The farmers of Meghalaya have broken the record of five years of production during the year 2015-16, I appreciate them for this: PM Modi
The agricultural sector of our country has shown the path to the whole world in many cases: PM Modi
Our aim is double farmers' income by 2022 as well as address the challenges farmers face: PM Modi
More than 11 crore Health Health Cards have been distributed in the country: PM Modi
Under Pradhan Mantri Krishi Sinchai Yojana, irrigation facilities are being ensured for farms: PM Modi
We have announced Operation Greens in this years budget. Farmers growing Tomato, Onion and Potato have been given TOP priority: PM Modi
We are committed to ensure that benefits of MSP reach the farmers: PM Modi
The government has decided that for the notified crops, the minimum support price, will be declared at least 1.5 times their input cost: PM Modi
Agriculture Marketing Reform is being done at a very large scale in the country for ensuring fair price of crop: PM Modi
The government is promoting the Farmer Producer Organization- FPO: PM Modi
India has immense scope for organic farming. Today there is more than 22 lakh hectares of land in the country under organic farming: PM Modi
I urge the farmers not to burn crop residue. It harms the soil as well as poses threat to environment: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીનાંપૂસા પરિસરમાંઆઈએઆરઆઈ મેળા ગ્રાઉન્ડ ખાતે કૃષિ ઉન્નતી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે થીમ પેવેલિયન અને જૈવિક મેળા કુંભની પણ મુલાકાત લીધી. તેમણે 25 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનું શિલાન્યાસ કર્યો હતો. તેમણે ઓર્ગેનિક ઉત્પાદનો માટેના એક ઈ-માર્કેટિંગ પોર્ટલનો પણ પ્રારંભ કરાવ્યો. તેમણે કૃષિ કર્માણ પુરસ્કારો અને દિન દયાળ ઉપાધ્યાય કૃષિ પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કર્યા હતા.

જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના ઉન્નતી મેળાનું આયોજન ન્યુ ઇન્ડિયા માટે નવો માર્ગ પ્રશસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે આજે તેમને ન્યુ ઇન્ડિયાના બે પહેરેદારો – ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે સમાંતરે ચર્ચા કરવાની તક મળી છે. તેમણે કહ્યું કે કૃષિમાં પરિવર્તન લાવવા માટે વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ખાસ કરીને મેઘાલય રાજ્યનો ઉલ્લેખ કર્યો કે જેણે સમીક્ષા દરમિયાનના સમયગાળામાં કૃષિમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પુરસ્કાર મેળવ્યો છે.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાનાં સમયથી જ કૃષિમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ આપણા ખેડૂતોનાં સખત પરિશ્રમ અને જુસ્સાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આજે અનાજ, દાળ, ફળો અને શાકભાજી તથા દૂધમાં વિક્રમી ઉત્પાદન થઇ રહ્યું છે, આજે કૃષિ ક્ષેત્રમાં મહત્વના પડકારો છે, જે ખેડૂતની આવકને ઘટાડે છે અને તેના ખર્ચ અને ખોટને વધારે છે. તેમણે જણાવ્યું કે સરકાર આ પ્રકારના પડકારો સામે લડવા માટે સમગ્ર દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતની આવક બમણી કરવાનો અને ખેડૂતોના જીવનને વધુ સરળ બનાવવાનો છે.

આ સંકલ્પ તરફની પ્રગતિ વિષે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 11 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ વહેંચી દેવામાં આવ્યા છે. યુરીયાનું 100 ટકા નીમ કોટિંગ પણ ઉત્પાદકતા વધારવાની સાથે સાથે ફર્ટીલાઈઝરના ખર્ચને ઘટાડવામાં પણ પરિણામકારી સાબિત થયું છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનાં માધ્યમથી પ્રીમિયમમાં ઘટાડો થયો છે, વીમા પરનીમહત્તમ નિર્ધારિત સીમા ખતમ થઇ છે અને ખેડૂતોને આપવાની થતી રકમનો પણવધારો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં દરેક ખેતરને પાણી પહોંચાડવાનીપરિકલ્પના કરવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રની અટકી પડેલીપરિયોજનાઓને પૂરી કરવા માટે રૂ. 80,000 કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે કિસાન સંપદા યોજના ખેતરથી બજાર સુધીની પુરવઠા શ્રુંખલાને મજબુત કરવામાં અને કૃષિમાં આધુનિક માળખાગત બાંધકામનું નિર્માણ કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે તાજેતરનાં જાહેર કરવામાં આવેલ ઓપરેશન ગ્રીન ફળો અને શાકભાજી, ખાસ કરીને ટામેટા, ડુંગળી અને બટેકાનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે.

તેમણે કહ્યું કે ખેડૂતોનાં કલ્યાણ માટેના વિવિધ મોડલ એક્ટ તૈયાર કરવામાં આવ્યા છે અને રાજ્યોને તેમનું અમલીકરણ કરવાની વિનંતી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે, ખેડૂતોને આધુનિક બિયારણ, પુરતો વીજ પુરવઠો અને બજાર સુધીનીસરળ પહોંચ પ્રાપ્ત થાય.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે તમામ સૂચિત પાકો માટે ન્યુનત્તમ ટેકાનાં ભાવ (એમએસપી) પાકની મૂળ કિંમતનાં દોઢ ગણા હશે. તેમણે કહ્યું કે આ હેતુ માટે કિંમતમાં વિવિધ બાબતો જેવી કે શ્રમ, મશીનનું ભાડું, બિયારણ અને ફર્ટીલાઈઝરની કિંમત, રાજ્ય સરકારને આપવામાં આવતો કર, ચાલુ મૂડી પરનો વ્યાજ દર અને ભાડાપટ્ટે મેળવેલ જમીનનું ભાડું વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કૃષિ માર્કેટિંગમાં સુધારા માટે વ્યાપક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય છૂટક બજારોને જથ્થાબંધ અને વૈશ્વિક બજારો સાથે જોડવા ખુબ જ મહત્વના છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હમણાં તાજેતરના જ કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ રીટેલ કૃષિ બજારોની કલ્પના કરવામાં આવી હતી. 22,000 ગ્રામ્ય હાટોને જરૂરી માળખાગત બાંધકામ અને સંકલિત એપીએમસી તથા ઈ-નામ પ્લેટફોર્મ વડે સજ્જ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ખેડૂત ઉત્પાદક સંઘના મહત્વ પર પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂત ઉત્પાદક સંઘને કોઓપરેટીવ સોસાયટીની સમાંતરે આવક વેરા પર રાહત આપવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ કાર્યક્રમમાં ઓર્ગેનિક ઉત્પાદનો માટેના ઈ-માર્કેટિંગ પોર્ટલ સાથે કૃષિ માર્કેટિંગ સુધારાના એક નવા અધ્યાયનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિની સાથે સાથે આપણે ઓર્ગેનિક ક્રાંતિ, જળ ક્રાંતિ, વાદળી ક્રાંતિ અને મધુ ક્રાંતિ ઉપર પણ ભાર મુકવો જોઈએ.

તેમણે કહ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (કેવીકે) આ બાબતમાં મહત્વનો ભાગ ભજવશે.

પ્રધાનમંત્રીએ મધમાખીઓ કઈ રીતે ખેડૂતોના આવકનું મહત્વનું સાધન બની શકે તેની પણ વિસ્તૃત સમજ આપી. એ જ રીતે તેમણે સોલર ફાર્મિંગ વિષે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 2.75 લાખ સોલર પંપ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ બાયો કચરામાંથી કમ્પોસ્ટ, બાયો ગેસ વગેરેનું નિર્માણ કરવા માટેની ગોબર ધન યોજના વિષે પણ વાત કરી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બચેલા પાકને બાળી નાખવાથી નુકસાનકારક અસરો ઉપજે છે અને જો પાકના અવશેષો મશીન દ્વારા જમીનમાં પાછા જાય છે તો તેની લાભદાયી અસરો થાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર એ બાબતની ખાતરી કરવા પર કામ કરી રહી છે કે પુરતી કૃષિ ક્રેડીટ ઉપલબ્ધ થઇ રહે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દુર સુદૂરના અંતરિયાળ વિસ્તારોમાં પણ યોજવા જોઈએ. તેમણે આ પ્રકારના કાર્યક્રમોની અસરોની સમીક્ષા કરવાનું પણ આહવાન કર્યું હતું.

Click here to read full text speech

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
‘Make in India’ is working, says DP World Chairman

Media Coverage

‘Make in India’ is working, says DP World Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”