પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાન્સેલર મહામહિમ શ્રી ઓલાફ સ્કોલ્ઝ સાથે બિઝનેસ રાઉન્ડ ટેબલની સહ-અધ્યક્ષતા કરી. તેમની ટિપ્પણીમાં, પ્રધાનમંત્રી શ્રીએ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક-આધારિત સુધારાઓ પર ભાર મૂક્યો હતો અને ભારતમાં સ્ટાર્ટ-અપ્સ અને યુનિકોર્ન્સની વધતી સંખ્યાને પ્રકાશિત કરી હતી. તેમણે ઉદ્યોગપતિઓને ભારતના યુવાનોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.
આ કાર્યક્રમમાં સરકારોના ઉચ્ચ પ્રતિનિધિઓ અને બંને પક્ષોમાંથી પસંદ કરાયેલા CEOની સહભાગિતા જોવા મળી હતી, જેઓ આબોહવા સહયોગથી લઈને સપ્લાઈ ચેઈન્સ, સંશોધન અને વિકાસ જેવા વિષયો પર ચર્ચામાં સામેલ હતા;.
નીચેના બિઝનેસ લીડર્સે બિઝનેસ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો:
ભારતીય બિઝનેસ ડેલિગેશન:
સંજીવ બજાજ (ભારતીય પ્રતિનિધિમંડળના વડા) પ્રમુખ નિયુક્ત, CII ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, બજાજ ફિનસર્વ;
બાબા એન કલ્યાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ભારત ફોર્જ;
સી કે બિરલા, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સી કે બિરલા ગ્રુપ;
પુનીત છટવાલ, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઈન્ડિયન હોટેલ્સ કંપની લિ.
સલિલ સિંઘલ, ચેરમેન એમેરિટસ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ;
સુમંત સિંહા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, રિન્યુ પાવર અને પ્રમુખ, એસોચેમ;
દિનેશ ખારા, ચેરમેન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા;
સી પી ગુરનાની, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, ટેક મહિન્દ્રા લિમિટેડ;
દીપક બાગલા, મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર, ઇન્વેસ્ટ ઇન્ડિયા;
જર્મન બિઝનેસ ડેલિગેશન:
રોલેન્ડ બુશ, જર્મન પ્રતિનિધિમંડળના વડા, પ્રમુખ અને સીઇઓ, સીમેન્સ અને ચેરમેન, એશિયા પેસિફિક કમિટી ઓફ જર્મન બિઝનેસ;
માર્ટિન બ્રુડરમુલર, બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, BASF;
હર્બર્ટ ડાયસ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, ફોક્સવેગનના અધ્યક્ષ;
સ્ટેફન હાર્ટુંગ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, બોશના અધ્યક્ષ;
મારિકા લુલે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર, GFT ટેક્નોલોજીસ;
ક્લાઉસ રોસેનફેલ્ડ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શેફલર;
ક્રિશ્ચિયન સિવીંગ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડોઇશ બેંક;
રાલ્ફ વિન્ટરગર્સ્ટ, મેનેજમેન્ટ બોર્ડના અધ્યક્ષ, ગીસેકે+ડેવ્રિયન્ટ;
જુર્ગેન ઝેસ્કી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ENERCON;