું આંતરરાષ્ટ્રીય વર્ષ’ તરીકે જાહેર કર્યું છે. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, ભારતના બાજરી અને તેના ઉપયોગને સુધારવા માટે કામ કરી શકાય છે, જ્યારે લણણી પછીના નુકસાનમાં ઘટાડો કરવા માટે વૈજ્ઞાનિક સમુદાય દ્વારા બાયોટેકનોલોજીની મદદથી અસરકારક પગલાં લઇ શકાય છે.

પ્રધાનમંત્રીએ કચરાના વ્યવસ્થાપનમાં વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂક્યો હતો કારણ કે મ્યુનિસિપલ ઘન કચરો, ઇલેક્ટ્રોનિક કચરો, બાયો-મેડિકલ કચરો અને કૃષિ કચરાનો ફેલાવો વધી રહ્યો છે અને સરકાર વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપી રહી છે.

પ્રધાનમંત્રીએ અત્યારે જેમાં ઘણી તેજી જોવા મળી રહી છે તેવા અવકાશ ક્ષેત્રમાં ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓછા ખર્ચાળ ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનોની ભૂમિકાને સ્વીકારી હતી અને ઉલ્લેખ કર્યો કે, દુનિયા અમારી સેવાઓ લેવા માટે આગળ આવશે. પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ કરીને ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટેની તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ફ્રન્ટિયર તરીકે ભારત સમગ્ર દુનિયામાં પોતાની છાપ કેવી રીતે બનાવી રહ્યું છે તેના પર પણ સૌનું ધ્યાન દોર્યું હતું. પ્રધાનમંત્રીએ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ ક્ષેત્રમાં કુશળતા મેળવવા અને અગ્રણી બનવાનો અનુરોધ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે, "ભારત ક્વોન્ટમ કોમ્પ્યુટર, રસાયણશાસ્ત્ર, સંદેશાવ્યવહાર, સેન્સરો, ક્રિપ્ટોગ્રાફી અને નવી સામગ્રીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે".

શ્રી મોદીએ ભવિષ્યવાદી વિચારો અને એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે, જ્યાં ક્યાંય કોઇ કામ થઇ રહ્યું નથી. તેણે AI, AR અને VR ને પ્રાથમિકતાઓ તરીકે રાખવા માટે જણાવ્યું હતું. તેમણે વૈજ્ઞાનિક સમુદાયને સેમિકન્ડક્ટર ચિપ્સમાં નાવીન્યતાઓ લાવવા માટે તેમને પ્રોત્સાહન આપ્યું હતું અને હવેથી સેમિકન્ડક્ટરને આપવામાં આવતા વેગને ભવિષ્ય માટે તૈયાર રાખવાની વાતને ધ્યાનમાં લેવાનું કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, "જો દેશ આ ક્ષેત્રોમાં પહેલ કરશે તો આપણે ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાની સ્થિતિમાં આવીશું".

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે. ભારતીય વિજ્ઞાન અધિવેશનના આ સત્ર દરમિયાન વિવિધ રચનાત્મક મુદ્દાઓ પર ભવિષ્ય માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવામાં આવશે. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, "અમૃતકાળમાં, આપણે ભારતને આધુનિક વિજ્ઞાનની સૌથી અદ્યતન પ્રયોગશાળા બનાવવું છે".

પૃષ્ઠભૂમિ

આ વર્ષની ISC ની ફોકલ થીમ "મહિલા સશક્તિકરણ સાથે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" રાખવામાં આવી છે જે દીર્ઘકાલિન વિકાસ, મહિલા સશક્તિકરણ અને આ ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજી ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાઓનું સાક્ષી બનશે. સહભાગીઓ STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત)ના શિક્ષણ, સંશોધનની તકો અને આર્થિક ભાગીદારીમાં મહિલાઓને સમાન સુલભતા પ્રદાન કરવાના માર્ગો શોધવાનો પ્રયાસ કરવાની સાથે સાથે શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગના ઉચ્ચ સ્તરે મહિલાઓની સંખ્યા વધારવાના માર્ગો પર ચર્ચા કરશે અને વિચાર-વિમર્શ કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં મહિલાઓના યોગદાનને દર્શાવવા માટેનો એક વિશેષ કાર્યક્રમ પણ યોજવામાં આવશે, જેમાં જાણીતા મહિલા વૈજ્ઞાનિકો દ્વારા પ્રવચનો પણ આપવામાં આવશે.

