પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું.
રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી ગુરુ નાનક જયંતી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લગભગ દોઢ વર્ષના અંતરાલ પછી ફરી કરતારપુર સાહિબ કોરિડોર ખુલ્લો મુકવા અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “મારા જાહેર જીવન દરમિયાન છેલ્લા પાંચ દાયકામાં મેં ખેડૂતોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ખૂબ જ નીકટતાથી જોયા છે, આથી જ, જ્યારે 2014માં દેશના પ્રધાનમંત્રી તરીકે મને દેશની સેવા કરવાની તક આપવામાં આવી હતી ત્યારે અમે કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણને સૌથી વધુ પ્રાથમિકતા આપી હતી.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે અમે ચાર પરિબળ એટલે કે, બીજ, વીમો, બજાર અને બચત માટેના પગલાં લીધા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સારી ગુણવત્તાના બિયારણ પૂરાં પાડવાની સાથે સાથે, સરકારે નીમ કોટેડ યુરિયા, ભૂમિ આરોગ્ય કાર્ડ અને સુક્ષ્મ સિંચાઇ જેવી સુવિધાઓ પ્રદાન કરીને ખેડૂતોની સાથે જોડાણ પણ કર્યું.
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ખેડૂતોને જે સખત પરિશ્રમ કરે છે તેના બદલામાં તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળી રહે તેવા ઉદ્દેશથી ખેડૂતો માટે સંખ્યાબંધ પહેલો હાથ ધરવામાં આવી છે. દેશે તેની ગ્રામીણ બજાર માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે માત્ર લઘુતમ ટેકાના ભાવ જ નથી વધાર્યા પરંતુ, અમે વિક્રમી સંખ્યામાં સરકારી ખરીદી કેન્દ્રોનું પણ સર્જન કર્યું છે. અમારી સરકારે કરેલી ઉપજની ખરીદીમાં છેલ્લા કેટલાક દાયકાના તમામ વિક્રમો તૂટી ગયા છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે આ મહાન અભિયાનમાં, દેશમાં ત્રણ કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. આ ત્રણેય કૃષિ કાયદા લાવવાનો મૂળ હેતુ એ હતો કે, દેશના ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતો વધુ તાકાતવર બને, તેમને તેમની ઉપજો માટે યોગ્ય ભાવ મળવો જોઇએ અને તેમની ઉપજનું વેચાણ કરવા માટે મહત્તમ વિકલ્પો મળવા જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી દેશના ખેડૂતો, દેશના કૃષિ નિષ્ણાતો અને દેશના ખેડૂત સંગઠનો સતત આ માગ કરી રહ્યા હતા. અગાઉ પણ સંખ્યાબંધ સરકારોએ આ બાબતે મનોમંથન કર્યું હતું. આ વખતે સંસદમાં આ સંબંધે ચર્ચા કરવામાં આવી, મનોમંથન કરવામાં આવ્યું અને કાયદાઓ લાવવામાં આવ્યા. દેશના દરેક નાકા અને કૂણામાં, સંખ્યાબંધ ખેડૂતો સંગઠનોએ આ કાયદાઓને આવકાર્યા અને તેને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રીએ આ નિર્ણયને સમર્થન આપનારા સંગઠનો, ખેડૂતો અને વ્યક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો જેમાં ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, કૃષિ ક્ષેત્રના હિતમાં, ‘ગાંવ- ગરીબ’ એટલે કે ગામડાં અને ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ એકીકૃતતા, સ્પષ્ટ અંતઃકરણપૂર્ણક અને ખેડૂતો પ્રત્યે સમર્પણની ભાવના સાથે આ કાયદા લાવી હતી. તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, “આટલી પવિત્ર બાબત, એકદમ શુદ્ધ વાત, ખેડૂતોના હિતની વાત અમારા આટલા પ્રયાસો પછી પણ અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓનું મહત્વ સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે આપ સૌને, સમગ્ર દેશને, હું એ કહેવા માટે આવ્યો છું કે અમે તમામ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ મહિને શરૂ થઇ રહેલા સંસદીય સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરીશું.”
પવિત્ર ગુરુ પુરબની ભાવના સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ કોઇના પર દોષારોપણનો નથી અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માટે તેમણે પોતાની જાતને ફરી સમર્પિત કરી હતી. તેમણે કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી હતી. તેમણે દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર પાકની રૂપરેખામાં ફેરફાર કરવા માટે અને લઘુતમ ટેકાના ભાવને વધુ અસરકારક તેમજ પારદર્શક બનાવવા માટે શૂન્ય બજેટિંગ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા માટે સમિતિનું નિર્માણ કરવાની જાહેરાત કરી. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓને સામેલ કરાશે.
आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है।
— PMO India (@PMOIndia) November 19, 2021
मैं विश्वभर में सभी लोगों को और सभी देशवासियों को हार्दिक बधाई देता हूं: PM @narendramodi
ये भी बहुत सुखद है, कि डेढ़ साल के अंतराल के बाद करतारपुर साबिह कॉरिडोर अब फिर से खुल गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2021
अपने पांच दशक के जीवन में किसानों की चुनौतियों को बहुत करीब से देखा है जब देश हमें 2014 में प्रधानसेवक के रूप में सेवा का अवसर दिया तो हमने कृषि विकास, किसान कल्याण को सर्वोच्च प्राथमिकता दी: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2021
देश के छोटे किसानों की चुनौतियों को दूर करने के लिए, हमने बीज, बीमा, बाजार और बचत, इन सभी पर चौतरफा काम किया।
— PMO India (@PMOIndia) November 19, 2021
सरकार ने अच्छी क्वालिटी के बीज के साथ ही किसानों को नीम कोटेड यूरिया, सॉयल हेल्थ कार्ड, माइक्रो इरिगेशन जैसी सुविधाओं से भी जोड़ा: PM @narendramodi
हमने MSP तो बढ़ाई ही, साथ ही साथ रिकॉर्ड सरकारी खरीद केंद्र भी बनाए।
— PMO India (@PMOIndia) November 19, 2021
हमारी सरकार द्वारा की गई उपज की खरीद ने पिछले कई दशकों के रिकॉर्ड तोड़ दिए हैं: PM @narendramodi
किसानों को उनकी मेहनत के बदले उपज की सही कीमत मिले, इसके लिए भी अनेक कदम उठाए गए।
— PMO India (@PMOIndia) November 19, 2021
देश ने अपने Rural market infrastructure को मजबूत किया: PM @narendramodi
देश के कोने-कोने में कोटि-कोटि किसानों ने, अनेक किसान संगठनों ने, इसका स्वागत किया, समर्थन किया।
— PMO India (@PMOIndia) November 19, 2021
मैं आज उन सभी का बहुत आभारी हूं: PM @narendramodi
देश के कोने-कोने में कोटि-कोटि किसानों ने, अनेक किसान संगठनों ने, इसका स्वागत किया, समर्थन किया।
— PMO India (@PMOIndia) November 19, 2021
मैं आज उन सभी का बहुत आभारी हूं: PM @narendramodi
किसानों की स्थिति को सुधारने के इसी महाअभियान में देश में तीन कृषि कानून लाए गए थे।
— PMO India (@PMOIndia) November 19, 2021
मकसद ये था कि देश के किसानों को, खासकर छोटे किसानों को, और ताकत मिले, उन्हें अपनी उपज की सही कीमत और उपज बेचने के लिए ज्यादा से ज्यादा विकल्प मिले: PM @narendramodi
लेकिन इतनी पवित्र बात, पूर्ण रूप से शुद्ध, किसानों के हित की बात, हम अपने प्रयासों के बावजूद कुछ किसानों को समझा नहीं पाए।
— PMO India (@PMOIndia) November 19, 2021
कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, प्रगतिशील किसानों ने भी उन्हें कृषि कानूनों के महत्व को समझाने का भरपूर प्रयास किया: PM @narendramodi
हमारी सरकार, किसानों के कल्याण के लिए, खासकर छोटे किसानों के कल्याण के लिए, देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए, पूरी सत्य निष्ठा से, किसानों के प्रति समर्पण भाव से, नेक नीयत से ये कानून लेकर आई थी: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 19, 2021
आज मैं आपको, पूरे देश को, ये बताने आया हूं कि हमने तीनों कृषि कानूनों को वापस लेने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) November 19, 2021
इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, हम इन तीनों कृषि कानूनों को Repeal करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे: PM @narendramodi
एमएसपी को और अधिक प्रभावी और पारदर्शी बनाने के लिए,
— PMO India (@PMOIndia) November 19, 2021
ऐसे सभी विषयों पर, भविष्य को ध्यान में रखते हुए, निर्णय लेने के लिए, एक कमेटी का गठन किया जाएगा।
इस कमेटी में केंद्र सरकार, राज्य सरकारों के प्रतिनिधि होंगे, किसान होंगे, कृषि वैज्ञानिक होंगे, कृषि अर्थशास्त्री होंगे: PM (2/2)
आज ही सरकार ने कृषि क्षेत्र से जुड़ा एक और अहम फैसला लिया है।
— PMO India (@PMOIndia) November 19, 2021
जीरो बजट खेती यानि प्राकृतिक खेती को बढ़ावा देने के लिए,
देश की बदलती आवश्यकताओं को ध्यान में रखकर क्रॉप पैटर्न को वैज्ञानिक तरीके से बदलने के लिए - PM @narendramodi (1/2)