પ્રધાનમંત્રીએ કેવડિયા ખાતે વોટર એરોડ્રોમ અને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સાથે જોડતી સી-પ્લેન સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું.
શ્રી મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રોમ અને સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી-પ્લેન સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ સેવા તેને અંતિમ માઇલ સુધી જોડવા માટે બનાવાયેલ વોટર એરોડ્રોમ્સની શ્રેણીનો એક ભાગ છે.
સીપ્લેન્સમાં પાણીમાં ઉતરવાની અને ઉડવાની ક્ષમતા છે આમ તે એવા વિસ્તારોમાં પ્રવેશની શક્યતા બનાવે છે જ્યાં ઉતરાણની પટ્ટીઓ અથવા રનવે નથી. આમ તે ભૂગોળ / પ્રદેશોને જોડવામાં મદદ કરી શકે છે જ્યાં કઠિન ભૌગોલિક વિસ્તારના કારણે પડકારો છે અને ભારતના છેવાડાના વિસ્તારોમાં એરપોર્ટ અને રનવે બનાવવાનો મોટો ખર્ચ કર્યા વગર તેને મુખ્ય ધારાના ઉડ્ડયન નેટવર્કમાં લાવી શકાય. આ નાના ફિક્સ્ડ વિંગ એરપ્લેન તળાવો, બેકવોટર્સ અને ડેમ્સ, કાંકરી અને ઘાસ જેવા જળસંગ્રહ પર ઉતરી શકે છે, જેથી તે અસંખ્ય પર્યટન સ્થળોએ પણ સરળતાથી પ્રવેશ શક્ય બનાવી શકે છે.