ISC ની સાથે સાથે અન્ય કેટલાક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. બાળકોમાં વૈજ્ઞાનિક રુચિ અને પ્રકૃતિને ઉત્તેજન આપવા માટે બાળ વિજ્ઞાન અધિવેશનનું પણ આયોજન કરવામાં આવશે. ખેડૂત વિજ્ઞાન અધિવેશન દ્વારા બાયો-ઇકોનોમીમાં સુધારો કરવા અને યુવાનોને કૃષિ તરફ આકર્ષવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આદિજાતિ વિજ્ઞાન અધિવેશનનું પણ આયોજન કરવામાં આવશે, જે આદિવાસી મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સ્વદેશી પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓ અને આચરણોના વૈજ્ઞાનિક પ્રદર્શન માટેનું પ્લેટફોર્મ હશે.

ભારતીય વિજ્ઞાન અધિવેશનનું પ્રથમ સત્ર 1914માં યોજાયું હતું. ISCનું 108મું વાર્ષિક સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજવામાં આવ્યું છે, જ્યાં આ વર્ષે તેમનો શતાબ્દી મહોત્સવ પણ ઉજવાઇ રહ્યો છે.

 

 

 

 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • deepak chauhan January 31, 2024

    जय जय मोदी
  • deepak chauhan January 31, 2024

    जय जय मोदी
  • S Babu January 09, 2023

    🙏
  • Ajay Vishwakarma January 08, 2023

    respected Sir!  For the last 8 years, I don't know how many times I have given all the information about my Science and Technology project to the PMO, but till now there is no contact of any kind.  So far this type of behavior seems very painful.  And such a frustrated feeling arises in the mind that the inventor hidden inside himself should be murdered along with all the projects.  Sir, I do not say that out of my 14 projects, 14 projects can prove to be effective, but if even two of these projects are useful for the society, then I will consider my life blessed and successful.  Please don't take my essential feelings otherwise!  And consider some positive aspect of it and act on my prayer!                 Yours       Ajay Vishwakarma 9970696899 government correspondence letter number PMO October 2014 Dak section PMO 12 January 2015 Dak section PMO 4 July 2018 Dak section departments of centre Power research institute Bengaluru No. CPRI/P&C/INVN.13/2011 departments of science and technology No .k-1103/03/2015/CDN/ PG departments of road transport and highways F.NO. RT-23018/39/2015-T
  • CHANDRA KUMAR January 07, 2023

