પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હાઈકોર્ટની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે યોજાયેલ સમારંભમાં હાજરી આપી હતી.
તેમણે દિલ્હી હાઈકોર્ટ સાથે છેલ્લા પાંચ દાયકાથી જોડાયેલા લોકોના યોગદાનને બિરદાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સંકળાયેલા તમામ લોકોએ, બંધારણે તેમને જે કોઈ જવાબદારી સોંપેલી હોય તે અદા કરવી જોઈ
31મી ઓકટોબરે સરદાર પટેલની પણ જન્મજયંતી છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરદાર પટેલ એ એવા વકીલ હતા કે જેમણે તેમનું જીવન દેશની સેવામાં સમર્પિત કરી દીધું. તેમણે ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસીસની રચના સહિતના સરદાર પટેલના યોગદાનને બિરદાવ્યં હતું.
પ્રધાનમંત્રીએ વિવાદ નિવારણની વૈકલ્પિક વ્યવસ્થા મજબૂત બનાવવા બદલ કાનૂની સમુદાયને અભિનંદન આપ્યા હતા. ન્યાયતંત્ર સમક્ષ જે પડકારો ઉભરી રહ્યા છે તેનો ઉલ્લેખ કરતા તેમણે ભવિષ્ય માટેનો રોડમેપ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો.