પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવા માટે તમામ હિસ્સેદારોને કેન્દ્રિત પ્રયત્નો કરવા હાકલ કરી હતી.
પ્રધાનમંત્રી વિવિધ વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ, ખાનગી ઇક્વિટી / સાહસિક મૂડીવાદીઓ, ઉત્પાદન વ્યવસાયના અગ્રણીઓ , પ્રવાસ અને પર્યટન, એપરલ અને એફએમસીજી, એનાલિટિક્સ, કૃષિ, વિજ્ઞાન, તકનીકી અને નાણાં ક્ષેત્રના વિષય નિષ્ણાતો સાથે વાતચીત કરી રહ્યા હતા.
અંદાજપત્ર પૂર્વેની કવાયતના ભાગ રૂપે આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની બેઠક મળી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ખુશ છે કે બે કલાકની ખુલ્લી ચર્ચા પાયાના લોકો અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોના અનુભવને આગળ લાવી છે.
તેમણે કહ્યું કે આનાથી નીતિ નિર્માતાઓ અને વિવિધ હિસ્સેદારોમાં સહસંબંધ વધશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો વિચાર એ કોઈ અચાનક આવેલો વિચાર નથી, તે દેશની શક્તિઓની ઊંડી સમજણ પર આધારિત છે.
તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂત ક્ષમતા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોની શક્તિ અને પાછા ઉછાળવાની ક્ષમતાને દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પર્યટન, શહેરી વિકાસ, બુનિયાદી માળખું અને કૃષિ આધારિત ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં અર્થતંત્રને આગળ વધારવાની અને રોજગાર પેદા કરવા માટેની એક મોટી ક્ષમતા છે.
તેમણે કહ્યું કે આવા મંચોમાં ખુલ્લી ચર્ચાઓ અને મંથનથી સ્વસ્થ ચર્ચા અને મુદ્દાઓની સમજ ઉત્પન્ન થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આનાથી સકારાત્મક માનસિકતાને પ્રોત્સાહન આપશે અને સમાજમાં “કરી શકાય” (can do) ની ભાવના વિકસાવશે.
તેમણે વધુમાં કહ્યું કે ભારત અમર્યાદિત સંભાવનાઓ સાથેની ભૂમિ છે, તેમણે તમામ હિસ્સેદારોને વિનંતી કરી કે તેઓ વાસ્તવિકતા અને ધારણા વચ્ચેના અંતરને દૂર કરવા પોતાના પ્રયત્નો કરે.
તેમણે કહ્યું, “આપણે બધાએ એક સાથે મળીને કામ કરવું જોઈએ અને એક રાષ્ટ્રની જેમ વિચારવાનું શરૂ કરવું જોઈએ”
અર્થશાત્રીઓ જેવા કે શ્રી શંકર આચાર્ય, શ્રી આર. નાગરાજ, કુ. ફરઝાના આફ્રિદી, સાહસિક ઉદ્યોગપતિ શ્રી પ્રદિપ શાહ, ઉદ્યોગપતિ શ્રી અપ્પારાવમલ્લવરપુ, શ્રી દીપ કાલરા, શ્રી પતંજલિ ગોવિંદ કેસવાણી, શ્રી દીપક શેઠ, શ્રી શ્રીકુમાર મિશ્રા, વિષય નિષ્ણાંત શ્રી આશિષ ધવન અને શ્રી શિવ સરિન જેવા 38 પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો.
ગૃહમંત્રી શ્રી અમિત શાહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ અને એમએસએમઈ મંત્રી શ્રી નીતિન ગડકરી, રેલવે અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામ વિકાસ મંત્રી, પંચાયતી રાજ શ્રી નરેન્દ્ર તોમર, વિવિધ મંત્રાલયોના સચિવ, નીતિ આયોગના વાઇસ ચેરમેન શ્રી રાજીવ કુમાર અને નીતિ આયોગના સીઇઓ શ્રી અમિતાભ કાંત બેઠકમાં હાજર રહ્યા હતા.