    Double Spirals Cone Economy (द्वि चक्रीय शंकु अर्थव्यवस्था) वर्तमान समय में भारतीय अर्थव्यवस्था को नई आकृति प्रदान करने की जरूरत है। अभी भारतीय अर्थव्यवस्था वृत्ताकार हो गया है, भारतीय किसान और मजदूर प्राथमिक वस्तु का उत्पादन करता है, जिसका कीमत बहुत कम मिलता है। फिर उसे विश्व से महंगी वस्तु खरीदना पड़ता है, जिसका कीमत अधिक होता है। इस चक्रीय अर्थव्यवस्था में प्राथमिक सस्ता उत्पाद विदेश जाता है और महंगा तृतीयक उत्पाद विदेश से भारत आता है। यह व्यापार घाटा को जन्म देता है। विदेशी मुद्रा को कमी पैदा करता है। अब थोड़ा अर्थव्यवस्था को आकृति बदलकर देखिए, क्योंकि अर्थव्यवस्था का आकृति बदलना आसान है। लेकिन भारत सरकार अर्थव्यवस्था का आकार बढ़ाने के प्रयास में लगा है, वह भी विदेशी निवेश से, यह दूरदर्शिता नहीं है। भारतीय अर्थव्यवस्था में दो तरह की मुद्रा का प्रचलन शुरू करना चाहिए, 80% मुद्रा डिजिटल करेंसी के रूप में और 20% मुद्रा वास्तविक मुद्रा के रूप में। 1. इसके लिए, भारत सरकार अपने कर्मचारियों को वेतन के रूप में 80% वेतन डिजिटल करेंसी में और 20% वेतन भारतीय रुपए में दिया जाए। 2. अनुदान तथा ऋण भी 80% डिजिटल करेंसी के रूप में और 20% भारतीय रुपए के रूप में दिया जाए। 3. इसका फायदा यह होगा कि भारतीय मुद्रा दो भागों में बंट जायेगा। 80% डिजिटल करेंसी से केवल भारत में निर्मित स्वदेशी सामान ही खरीदा और बेचा जा सकेगा। 4. इससे स्वदेशी वस्तुओं का उपभोग बढ़ेगा, व्यापार घाटा कम होगा। 5. महंगे विदेशी सामान को डिजिटल करेंसी से नहीं खरीदा जा सकेगा। 6. वर्तमान समय में सरकारी कर्मचारी अपने धन का 70 से 80% का उपयोग केवल विदेशी ब्रांडेड सामान खरीदने में खर्च होता है। इससे घरेलू अर्थव्यवस्था पर नकारात्मक प्रभाव पड़ता है और सरकार का अधिकतम धन विदेशी अर्थव्यवस्था को गति प्रदान करता है। इसीलिए भारत सरकार को चाहिए की जो वेतन सरकारी कर्मचारियों को दिया जा रहा है उसका उपयोग घरेलू अर्थव्यवस्था को गति देने में किया जाना चाहिए। 7. भारत के उद्योगपति और अत्यधिक संपन्न व्यक्ति अपने धन का उपयोग स्वदेशी वस्तुओं को खरीदने में करे। व्यर्थ का सम्मान पाने के लिए विदेशी ब्रांड पर पैसा खर्च न करे। इसके लिए भी, यह अनिवार्य कर दिया जाए कि यदि किसी व्यक्ति को 20% से अधिक का लाभ प्राप्त होता है तो उसके लाभ का धन दो भागों में बदल दिया जायेगा, 80% भाग डिजिटल करेंसी में और 20% भाग वास्तविक रुपए में। 8. वर्तमान समय में जब वैश्विक मंदी दस्तक देने वाला है, ऐसी समय में भारतीयों को ब्रांडेड वस्तुओं को तरफ आकर्षित होने के बजाय, घरेलू अर्थव्यवस्था को गति देने के लिए, स्वदेशी वस्तुओं का खरीद करना चाहिए। इससे रोजगार सृजन होगा। अब थोड़ा समझते हैं, द्वि चक्रीय शंकु अर्थव्यवस्था को। 1. इसमें दो शंकु है, एक शंकु विदेशी अर्थव्यवस्था को दर्शाता है, और दूसरा शंकु घरेलू अर्थव्यवस्था को दर्शाता है। 2. दोनों शंकु के मध्य में भारत सरकार है, जिसे दोनों अर्थव्यवस्था को नियंत्रित करना चाहिए। यदि आप नाव को नियंत्रित नहीं करेंगे, तब वह नाव दिशाहीन होकर समुद्र में खो जायेगा, इसका फायदा समुद्री डाकू उठायेगा। 3. भारत सरकार को चाहिए की वह दोनों शंकु को इस तरह संतुलित करे की , धन का प्रवाह विदेश अर्थव्यवस्था की तरफ नकारात्मक और घरेलू अर्थव्यवस्था की तरफ सकारात्मक हो। 4. इसके लिए, भारत सरकार को चाहिए की वह अपना बजट का 80% हिस्सा डिजिटल करेंसी के रूप में घरेलू अर्थव्यवस्था को दे, जबकि 20% छपाई के रुपए के रूप में विदेशी अर्थव्यवस्था हेतु उपलब्ध कराए। 