પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (14-05-2018) મહામહિમ તુન ડૉ. મહાથિર મોહમ્મદને મલેશિયાના પ્રધાનમંત્રીના રૂપમાં હોદ્દો સંભાળવા બદલ શુભેચ્છા આફવા માટે ટેલિફોન કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના મૈત્રીપૂર્ણ લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે ગાઢ અને પરસ્પર લાભદાયી ભારત-મલેશિયાના સંબંધો પરસ્પર મૂલ્યો, હિતો અને લોકોથી લોકોના વાઈબ્રન્ટ સંબંધોના મજબૂત પાયા પર આધારીત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત-મલેશિયા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મદ સાથે કાર્ય કરવા આતુર છે.