5. घरेलू अर्थव्यवस्था को विदेशी अर्थव्यवस्था से अलग किया जाए। विदेशी वस्तुओं की बिक्री हेतु भारत में अलग स्टोर बनाने के लिए बाध्य किया जाए। विदेशी वस्तुओं को खरीदने के लिए अलग मुद्रा (छपाई के रुपए) का इस्तेमाल को ही स्वीकृति दिया जाए। 6. जब दूसरा देश दबाव डाले की हमें भारत में व्यापार करने में बढ़ा उत्पन्न किया जा रहा है, तब उन्हें स्पष्ट कहा जाना चाहिए की हम अपने देश में रोजगार सृजन करने , भुखमरी को खत्म करने का प्रयास कर रहे हैं। 7. दूसरे देशों के राष्ट्रध्यक्ष को धोखा देने के लिए, उन्हें कहा जाए की अभिभ्रात में लोकसभा चुनाव है। लोकसभा चुनाव खत्म होते ही भारतीय अर्थव्यवस्था आप सभी के लिए खोल देंगे, ताकि विदेशियों को भारत में व्यापार करना सुगम हो जाए। 8. अभी भारतीय श्रमिक और मजदूर स्पाइरल शंकु के सबसे नीचे है और एक बार हाथ से पैसा बाजार में खर्च हो गया तो अगले कई दिनों बाद अथवा अगले वर्ष ही पैसा हाथ में आता है। क्योंकि कृषि उत्पाद वर्ष में 2 बार हो बेचने का मौका मिलता है किसानों को। 9. spiral cone में पैसा जितनी तेजी से निम्न वर्ग से उच्च वर्ग को तरफ बढ़ता है, उतनी ही तेजी से निम्न वर्ग का गरीबी बढ़ता है, परिणाम स्वरूप स्वदेशी अर्थव्यवस्था का शंकु का शीर्ष छोटा होता जाता है और निम्न वर्ग का व्यास बढ़ता जाता है। 10. भारत सरकार को अब अनुदान देने के बजाय, निवेश कार्य में धन लगाना चाहिए। ताकि घरेलू अर्थव्यवस्था में वृद्धि हो। 11. अभी भारत सरकार का पैसे जैसे ही भारतीय श्रमिक, भारतीय नौकरशाह को मिलता है। वैसे ही विदेशी कंपनियां, ब्रांडेड सामान का चमक दिखाकर( विज्ञापन द्वारा भ्रमित कर), उस धन को भारतीय घरेलू अर्थव्यवस्था से चूस लेता है और विदेश भेज देता है। 12. ऐसा होने से रोकने के लिए, भारतीयों को दो प्रकार से धन मुहैया कराया जाए। ताकि विदेशी ब्रांडेड सामान खरीद ही न पाए। जो भारतीय फिर भी अपने धन का बड़ा हिस्सा विदेशी सामान खरीदने का प्रयास करे उन्हें अलग अलग तरीके से हतोत्साहित करने का उपाय खोजा जाए। 13. भारत में किसी भी वस्तु के उत्पादन लागत का 30% से अधिक लाभ अर्जित करना, अपराध घोषित किया जाए। इससे भारतीय निम्न वर्ग कम धन में अधिक आवश्यक सामग्री खरीद सकेगा। 14. विदेश में कच्चा कृषि उत्पाद की जगह पैकेट बंद तृतियक उत्कृष्ट उत्पाद भेजा जाए। डोमिनोज पिज्जा की जगह देल्ही पिज्जा को ब्रांड बनाया जाए। 15. कच्चा धात्विक खनिज विदेश भेजने के बजाय, घरेलू उद्योग से उत्कृष्ट धात्वीक सामग्री बनाकर निर्यात किया जाए। 16. उद्योग में अकुशल मजदूर को बुलाकर ट्रेनिंग देकर कुशल श्रमिक बनाया जाए। 17. विदेशी अर्थव्यवस्था वाले से शंकु से धन चूसकर, घरेलू अर्थव्यवस्था वाले शंकु की तरफ प्रवाहित किया जाए। यह कार्य दोनों शंकु के मध्य बैठे भारत सरकार को करना ही होगा। 18. यदि भारत सरकार चीन को सरकार की तरह सक्रियता दिखाए तो भारतीय अर्थव्यवस्था का स्वर्णिम दौर शुरू हो सकता है। 19. अभी तो भारतीय अर्थव्यवस्था से धन तेजी से विदेश को ओर जा रहा है, और निवेश एक तरह का हवा है जो मोटर से पानी निकालने के लिए भेजा जाता है। 20. बीजेपी को वोट भारतीय बेरोजगारों, श्रमिकों और किसानों से ही मांगना है तो एक वर्ष इन्हें ही क्यों न तृप्त किया जाए। फिर चुनाव जीतकर आएंगे, तब उद्योगपतियों और पूंजीपतियों के लिए चार वर्ष तक जी भरकर काम कीजिएगा।
  • K Sampath Kumar January 06, 2023

    NaMo
  • CHANDRA KUMAR January 06, 2023

    राजकीय +2 उच्च विद्यालय मोहनपुरहाट, देवघर, झारखंड , udise code 20070117301 में एजुकेशन एसडीओ अजय कुमार को जांच तथा निरीक्षण कार्य हेतु, प्रधानाध्यापक बनाकर भेजा गया है। परंतु पदाधिकारी द्वारा , वास्तविक तथ्यों को छिपाया जा रहा है। 1. प्रथम निरीक्षण के दिन तथा दूसरे निरीक्षण के दिन विद्यालय में मुस्किल से 40 छात्र उपस्थित था। 2. इसके बाद, प्रभारी प्रधानाध्यापक पुरुषोत्तम कुमार चौधरी द्वारा सभी छात्रों को धमकी भरा संदेश भिजवाकर तथा विद्यालय में जांच परीक्षा है, कहकर , सभी छात्रों को विद्यालय बुलाया गया। इससे बच्चे विद्यालय में उपस्थित तो हो गए, लेकिन उन्हें पढ़ाया नहीं गया , जांच परीक्षा का एक प्रोग्राम दे दिया गया है। क्या केवल बच्चों का परीक्षा ले लेने मात्र से ही उसका सिलेबस पूरा हो जायेगा? आवश्यकता से अधिक 5000 बच्चों का नामांकन लेना, क्या अपराध नहीं है। बच्चा बैठने के लिए जगह खोज रहा था, उन्हें जर्जर पुराने चमगादड़ वाले कमरे में बैठा दिया गया, जहां न प्रकाश है, और न ही अच्छा ब्लैक बोर्ड। क्या जांच पदाधिकारी एजुकेशन एसडीओ अजय कुमार से बच्चों की उपस्थिति का वास्तविक विवरण मांगा जाना चाहिए अथवा नहीं। होना तो यह चाहिए की जांच पदाधिकारी अजय कुमार से कहा जाय की वीडियोग्राफी करके विद्यालय की वास्तविक स्थिति बताया जाए। 1. छात्र कहां बैठता है? 2. कितना छात्र बैठता है? 3. कितने छात्रों का नामांकन है ? 4. 12 शिक्षक विद्यालय में, कैसे 5000 बच्चों को पढ़ाता है? 5. विद्यालय में बच्चे केवल जांच परीक्षा देने ही क्यों आता है? 6. जब जांच परीक्षा नहीं होता है, तब विद्यालय में कितना बच्चा आता है? 7. 5000 बच्चों का नामांकन लेने की अनुमति किसने दिया ? 8. विद्यालय के पास जब बच्चों की कक्षा के लिए सिर्फ 8 कमरे हैं तब पांच हजार बच्चों को कहां बैठाया जाता है? 9. बच्चों के विद्यालय से बीच अवधि में भागने का क्या कारण है? 10. 5000 बच्चों के नामांकन करने के लिए कौन जिम्मेदार है? 11. 5000 बच्चे में से सिर्फ 60 बच्चे विद्यालय में रहते हैं, बाकी बच्चे घर में क्या करते है? 12. घरों में रहनेवाले बच्चे 2 घंटे ट्यूशन यदि जाते भी हैं तो बाकी समय में क्या करता है? 13. विद्यालय के बच्चे का नाम चोरी, हत्या, बलात्कार, संगठित साइबर क्राइम में क्यों आ रहा है? 14. विद्यालय की छात्राएं घरों से कहकर निकलता है की हम विद्यालय जा रहे हैं, लेकिन वह विद्यालय में उपस्थित दर्ज नहीं करवाती है, फिर वह जाती कहां है? 15. मोहनपुर प्रखंड में कई छात्र परीक्षा में फेल होने के कारण आत्महत्या कर चुका है, ऐसे में विद्यालय में अधिक नामांकन लेने और पढ़ाने में अक्षम होने के लिए प्रभारी प्रधानाध्यापक को दोषी क्यों न माना जाए? प्रभारी प्रधानाध्यापक श्री पुरुषोत्तम चौधरी द्वारा 5000 बच्चों का नामांकन ले लेने के कारण राजकीय +2 उच्च विद्यालय में कई परेशानियां पैदा हो गई है 1. विद्यालय के शिक्षक परेशान रहता है की इतने बच्चों की उपस्थिति कैसे बनाएं? 2. क्लर्क परेशान रहता है की इतने बच्चों का कागजात कैसे सुरक्षित रखें? 3. अभितक विद्यालय के सभी बच्चों को किताब नहीं मिल पाया है। 4. छात्राओं के लिए विद्यालय में असुरक्षा का माहौल बन गया है, क्योंकि इतने अधिक बच्चों में से कौन बच्चा विद्यालय आया है और कौन बच्चा अपराधी प्रवृति का है, यह किसी को भी मालूम नहीं है। 5. इंटर क्लास के छात्रों का उपस्थिति नहीं बनाया जाता है, क्योंकि बच्चों की संख्या 2700 है। अब ऐसे प्रभारी प्रधानाध्यापक को क्यों नहीं हटाना चाहिए? जिस प्रभारी प्रधानाध्यापक अपने लोभ लालच के लिए 300 विद्यार्थी की क्षमता वाले विद्यालय में 5000 बच्चे का नामांकन लेकर छात्रों के भविष्य से खिलवाड़ करे, उन्हें दंडित किया ही जाना चाहिए। आसपास में कई +2 विद्यालय हैं फिर राजकीय +2 उच्च विद्यालय मोहनपुर में आवश्यकता से अधिक 5000 बच्चे का नामांकन दुर्भाग्यपूर्ण है। केंद्र सरकार को रिपोर्ट मंगाकर कार्रवाई करनी चाहिए। प्रभारी प्रधानाध्यापक विद्यालय फंड तथा विद्यार्थियों से अनुचित राशि वसूल करके अकूत चल अचल संपत्ति इकठ्ठा किया गया है। वर्तमान में स्मार्ट क्लासरूम के लिए फंड तथा सामान आ रहा है, जिसकी वजह से यह प्रभारी पद से हटना नहीं चाह रहा है। पिछले बार आईटी लैब के लिए 12 कंप्यूटर आया था, जिसका चोरी उसी रात को हो गया, जिस रात को कंप्यूटर विद्यालय में लगाया गया था। अब यह प्रश्न है की उसी रात को चोर को मालूम कैसे हुआ? एक जंगल में स्थित विद्यालय में 12 कंप्यूटर लगाकर सभी बिना सुरक्षा में छोड़कर कैसे चला गया? जंगल में स्थित विद्यालय में 12 कंप्यूटर लगाने का निर्णय तथा स्वीकृति किसका था? और अभी स्मार्ट क्लासरूम के लिए जंगल में स्थित विद्यालय का चुनाव किसने किया? कौन चाहता है की विद्यालय के लिए फिर से कंप्यूटर आ जाए और हम उसे चुरा लें? दरअसल प्रभारी प्रधानाध्यापक विद्यालय में लगातार चोरी होने की शिकायत दर्ज करवाते रहता है और इधर स्मार्ट क्लासरूम के लिए स्वीकृति भी प्राप्त करवा लिया है? रिश्वत का पैसा फेंककर, स्मार्ट क्लासरूम के लिए कंप्यूटर मंगावाएगा, फिर कंप्यूटर का चोरी दिखाकर, सारे कंप्यूटर को घर ले जायेगा। और किसी का नाम सदेहास्पद रूप से दर्ज करवा देगा। पिछले बार कंप्यूटर चोरी के लिए अपने ही विद्यालय के एक छात्र का नाम दर्ज करवा दिया और उसके घर से कंप्यूटर का पार्ट्स बरामद करवा दिया। क्या प्रभारी प्रधानाध्यापक का क्रियाकलाप संदेहास्पद नहीं है? क्या इसका जांच विशेष तरीके से नहीं किया जाना चाहिए?
  • madan sahni @1 January 05, 2023

    modi mere liye kuch kiki ye sar ji
  • Raghuthaman n v January 05, 2023

    why MRP for selling items r given many times more than the real manufacturing cost?why govt not controlling this.specially on medicine prices.
  • Raghuthaman n v January 05, 2023

    ये विडिओ सभी ने बीना डिलीट किये जरूर से देखना चाहीए। बहुत ही महत्वपूर्ण है। अपने हर ग्रुप मे भेजना। यही आप से विनंती है। 👆👆
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Centre releases tax devolution of Rs 1.73 trillion to state govts

Media Coverage

Centre releases tax devolution of Rs 1.73 trillion to state govts
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
On the occasion of National Youth Day, PM to participate in the Viksit Bharat Young Leaders Dialogue 2025 on 12th January
January 10, 2025
QuotePM to interact with 3000 young leaders selected through a merit-based, multi-level selection process from over 30 lakh participants
QuoteYoung leaders to make presentations to PM, reflecting innovative ideas and solutions to address some of India's most pressing challenges
QuoteIn a unique initiative, youth to get an opportunity to share their ideas, experiences, and aspirations directly to PM during lunch

On the occasion of National Youth Day, commemorating the birth anniversary of Swami Vivekananda, Prime Minister Shri Narendra Modi will participate in the Viksit Bharat Young Leaders Dialogue 2025 on 12th January, at around 10 AM, at Bharat Mandapam, New Delhi. He will engage with 3,000 dynamic young leaders from across India. He will also address the gathering on the occasion.

The Viksit Bharat Young Leaders Dialogue aims to break the 25 year old tradition of holding the National Youth Festival in a conventional manner. It aligns with the Prime Minister's Independence Day call to engage 1 lakh youth in politics without political affiliations and provide them a national platform to make their ideas for Viksit Bharat, a reality. In line with this, on this National Youth Day, Prime Minister will participate in multiple activities designed to inspire, motivate, and empower the nation's future leaders. Innovative young leaders will make ten powerpoint presentations representing the ten thematic areas pivotal to India’s development before the Prime Minister. These presentations reflect the innovative ideas and solutions proposed by young leaders to address some of India's most pressing challenges.

Prime Minister will also release a compilation of best essays written by participants on the ten themes. These themes encompass diverse areas such as technology, sustainability, women empowerment, manufacturing, and agriculture.

In a unique setting, Prime Minister will join the young leaders for lunch, providing them an opportunity to share their ideas, experiences, and aspirations directly to him. This personal interaction will bridge the gap between governance and youth aspirations, fostering a deeper sense of ownership and responsibility among the participants.

During the Dialogue, which is starting from 11th January, the young leaders will engage in competitions, activities, and cultural and thematic presentations. It will also include deliberations on the themes led by mentors and domain experts. It will also witness cultural performances showcasing India's artistic heritage while symbolizing its modern advancements.

The 3,000 dynamic and motivated youth have been selected to participate in the Viksit Bharat Young Leaders Dialogue, through the Viksit Bharat Challenge, a meticulously crafted, merit-based multi level selection process to identify and showcase the most motivated and dynamic young voices from across the nation. It included three stages with participants ranging from 15 - 29 years. The first stage, Viksit Bharat Quiz, was conducted in 12 languages for youth from all states to take part, and saw participation of around 30 lakh young minds. Qualified quiz participants progressed to the 2nd stage, essay round, where they articulated their ideas on ten pivotal themes critical to realizing the vision of a "Viksit Bharat", which saw over 2 lakh essays being submitted. In the 3rd stage, State Rounds, 25 candidates per theme advanced to participate in rigorous in-person competitions. Each state identified its top three participants from each track, forming dynamic teams for the national event in Delhi.

1,500 participants from the Viksit Bharat Challenge Track, representing the top 500 teams from State Championships; 1,000 participants from the Traditional Track, chosen through state-level youth festivals, cultural programs, and exhibitions on innovation in science and technology; and 500 Pathbreakers, invited for their groundbreaking contributions in different areas will be participating in the Dialogue.